________________
કઈ જાણી લો આ વાત
• સોળમા ઉદ્ધારક : વિધામંડનસૂરિજી અને કમશિા •
શત્રુંજય તીર્થનો ૧૩મો ઉદ્ધાર વજસ્વામીજી અને જાવડશાએ કર્યો. ૧૪મો ઉદ્ધાર હેમચન્દ્રસૂરિજી અને બાહડ મંત્રીએ કર્યો. તે વખતે લાકડાનું દેરાસર દૂર કરીને આરસપહાણનું બનાવ્યું, જે આજે પણ વિદ્યમાન છે, જેની ભમતીઓને શિલાઓથી બંધ કરીને મંદિરને સુરક્ષિત કરાયું છે. ૧૫મો ઉદ્ધાર સિદ્ધસેનસૂરિજી અને સમરાશાએ કર્યો. આ જિનબિંબના યવનો (મુસ્લિમો)એ હુમલો કરીને ટુકડા કરી નાખ્યા. જૈનોએ મહામુસીબતે મસ્તક મેળવી લીધું. હવે મૂળનાયક ભગવંતની જગાએ મસ્તક મૂકીને તેની સેવા થવા લાગી. ત્યારપછી જે ૧૬મો ઉદ્ધાર વિદ્યામંડનસૂરિજી અને કર્માશાએ કર્યો, તે રોમાંચક વૃત્તાંતને આપણે જોઇએ.
ચિત્તોડમાં તોલાશા નામના શ્રદ્ધાળુ અને ખૂબ શ્રીમંત જૈન વસતા હતા. તેમને જ્યારે ખબર પડી કે તીર્થપતિ પરમાત્મા આદિનાથનું કપાઈ ગયેલું માત્ર મસ્તક પૂજાય છે ત્યારે તે વાત સાંભળતાં જ તેઓ આઘાતથી બેભાન થઈ ગયા. ભાનમાં આવીને ખૂબ રડ્યા. તે વખતે ચિતોડમાં મહાત્મા વિદ્યામંડનજી વિદ્યમાન હતા. તે જબરા સાધક હતા. જિનાજ્ઞાના કટ્ટર પાલક હતા. તેમની પાસે ઉપાશ્રયે સાંજનું પ્રતિક્રમણ કર્યા બાદ તોલાશાએ પોતાની વ્યથા ઠાલવી. ફરીથી પરમાત્મા આદિનાથને ગાદીનશીન કરવા માટે વિનંતી કરી. જે કાંઈ ધનવ્યય થાય તે તમામ પોતે ભોગવશે તેમ જણાવ્યું.
સૂરિજીને તોલાશાના નસીબમાં તીર્થોદ્ધારનું કાર્ય ન જણાયું; પરંતુ તેમના છે પુત્રોમાંના સૌથી નાના કિશોર કર્યાશાના લલાટ ઉપર તે તેજ જણાયું. તેમણે તોલાશાને એ વાત કરીને કમશાને મંત્રસાધનાની તાલીમ આપવાનું શરૂ કર્યું. કર્માશાનાં કેટલાંક વર્ષો મંત્રસિદ્ધિ મેળવવામાં ગયાં. કર્માશાનો આત્મા ઉત્તમ દશાને પામ્યો. વિદ્યામંડનસૂરિજીને તેની સાધનાથી પૂર્ણ સંતોષ હતો. તેમની ધારણા મુજબ કર્માશાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી.
યોગ્ય સમયે જિનબિંબનું વિધિવત્ નિર્માણ થયું. હવે જ્યારે અંજનવિધિને છે માસની વાર હતી ત્યારે મલિનતત્ત્વોના સંભવિત ઉપદ્રવોને શાંત રાખવા માટે સૂરિજીએ પોતાના બે વિશિષ્ટ કક્ષાના આરાધક શિષ્યોને ઉપવાસ સાથે ચિંતામણિ મંત્રનો જાપ શરૂ કરાવ્યો. કમશાને પણ તે મંત્રજાપ આપ્યો.
આથી તમામ મલિનતત્ત્વો ભાગી છૂટ્યાં. સમ્યગૃષ્ટિ દેવોનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૭