________________
સૂરજકુંડ સોહામણો, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણો, જિનવર કરું પ્રણામ. (૩)
ખરેખર..! કેવો છે આ શત્રુંજય કે નજરે જોવા માત્રથી દુર્ગતિને દૂર કરી દે છે અને ભાવપૂર્વક ચડનારને ભવપાર ઉતારી દે છે. આવા ગિરિરાજના ચૈત્યવંદન પછી સ્તવન પણ આપણે એવું જ બોલવું છે ને...?
આજ મારાં નયણાં સફળ થયા, શ્રી સિદ્ધાચલ નિરખી; ગિરિને વધાવો મોતીડે, મારા હૈયામાં હરખી. આજ..(૧) ધન્ય ધન્ય સોરઠ દેશને, જિંહા એ તીરથ જોડી; વિમલાચલ ગિરનારને, વંદુ બે કરજોડી... આજ..(૨) સાધુ અનંતા ઇણગિરિ, સિધ્યા અણસણ લેઇ; રામ પાંડવ નારદ ઋષિ, બીજા મુનિવર કેઇ.. આજ...(૩) માનવ જન્મ પામી કરી નવિ એ તીરથ ભેટે; પાપ કરમ જે આકરા, કહો કેણી પરે મેટે.. આજ...(૪) તીર્થરાજ સમરુ સદા, સારે વાંછિત કાજ; દુઃખ દોહગ દૂર કરી, આપે અવિચલ રાજ... આજ...(૨) સુખ અભિલાષી પ્રાણીઆ, વંછે અવિચલ સુખડાં, માણેક મુનિ' ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુઃખડાં... આજ..(૬)
બસ...! હવે આપણે ગિરિરાજ ઉપર ચઢવાનું શરૂ કરશું, પણ... પ્લીઝ....! એક મિનિટ...! આ સિદ્ધાચલનો આધ્યાત્મિક અર્થ આપણા આત્માને માટે ઉપયોગી શું છે તે વિચારશું ને...?
“સિદ્ધાચલ એટલે આપણો આત્મા નિગોદથી કરીને આજ સુધી સીધો ચાલ્યો નથી. તેથી આપણે સિદ્ધ થયા નથી. એટલે સિદ્ધાચલ તીર્થ પોતાના નામથી જ આપણને જણાવે છે, હે આત્મા...! તું સીધો ચાલ...! જેથી ભવભ્રમણથી બચીને જલદી સિદ્ધિ પામી શકે. તો આજે આપણે ફક્ત દેવાધિદેવ, તીર્થંકર પરમાત્માને હૃદય સમક્ષ રાખીને ચાલવાનું છે.'
હા..! એટલું ધ્યાન રાખવાનું છે કે આવા પવિત્રતમ ગિરિરાજ ઉપર બુટચંપલ પહેરીને ચડાય નહિ, રસ્તામાં ઘૂંકાય નહિ, સંસારની વાતો કરાય નહિ, કંઇ પણ ખવાય નહિ. આટલી સાવધાની રાખીને ચઢવાનું છે, તો આ તીર્થ આપણને તારક બની શકે. તો ચાલો હવે ઉપર ચડીએ... બોલો આદિનાથ દાદા કી... જય...!
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૭