________________
હા...! જુઓ...! બરોબર આપણા ડાબા હાથ તરફ જે નાનકડું પણ રળીયામણું દેરાસર છે, તેમાં શ્રી ધર્મનાથ ભગવાન બિરાજમાન છે. બધા જ પરમાત્માના બિંબો ખૂબ જ આકર્ષક અને રમણીય છે. તેની અંજનશલાકા પ્રતિષ્ઠા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરમહારાજસાહેબે કરેલ છે. ચાલો...! દર્શન કરી લઇએ...
હવે, જુઓ...! બહાર આવો... આ સામે દેખાય છે તે બાબુનું દેરાસર. મુર્શીદાબાદના રાયબહાદુર ધનપતસિંહે પોતાના ઉપકારી માતુશ્રી મહેતાબકુમારીના નામથી આ મંદિર બંધાવ્યું છે. આ મંદિર દાદાની ટુંકની જેમ જ વિશાળ છે. આ મંદિરમાં એક રત્નમંદિર છે. જેમાં રત્નોના ભગવાન છે. આ લોકોનો હીરા-મોતીનો ધંધો એમાં સારી વસ્તુ આવે તો તેઓ પરમાત્માનું બિમ્બ બનાવતા અથવા પરમાત્માના આભૂષણ બનાવીને ચડાવતા અને એ રીતે આ ભવ્ય-સુંદર આભૂષણોથી શોભતા પરમાત્માના દર્શન-વંદન-પૂજન કરીને સમ્યત્વ નિર્મળ કરતા. તમે પણ તમારા જીવનમાં મળતી સારી વસ્તુ પરમાત્માને ચરણે ધરજો.
આ મંદિરમાં સહગ્નકૂટ, ગુરુમંદિર, જલમંદિર, રાયણ પગલા, પુંડરીકસ્વામી અને ૮૪ શિખરો છે. ચાલો...! આપણે બધાના દર્શન કરીએ. અહા...! કેવા પરમાત્મા અને કેવો મહિમા. જેમ-જેમ દર્શન કરીએ તેમ-તેમ આપણા પાપો દૂર થતા જાય છે.
હવે આપણે પાછા નીચે આવીને જે સિદ્ધગિરિના પગથીયા છે ત્યાંથી ઉપર ચડશું. જુઓ ! આ ગિરિરાજના પગથીયાની બંને બાજુ દેરીઓ છે ને ? તેમાં ડાબી બાજુની દેરીમાં શ્રી અજિતનાથ ભગવાનની ચરણ પાદુકા છે અને જમણી બાજુની દેરીમાં ગૌતમસ્વામી, ધર્મનાથ-કુંથુનાથ વગેરે ભગવાનની ચરણ પાદુકા છે અને તેની પૂજા કરાય છે.
બરોબર ધ્યાનથી આગળ ચડજો હોં ! જયાં જયાં દેરી કે પગલા દેખાય ત્યાં આપણે “નમો જિરાણ” કહેતા જવાનું... - હવે જુઓ ! આ સરસ્વતી માતાની દેરી છે. ત્યાં જમણી બાજુના રસ્તેથી જવાય છે. સરસ્વતી માતાની કૃપાથી જ આપણે જ્ઞાનની આરાધનામાં આગળ વધી શકીએ છીએ. ચાલો ત્યાં આપણે સ્તુતિ કરશું. હાં...! ધ્યાન રાખજો હોં ! દરવાજો નાનો છે. આ રહ્યા હંસના વાહન ઉપર બેઠેલા સરસ્વતી દેવી...
कलमराल-विहंगमवाहना, शीतदुकूलविभूषण-लेपना । प्रणतभूमिरुहामृतसारणी, प्रवरदेहविभावरधारिणी ॥
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૮