SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર તરફ – જડ તરફ – મોહક વસ્તુઓ તરફ તરત જ ખેંચાઈ જાય છે. હવે સંસારમાં બેઠા હો ત્યાં ખેંચાવ તે તો ઠીક પણ આવા પવિત્રતમ, મહાઆરાધ્ય એવા તીર્થરાજ ઉપર આવીને જો બીજી વાતો - ગપાટામાં કે આડું અવળું જોવામાં કોણ કેવો છે ? કેવા કપડાં પહેર્યા છે ? શું કરે છે ? એ જોવામાં જો ચિત્ત ચાલ્યુ જાય તો લાભને બદલે નુકશાન થાય. એવું ન થાય તે માટે ઉપકારી પૂજયો આવા સિગ્નલરૂપ પરમાત્માના ચરણ પાદુકા ગોઠવીને આપણને સાવધાન કરે છે કે, હે આત્મા...! સાવધાન થા...! આવા દેવાધિદેવના ચરણનું શરણ કર તો તારો વિસ્તાર થશે. હવે આપણે સતત સીધું ચઢાણ ચડવાનું છે. બસ ચઢયા જ કરો. સામે ઉપરા ઉપરી પગથિયા જ પગથિયા દેખાય છે. પૂર્વે તો પગથીયા જ નહોતા. કેડે હાથ દઇને ચઢવું પડતું હતું ! ચાલો...! આપણે પણ ધીમે ધીમે ડગ ભરી ઉપર ચઢીએ... અને... આ શું આવ્યું ? આ તો આવ્યો પેલો હિંગળાજનો હડો. • હિંગળાજનો હકો : હે.. આવ્યો હીંગળાજનો હડો, કેડે હાથ દઈને ચઢો, ફૂટ્યો પાપનો ઘડો, બાંધ્યો પુન્યનો પડો. સિધુ નદી તરફના વિસ્તારમાંથી શ્રી શત્રુંજયગિરિરાજની યાત્રા કરવા આવતા યાત્રિકોને કરાંચીના જંગલમાં હિંગુલ નામનો રાક્ષસ હેરાન કરતો હતો. નેમિનાથ પરમાત્માની અધિષ્ઠાયિકા અને સૌરાષ્ટ્ર દેશની રખેવાળી અંબિકાદેવીએ આ હિંગુલરાક્ષસનો પરાભવ કર્યો. હિંગુલ રાક્ષસની વિનંતીથી તેઓ હિંગળાજ માતા તરીકે પ્રસિદ્ધ થયા. તેમની પ્રતિમા અહીં પૂજાતી હોવાથી આ ભાગ હિંગળાજના હડા તરીકે ઓળખાય છે. યાત્રામાં સહુની રક્ષા થાય એવી અહીં ભાવના ભાવવી. • કલિકુંડ પાર્શ્વનાથના પગલા થોડું ઉપર ચડીએ ત્યાં કલિકુંડ પાર્શ્વનાથના પગલા છે. “નમો જિણાણં' અહીં પણ વિસામો છે અને સાથે મોટો ઓટલો છે. જેથી બરાબર આરામ પણ કરી શકાય. અહીં કચ્છના શેઠ હીરજી નાગજી તરફથી પાણીની પરબ છે. હવે આપણે આગળ જઇએ... સામે ઓટલા જેવો ઉંચો ચોતરો દેખાય છે ને, તેને થાકલો કહે છે...! આણંદજી કલ્યાણજીની પેઢી આ તીર્થનો વહીવટ કરે છે. માલ સામાન ઉપર પહોંચાડવા માટે મજૂરો હોય છે. તેઓ લાકડા વિગેરે માલ લઇને ઉપર ચડે ત્યારે વચ્ચે-વચ્ચે થાક ઉતારે. એમાં અહીં થાક ઉતારવા માટે માલ આ ઓટલા ઉપર રાખે અને પોતાની રીતે પાછા માથા ઉપર રાખીને ચાલતા થાય. અહીં આવા થાકલા પણ વચ્ચે-વચ્ચે આવે છે. શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૮૨
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy