________________
I'સર્વ ઉપદ્રવ હરનાર : શત્રુંજય |
શત્રુંજયના સ્મરણથી પાણીનો ઉપસર્ગ, અગ્નિનો ઉપદ્રવ, હાથીનો ઉપદ્રવ દૂર થાય છે. સમુદ્રથી પાર પમાય છે. જંગલમાંથી પાર ઉતરાય છે. તે દરેક વિશે પૂ. મહોદયસાગરજી મ. સંકલિત શત્રુજય કલ્પવૃત્તિ ભાષાંતર ભાગ-૨ના આધારે લીધેલ કથા સંક્ષેપમાં જણાવાય છે - • પાણીનો ઉપસર્ગ :
કાંતિનગરીમાં ધનરાજા હતો. તેને મીનધ્વજ નામે કુમાર હતો. તે શત્રુંજય પ્રત્યે ખૂબ ભક્તિવાળો હતો. ધનરાજાએ મીનધ્વજને રાજય સોંપી સંયમ લીધું. નિરતિચાર પાળીને ચોથા દેવલોકમાં ગયો. તેના નગરમાં એક વખત નદીનું ભયંકર પૂર આવ્યું. આખી નગરીમાં પાણી ફરી વળ્યું. લોકોનું જીવન સંદેહમાં પડ્યું. આવા સમયે મીનધ્વજ રાજા અને નગરલોકો શત્રુંજયના ધ્યાનમાં એકાગ્રચિત્તવાળા થયા. તેના પ્રભાવથી નદીનું પૂર ઓસરી ગયું. નગરમાં ચારે તરફ શત્રુંજયનો જયજયકાર થયો.
- ત્યાર પછી મીનધ્વજ રાજાએ સંઘસહિત શત્રુંજયની યાત્રા કરી. અનુક્રમે શ્રી શત્રુંજયના ધ્યાનથી કર્મોનો ક્ષય કરી રાજા તે જ ભવમાં મુક્તિ પામ્યા. • અગ્નિનો ઉપદ્રવ :
વૈતાઢય પર્વત ઉપર વ્યોમવલ્લભ નગરમાં શ્રીપ્રભ નામે વિદ્યાધર રાજા હતો. તેને શત્રુંજય પ્રત્યે અત્યંત ભક્તિ હતી.
એક વખત તેના નગરમાં અગ્નિ ઉત્પન્ન થયો. ઉપાયો કરવા છતાં તે અગ્નિ બુઝાતો નથી. ત્યારે શ્રીપ્રભ વિદ્યાધરે પ્રજા સહિત શ્રી શત્રુંજયનું ધ્યાન કર્યું. તીર્થનું સ્મરણ કરવાથી અગ્નિ બૂઝાઇ ગયો. નગરીમાં સર્વત્ર શાંતિ-આનંદ ફેલાયા. તરત જ શ્રીપ્રભે વિમાનમાં બેસી, શત્રુંજયે જઇને શ્રી યુગાદીશપ્રભુની પૂજા-ભક્તિ કરી. અનુક્રમે આદરપૂર્વક સંયમ સ્વીકારી, તપ કરીને કર્યો ખપાવી મુક્તિપુરીમાં ગયો. • હાથીનો ઉપદ્રવ :
ભૂમંડન નગરમાં ચંદ્ર, વીર, સૂર અને અમર નામના ચાર મિત્રો રહેતા હતા. તેઓ ચારેએ સાથે વિદ્યાભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ ચારે ધન મેળવવા માટે પરદેશ ચાલ્યા.
ઘણે દૂર ચાલ્યા પછી એક જંગલ આવ્યું. નિર્ભયપણે તે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક મદોન્મત્ત હાથી દૂરથી તેમની સામે આવ્યો. “હાથી નિચે આપણને હણી નાંખશે.” આ પ્રમાણે વિચારતા તે ચારે મિત્રોએ શ્રી શત્રુંજય પ્રત્યેની શ્રદ્ધાથી તેનું સ્મરણ કર્યું. શત્રુંજ્યના ધ્યાનમાં દઢપણે ઉભેલા તેઓને હાથી કાંઇપણ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૦