________________
હવે તો થોડું ચઢવાનું અને ચાલવાનું, થોડું ચઢવાનું અને ચાલવાનું... થાક જરાય લાગે નહિ ને ઉપર ચઢાતું જાય...
વાહ... કેવું સરસ ! આ જમણી બાજુ દેરી આવી.
વંદના... પાપનિકંદના : આ શાશ્વત ગિરિરાજની આ તો વળી અદ્દભૂત વિશેષતા! જ્યાં થોડુંક ચઢો ત્યાં વંદના કરવાનું કોઈક સ્થાન આવી જ જાય !!!
વંદનાની સાથે ચઢતાં ચઢતાં થાકેલાને થોડો વિસામો પણ મળી જાય.
વચ્ચે વચ્ચે આવતા વિસામાઓ અને દેરીઓ કહે છે કે સંસારમાં ભમતાં ભમતાં થાક લાગ્યો હોય અને હવે વિસામો જોઇતો હોય તો જરા અહીં વંદના કરતો જા. વંદના કરતાં કરતાં થઈ જશે અનંતાનંત ભવોના પાપની નિકંદના !
ચાલો... આપણે પણ આ દેરીમાં રહેલાં શત્રુંજય ગિરિરાજના આદિનાથ, ગિરનારજીના નેમીનાથ અને જેમણે અહીં પધારીને શત્રુંજય ગિરિરાજના મહિમાને વર્ણવ્યો હતો તે નેમીનાથ ભગવાનના પ્રથમ ગણધર વરદત્તસ્વામીને વંદના કરીએ. નમો જિણાણું” • આદિનાથ ભગવાનના પગલાં : થોડા ઉપર ચઢીએ એટલે લીલી પરબ આવી. આ પરબ સુરતના તલકચંદ શેઠે બંધાવેલ છે. થોડા ઉપર ચડીએ ત્યાં બાજુમાં દેરીમાં રહેલા આદિનાથ ભગવાનના પગલાંને “નમો જિણાણં' કહીને સ્ટેજ આગળ વધ્યા ત્યાં તો આ કુમારકુંડ આવ્યો ! • કુમારકુંડ : કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી છરી પાલિત સંઘ લાવેલા કુમારપાળ મહારાજાએ આ કુંડ બનાવ્યો છે તથા ગિરિરાજ ઉપર ‘કુમારપાળવિહાર' નામની ટૂંક પણ બનાવી છે.
એકવાર છ'રી પાલિત સંઘની સાથે યાત્રા કરીને વસ્તુપાળ નીચે ઉતરતાં આ કુમારકુંડ પાસે આવ્યા. સંઘ આવ્યો છે, ખૂબ કમાણી થશે તેવી આશા લઇને ઉપર ચઢતો માળી પાછા ફરતા સંઘને જોઇને નિરાશ થયો ! પણ આ તો મહાઉદાર વસ્તુપાળ છે ! તેણે તમામ ફૂલો ઉદારતાપૂર્વક ખરીદી લીધાં અને આ જગ્યાએથી જ ગિરિરાજને તે ફૂલડાઓથી વધાવ્યો.
કુમારકુંડસ્થળે આવેલા આપણને આ પ્રસંગ ઉદાર બનવાનો મૂક સંદેશ પ્રસારિત કરે છે. કુમારપાળ રાજા યાત્રામાં આવતા તમામ વૃક્ષોને પણ નમસ્કાર કરતા.
આપણને પ્રશ્ન થાય કે, વચ્ચે વચ્ચે આવી દેરીઓ શા માટે ? એનું સમાધાન એ હોઈ શકે કે - આપણો આત્મા નિમિત્તવાસી છે. એને જેવા નિમિત્ત મળે તેવો એ બની જાય છે. બીજી બાજુ આપણા અનાદિથી એવા સંસ્કારો છે કે આપણો આત્મા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૮૧