________________
અહીં અનેક મુનિઓએ એકાંતમાં બેસી, ધ્યાન કરીને વરદાન મેળવ્યા છે એવી દંતકથા છે.
દર્શન કર્યા...! કેટલો આનંદ આવ્યો.
ચાલો... હવે ઉપર તરફ...
હાં... જુઓ...! આ સામે દેખાય છે તે સમવસરણ મંદિર છે. લગભગ ૧૮ વર્ષ પહેલા જ પ્રતિષ્ઠા થઇ છે. પૂ.આ.શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજીમહારાજસાહેબની પ્રેરણાથી બનેલું છે. કેવું સરસ લાગે છે ! ચાલો...! જરા નજીકથી જઇને જોઇએ. ચાર દિશામાં ચાર વાવડીઓ છે. ઉપર ચડવા માટે પગથીયા છે.
ડોમ જેવા આકારમાં અંદર બે વિભાગ છે. તેના પ્રથમના વિભાગમાં ૧૦૮ ભગવાનના તથા તીર્થોના આરસ ઉપર કરેલા લેમીનેશન ફોટાઓ છે. સામેની દિવાલમાં જુદા-જુદા મહાપુરુષોના ચરિત્રો ઉપરથી ચિત્રો થયા છે. ખૂબ જ આકર્ષક અને ઉપદેશક ચિત્રો છે. હવે અંદર જઇએ. તો જુઓ, ચારે બાજુ પાર્શ્વનાથ ભગવાન, ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનના બિંબો અહા...! કેવા હસતા, અમી વર્ષાવતા બિંબો છે કે, દર્શન કરવાથી જ અંતર ઠરી જાય છે ને ? કેવું મજાનું છે અને સામે ચારે દિશામાં ચોવીશ ભગવાનના નયનરમ્ય બિબો છે. ચાલો...! ત્રણ ખમાસમણા આપીને ‘અરિહંત ચેઇઆણં' કરીને બધા જ ભગવાનની સ્તુતિ કરી લઇએ. દર્શનવંદન-સ્તુતિ કરી જલ્દી ચાલો, નહિ તો મોડું થશે. આપણે ઉપર ચડવાનું છે.
હાં...! હવે આપણે તીર્થરાજ ઉ૫૨ ચડવાનું છે. પણ ખાસ ધ્યાન રાખજો કે, નજર નીચે રાખવાની કે જેથી ભૂલથી પણ આપણા પગની નીચે કોઇ જીવ આવીને મરી ન જાય. કારણ કે... કહ્યું છે કે...
તુમે જયણાએ ધરજો પાય, પાર ઉતરવાને!
ચાલો... મૌનપૂર્વક... પરમાત્માનું સ્મરણ કરતા ચડવાનું છે હોં ! તીર્થરાજ ઉપર ચડતા શરીરને થાક લાગે, શ્વાસ ચડે એટલે જરાક આરામ કરવા માટે ઠેકઠેકાણે વિસામા બનાવ્યા છે. પણ ચાલો...! આપણે તો ધીરે-ધીરે ઉપર જઇશું. આ સામે દેખાય તે પહેલો વિસામો છે. અહીં ધોરાજીના શેઠ શ્રી અમૂલખ ખીમજીના નામની ધોળી પરબ છે. અહીંથી પછી તો ચાલવાનું આવશે.
હાં... જુઓ...! આ સામે જે દેરી દેખાય છે ને, તેમાં ભરત મહારાજાની ચરણ પાદુકા પૂજાય છે. ભરત મહારાજા એટલે આપણા યુગાદિનાથ શ્રી આદિનાથ ભગવાનના મોટા પુત્ર. તેઓએ સૌ પ્રથમ છ'રિ પાળતો સંઘ કાઢ્યો હતો. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૭૯