________________
મિત્રે સમજાવીને તથા કળથી છોકરાઓને માતૃ-પિતૃભક્ત બનાવ્યા. તેથી ત્રણ છોકરાઓ શેઠ પાસે આવ્યા અને માતા-પિતા બંનેને પ્રેમથી સાચવે છે. નાનો પુત્ર સુંદર કમનસીબે સાવ નિધન થઈ ગયેલો. તેથી લજ્જાથી તે પિતા પાસે ન આવતાં પરદેશ ગયો. ચાલતાં ચાલતાં તે શત્રુંજયની નજીક આવ્યો. ત્યાં પર્વતોની હારમાળા વચ્ચે એક ગુફા જોઈ ત્યાં પહોંચ્યો. તે ગુફાની અંદર સાધુમહાત્માઓને સ્વાધ્યાય કરતાં જોયા.
તેમાં મુખ્ય સાધુભગવંત શ્રી શત્રુંજયનું માહાભ્ય કહી રહ્યા હતા. સુંદરે તે વખતે આ પ્રમાણે સાંભળ્યું કે, “શ્રી શાંતિનાથ ભગવાનની આગળ છઠ્ઠનો તપ કરી, પારણામાં ફક્ત ૨૦ અડદ જે ખાય અને શ્રી શાંતિનાથ ભગવાનના ધ્યાનમાં રહે તેને રસકૂપિકાનો અધિષ્ઠાયક દેવ દર્શન આપે. ત્યારપછી તે શ્રી શાંતિનાથ ભગવાનના ચૈત્યની આગળ ત્રીસ હાથ જેટલી ભૂમિ ગયા પછી, સાત હાથ પ્રમાણ ઉડી સોના-રૂપાની એ ખાણો છે. ત્યાંથી સો હાથ દૂર પૂર્વ બાજુએ આઠ હાથ ઉંડી સિદ્ધરસ ભરેલી કૂપિકા બતાવે છે.
તે ઉપરાંત... શ્રી ઋષભદેવપ્રભુના બિબથી પૂર્વદિશામાં નીચે ઋષભકૂટ છે. ત્યાંથી ત્રીશ ધનુષ જેટલું ચાલ્યા પછી ત્રણ ઉપવાસ કરવા તથા બલિવિધાન કરવું તો “વૈરોટ્યા દેવી' પ્રત્યક્ષ થાય. ત્યારપછી તેની આજ્ઞા વડે ત્યાં શિલા ઉપાડીને ૧ ઉપવાસ કરવો. તેનાથી સર્વસિદ્ધિઓ થાય તથા ત્યાં ગુફામાં રહેલી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાના જે દર્શન કરે તે એકાવતારી થાય.
ત્યાંથી ૫૦૦ ધનુષ આગળ જતાં સાત પત્થરની કુંડીઓ છે. ત્યાં સાત પગલા જઈને બલિનો વિધિ કરવો. ત્યાર પછી બે ઉપવાસ કરવાથી રસકૂપિકાનો અધિષ્ઠાયક યક્ષ પ્રત્યક્ષ થાય.'
આ સર્વ વાત સુંદર શ્રેષ્ઠીપુત્ર અવધારી લીધી અને ગિરિરાજના તે સ્થાને જઈ તે પ્રમાણે તપ કર્યું. તેથી કૂપિકાનો અધિષ્ઠાયક દેવ પ્રગટ થયો. તેણે કૂપિકા બતાવી. તેમાંથી સુંદરે ત્રણ ભાર રસ ગ્રહણ કર્યો. ત્યાંથી નગરમાં આવી તેમાંથી અઢળક સુવર્ણ બનાવ્યું.
ત્યારબાદ માતા-પિતાની ખૂબ ભક્તિ કરી. એક મોટો જિનપ્રસાદ બંધાવ્યો. તેમાં ત્રીસભાર પ્રમાણ સોનાની શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી તથા શત્રુંજય પર્વત ઉપર પણ શ્રી શાંતિનાથ પ્રભુની સુવર્ણની પ્રતિમા ભરાવી. ત્યારબાદ પરિવાર સહિત ઘણીવાર શત્રુંજયની યાત્રા કરી. તેમાં એક દિવસ શ્રી શાંતિનાથ પ્રભુનું ધ્યાન ધરતાં સુંદરને ગૃહસ્થજીવનમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૩