________________
અહીંથી બે રસ્તા પડે છે. જમણી બાજુના જૂના રસ્તે હજારો યાત્રિકોના ઉત્તમ ભાવનાના પવિત્ર પરમાણુઓ પથરાયેલા છે. આ જૂના રસ્તે થોડે આગળ જતાં જમણી બાજુ બેસવાનો ઓટલો આવે છે.
કહેવાય છે કે ભરૂચના અનુપચંદ શેઠ વિસામા માટે આ ઓટલે બેઠાં. સાથે રહેલા ગિરધરભાઇ ભોજકને તેમણે કહ્યું કે, ‘અહીં કોઇ મરે તો તે કેવું કહેવાય ? ભોજકે જવાબ આપ્યો કે, ‘જેના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદના ભોક્તા બન્યા છે. ત્યાં તો મહાપુણ્યશાળીને જ મોત મળે !'
આ સાંભળતાં જ અનુપચંદભાઇએ પોતાની ડોક ગિરધરભાઇના ખભે ઢાળી દીધી. ઇચ્છામૃત્યુને તેઓએ આ જગ્યાએ પ્રાપ્ત કર્યું.
· સમવસરણ દેરી : થોડા આગળ જતાં, શત્રુંજય ઉપર મંડાયેલા પ્રભુ વીરના સમવસરણને યાદ આપતી સમવસરણના આકારની દેરી આવે છે. જેમાં પ્રભુવીરના પગલાં છે. ‘નમો જિણાણું.'
કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને, ત્યાં ઊભા-ઊભા જ જૂના રસ્તે રહેલા મહાવીરપ્રભુના પગલાને નમસ્કાર કરીને આપણે હવે ડાબી બાજુના નવા રસ્તેથી ઉપર ચઢીએ.
શાશ્વત જિનના પગલા : હવે આપણે ઘણા ઉંચે આવી ગયા. આ પાંચમો વિસામો છે. અહીં શેઠ અમરચંદ મોતીચંદ તરફથી પરબ છે. ઉપરાંત ઝાડ નીચે નગરશેઠ હેમાભાઇ વખતચંદની પરબ છે. બાજુમાં જ દેરી છે. ત્યાં ચાર શાશ્વત જિનેશ્વર એટલે ઋષભ-ચંદ્રાનન-વારિષણ-વર્ધમાનસ્વામીના ચરણ પાદુકા છે, તે પૂજાય છે. એની પાછળ જે કુંડ છે, તે છાલાકુંડ છે.
હવે અહીં એક મિનિટ ઉભા રહીને પાછળ નજર કરો, જુઓ...! કેવું વાતાવરણ છે. પ્રકૃતિના સુંદર દશ્યો, નદી, નાના-નાના ગામો, ખેતરોના દૃશ્યો, બધુ કેવું આહ્લાદક છે. તે પણ આપણને આનંદ આપી રહ્યું છે.
હાં...! હવે આપણે આગળ ચડીએ...? બસ... આ પગથીયાનો મોટો ભાર ઓછો થયો. આપણી બરોબર જમણી બાજુ આ શ્રીપૂજ્યની ટૂંક છે. આ ટૂંક તપાગચ્છના પતિ શ્રી દેવેન્દ્રસૂરિએ કરાવી છે. તેમાં કુલ ચૌદ દેરીઓમાં જુદા-જુદા શ્રીપૂજ્યોના પગલા છે. હવે વચ્ચમાં મંદિરમાં જઇએ. હા...! આ મંદિરમાં સામે જ પદ્માવતી માતા છે. ૭ ફણાવાળી ૧૭ ઇંચની પ્રતિમા છે, સાથે માણિભદ્રવીર અને હનુમાનની પણ મૂર્તિઓ છે. પદ્માવતી દેવી શાસનરક્ષિકા છે. તેને સાધર્મિક શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૮૩