SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે તમો સૌપ્રથમ પ્રણામ કરો. ચાલો જઇએ...? હા... બહાર નીકળતા પહેલા જુઓ...! આ આપણી જમણી બાજુ કુંડ છે. તેની ચારે બાજુ ચાર દેરી છે. તેમાં પાર્શ્વનાથ ભગવાન - આદિનાથ ભગવાન - ગૌતમસ્વામી અને ધર્મસૂરીશ્વરજી મ.સા.ના પગલા છે. “નમો... જિણાયું...”, “મFએણ વંદામિ...” હા...! આચાર્ય મહારાજના પગલા હોય તો “મFણ વંદામિ' કહેવું. આ ચોવીશ તીર્થકરોની ૨૪ દેરીઓ હમણાં નવી બનાવવામાં આવી છે. “નમો જિણાયું.” - હવે આપણે થોડુ ચડીએ પછી બસ લગભગ ચાલવાનું જ છે ! બધાને કેવો આનંદ થયો કે હાશ...! હવે તો દાદા પાસે પહોંચતા વાર નહિ લાગે. હા...! પણ પ્લીઝ એક મિનિટ... જુઓ...! આપણે બીજા વિસામા સુધી પહેલા ગઢની કલ્પના કરીને શરીરરૂપ વાહનનો વિચાર કર્યો. હવે બીજા ગઢમાં પશુ હોય. મનના આડા-અવળા વિચારો એટલે પશુવૃત્તિ...! પહેલા ચાલવાનું સ્થાન પુરું થાય અને ચડવાનું ચાલુ કરીએ તે અહીં સુધી આપણને બીજા-બીજા વિચારો આવી જાય કે થાકી ગયા. ઓહો...! કેટલો ટાઇમ થઈ ગયો... પાણી પીએવાતોના ગપાટા માર્યા, એ બધુ પશુવૃત્તિ છે. તે અહીં સુધી કરી પણ હવે આપણને દેરાસરજી - ભવ્ય શિખરો - બાજુના દૂરના પહાડ ઉપર કદમ્બગિરિ - પાછળના પહાડ ઉપર હસ્તગિરિ વગેરે તીર્થોના દ્રશ્યો દેખાશે એટલે બસ. મન એમાં ગોઠવાઈ જશે. એટલે પશુવૃત્તિરૂપ વિચારો બંધ થશે. આ રીતે આપણે ત્રીજા ગઢ ઉપર ચડવાનું શરૂ કરીએ... ચાલતા ચાલતા આપણે આ મેદાનમાં આવ્યા. • રજની-શાંતિ અભિષેક પરબ : આ મેદાન જોઈને યાદ આવે છે. જૈન-શાસનના બે દાનવીર ભક્તો - સુરતના રજનીભાઈ દેવડી અને મુંબઇના શાંતિભાઈ બાલુભાઈ. આ બંને શ્રાવક મિત્રોએ સોહમણા શત્રુંજયનો અલૌકિક અભિષેક કરાવ્યો હતો. વિ.સં. ૨૦૪૭, પો.સુ. ૬, ઇ.સ. ૧૯૯૦, તા. ૨૩ ડિસેમ્બર આ આખાય ગિરિરાજનો અભિષેક થયો હતો. આ પ્રસંગની યાદમાં અહીં આ અભિષેક પરબ બંધાવવામાં આવી છે. આ પુસ્તકમાં જ આ પ્રસંગનો ઇતિહાસ આપેલો છે. (પાના નંબર : -------) • દ્રાવિડ - વારીખિલ્લજી : આ સામે મંદિરમાં દ્રાવિડ - વારીખિલ્લજી - અતિમુક્ત મુનિ તથા નારદજીની મૂર્તિ છે. સુંદર શ્યામવર્ણની છે. દ્રાવિડ-વારીખિલ્લ એ આદિનાથ ભગવાનના પૌત્ર હતા. તેમના પિતા દ્રવિડ હતા. દ્રવિડે દીક્ષા લેતા પહેલા શ્રી શત્રુંજય માહાસ્ય સાર - ૩૮૪
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy