________________
કરી શક્યો નહિ અને છેવટે નમ્ર બનીને વારંવાર નમવા લાગ્યો તથા શાંત થઇને સન્મુખ ઉભો રહ્યો. ક્યાંય જતો પણ નથી. તે જોઇ ચારે મિત્રો આશ્ચર્યચકિત થયા.
આ અવસરે ત્યાં અકસ્માતુ કોઈ જ્ઞાની મુનિ પધાર્યા. તે ચારે મિત્રોએ તેમને વંદન કર્યું. ત્યારબાદ પોતાના હૈયાનો સંશય પૂછ્યો કે, “આ હાથી કેમ આટલો સ્નેહ બતાવે છે ?'
ગુરુભગવંતે કહ્યું, “ભૂમંડન નામના નગરમાં તમે પાંચ મિત્રો હતા. તેમાં ચાર જૈનધર્મ પ્રત્યેની રૂચિવાળા હતા. તમારો પાંચમો મિત્ર ધરણ ધર્મની અરુચિવાળો હતો. તેને તમે ઘણું સમજાવતા કે ધર્મ કરવા જેવો છે, પણ તે પ્રમાદી મિત્ર સાંભળતો નહિ. નાની ઉંમરમાં જ અકસ્માત મૃત્યુ પામીને તે આ હાથી બન્યો છે. ભાગ્યયોગે તમે ચારે અહીં આવ્યા. તમને જોઇને તેને જાતિસ્મરણ દ્વારા પૂર્વભવનું સ્મરણ થયું છે. હવે, આ હાથી અનશન કરીને સદ્ગતિ પામવાની ભાવનાવાળો છે.
હાથી પણ સિદ્ધગિરિના ધ્યાનમાં રહી, જીવનપર્યત અનશન કરી, મરીને પહેલા દેવલોકમાં દેવ થયો.
આ બાજુ આ ચારે મિત્રો કદલીપુરમાં આવ્યા. ત્યાં ઘણું ધન કમાયા. તેમાંથી શ્રી શત્રુંજય ઉપર ઘણું ધન વાપરી, સાત છઠ્ઠ, એક અટ્ટમ કરીને ઘણા કર્મો ખપાવ્યા. પ્રાંતે મૃત્યુ પામી ચારેય મિત્રો પહેલા દેવલોકમાં મિત્રદેવની પાસે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને પાંચે મિત્રો ભોગપુરમાં જિનદત્ત શેઠના વિનયથી યુક્ત પાંચ પુત્રો થયા. અનુક્રમે વ્રત સ્વીકારી, શ્રી શત્રુંજય તીર્થમાં જઈને તપ કરી, સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં ગયા. • સમુદ્રપાર :
તામ્રલિપ્તી નગરીમાં સોમ નામે શેઠ હતા. એક વખત તેઓ મિત્ર સહિત ધન કમાવવા સમુદ્ર માર્ગે ચાલ્યા. અનુક્રમે તેઓ મનોહરદ્વીપમાં ગયા. ત્યાં સાઠ લાખ પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કરી પાછા વળતા હતા. ત્યારે સમુદ્રમાં અચાનક તોફાન જેવું વાતાવરણ થયું. તે જોઇ સોમશેઠે બધાને શ્રી શત્રુંજયનું એકાગ્રચિત્તે સ્મરણ કરવા કહ્યું. સોમશેઠ પણ તેમાં નિશ્ચલ મનવાળા થયા.
શત્રુંજયના ધ્યાનના પ્રભાવે સમુદ્રમાં તોફાની પવન શાંત થઈ ગયો. અનુકૂળ પવન વા વા લાગ્યો અને સરળ માર્ગે વહેતું વહાણ કિનારે આવ્યું.
શ્રી શત્રુંજયના ધ્યાનપૂર્વક સોમશેઠ બાર વર્ષ સમુદ્રમાં જઇને ઘણું ધન ઉપાર્જન કરી નગરમાં હેમખેમ પાછા આવ્યા. સાતે ક્ષેત્રોમાં તથા શ્રી શત્રુંજય તીર્થે ઘણું ધન વાપરી, સર્વ કર્મ ખપાવીને મોક્ષમાં ગયા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૧