________________
• જંગલપાર :
સુરપુરમાં હરરાજા રાજય કરતો હતો. એક વખત ત્યાં શત્રુરાજા ચડી આવ્યો. તૈયારી નહિ હોવાથી રાજા હારી ગયો. તેથી શત્રુ રાજાનું સૈન્ય નગરમાં લૂંટફાટ કરવા લાગ્યું.
તે નગરમાં ધન નામે એક ધાર્મિક શેઠ રહેતા હતા. તેઓ પણ શત્રુના હાથમાં ઝડપાઈ ગયા. શત્રુએ તેમની પાસે ઘણા ધનની યાચના કરી. શેઠે કહ્યું : “બીજા બધા લોકોને છોડી દો તો હું તમને ઇચ્છા પ્રમાણે ધન આપીશ. પરંતુ શત્રુઓ માન્યા નહિ અને શેઠને મારવા લાગ્યા. ધન શેઠે સમતાપૂર્વક સહન કરતાં સાત દિવસ પસાર કર્યા તથા શ્રી શત્રુંજયનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કર્યું. તે ધ્યાનના પ્રભાવે એક વખત બધા દ્વારો પોતાની મેળે ઉઘડી ગયા અને અનેક સુભટોવાળા પણ તે પ્રદેશમાંથી ધનશેઠ હેમખેમ દૂર નીકળી ગયા.
ત્યાંથી આગળ ચાલતાં ધનશેઠ એક મહાઅટડીમાં આવ્યા. જંગલમાં ઘણા જંગલી પશુ વગેરે ભયસ્થાનો હોવા છતાં શેઠ શ્રી શત્રુંજયના ધ્યાનથી આગળ વધતા હતા. તેમાં... તેમને અત્યંત તરસ લાગી. આજુબાજ ક્યાંય પાણી નહિ જોવા છતાં શેઠ જરાપણ વ્યાકુળ ન થયા. શ્રી શત્રુંજયના ધ્યાનમાં સ્થિર રહ્યા. આથી તુષ્ટ થયેલી વનદેવીએ પ્રગટ થઈને કહ્યું, “શેઠ ! વરદાન માંગો.'
શેઠે કહ્યું : “મને જંગલથી પાર પમાડો અને સરોવર બતાવો.'
વનદેવી શેઠને તત્કાળ નગરમાં લાવી, ત્યાં પાણી પીને શેઠ સ્વસ્થ થયા. ત્યારપછી શત્રુંજય તીર્થે જઈ ઉલ્લાસથી પ્રભુભક્તિ કરી આત્મકલ્યાણ સાધ્યું. આ પ્રમાણે શત્રુંજયના સ્મરણથી, ધ્યાનથી વિવિધ ઉપદ્રવો પણ દૂર થાય છે.
શત્રુંજય ઉપર રસકૂપિકા કુંતલ નામના નગરમાં ધનદ અને ધનવતી નામના શેઠ-શેઠાણી રહેતા હતા. તેમને સોમ, અમર, શ્રીદ અને સુંદર નામે ચાર પુત્રો હતા. તે ચારેને શેઠે સારા ભણાવ્યા. યૌવનવયમાં આવતાં પરણાવ્યા. ભાગ્યયોગે બધા જ પુત્રો પુત્રવધુઓને આધીન થયા. શેઠ-શેઠાણીની દરકાર કોઈ નથી કરતું. તેથી આજીવિકા માટે પણ શેઠે પોતે જ મહેનત કરવી પડે છે.
એક દિવસ શેઠને બાલપણાનો મિત્ર મળી ગયો. તેણે શેઠની આવી હાલત જોઈ કારણ પૂછ્યું. શેઠે આપવીતી કહી. મિત્રે આશ્વાસન આપીને કહ્યું, “તમારા બધા પુત્રોને હું બુદ્ધિથી પાછા વાળીશ.” શેઠ પણ સંતોષ પામ્યા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર - ૩૭૨