________________
શિથીલ ગુરુની પણ સેવા કરતાં પંથકજી મુનિએ ચોમાસી પ્રતિક્રમણ કરતાં નિદ્રામાં પોઢેલા ગુરુ શેલકાચાર્યના પગને સ્પર્શ કર્યો, ખામણા કર્યા.
નિદ્રામાં ખલેલ પડતાં ગુરુ ગુસ્સે ભરાયા. પંથકજીએ વિનયપૂર્વક ક્ષમા માંગતા કહ્યું કે, “ચોમાસાની પૂર્ણાહુતિએ ચોમાસી પ્રતિક્રમણ કરતી વખતે ચાર મહિનાના આપના સંબંધમાં થઇ ગયેલા અપરાધોની ક્ષમા માંગવા મેં આપના ચરણને સ્પર્શ કર્યો હતો !”
આ શબ્દો સાંભળતાં જ શેલકાચાર્યનો અંતરાત્મા જાગ્રત થયો. ચોમાસી પ્રતિક્રમણ પણ કર્યું નથી; તેનું ભાન થયું. પોતાની તમામ શિથિલતા પ્રત્યે ધિક્કાર વછૂટ્યો. પ્રાયશ્ચિત કરીને સંયમજીવનને વ્યવસ્થિત કર્યું. શિષ્યો પણ તેમની પાસે પાછા આવી ગયા. છેલ્લે શત્રુંજય ગિરિરાજ ઉપર આવી, અનશન કરીને તેઓ ૫૦૦ શિષ્યોની સાથે મોક્ષે ગયા. “નમો સિદ્ધાણં.”
આ પાંચે મુનિવરોના દર્શન કરીને એવી ભાવના ભાવીએ કે આપણો પણ જલ્દી આ ભવભ્રમણમાંથી છૂટકારો થાય અને મોક્ષના અનુપમ સુખને પામનારા બનીએ.
ખરેખર! આ પવિત્ર ગિરિરાજ સાથે સંકળાયેલા આવા એક-એક મહાપુરુષોની કેવી વિશિષ્ટ આત્મોત્થાન કરનારી ઘટનાઓ છે. આવા તરણ તારણ તીર્થ ઉપર ભલભલા પાપી આત્માઓ પણ તરી ગયા છે. તેથી જ એક સ્તવનમાં ગાયું છે કે, એ ગિરિવરના ગુણ ઘણા એ, જ્ઞાનીએ નવિ કહેવાય; પૂજો ગિરિરાજને રે...'
આવા ગિરિરાજ ઉપર ચડતા આપણે પણ આપણા આત્માને એવો ભાવિત કરવો જોઇએ કે જેથી આપણું જીવન અવગુણોને દૂર કરી ગુણમય બની જાય...
હવે જુઓ...! નજીકમાં જ ભૂખણ કુંડ છે. આનું નિર્માણ સુરતના ભૂખણદાસે કરાવેલું હતું અને એના પછી ખુલ્લા પગલા છે તે સુકોશલ મુનિના છે. સુકોશલ મુનિની જીવનકથા પણ સાંભળવા જેવી છે હોં...! • સુકોશલ મુનિ : અયોધ્યાના રાજા કીર્તિધર અને રાણી સહદેવીના પુત્ર સુકોશલકુમાર. સુકોશલ માતાના ગર્ભમાં હતા ને કીર્તિધર રાજાએ દીક્ષા લીધેલી. પુત્રનો જન્મ થયો. પુત્ર પણ પિતાના પંથે ન જાય એ પુત્રમોહથી માતા સહદેવી હંમેશા બાળકને મહાત્માઓથી દૂર રાખે છે. એમાં એક દિવસ સમાચાર મળ્યા કે બહાર પિતામુનિ પધાર્યા છે. માતાએ પુત્રને ન જવા દેવાના ઘણા પ્રયત્નો કર્યા પણ પુત્ર તો ગયો, પિતામુનિની વૈરાગ્ય ગર્ભિત દેશના સાંભળીને વૈરાગી એવો તે પણ સંયમી બન્યો. સહદેવી, પતિ અને પુત્રના વિયોગથી આર્તધ્યાનમાં પડી વૈર રાખવાથી મરીને વાઘણ થઈ. બંને મુનિવરો ગિરિવરનું ધ્યાન ધરતા આરાધના કરતા. તેમાં એક દિવસ આવા પવિત્રતમ ગિરિરાજના ધ્યાનમાં તત્પર હતા અને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૮૭