________________
સૂરિજી, ખંડેરક ગચ્છના શ્રી સુમતિચંદ્રાચાર્ય, ભાવડા ગચ્છના શ્રી વીરસૂરિજી, સ્થિરાપદ્રગચ્છના શ્રી સર્વદવસૂરિજી, બહ્યાણગચ્છના શ્રી જગચંદ્રસૂરિજી, નિવૃત્તિગચ્છના શ્રી આમ્રદેવસૂરિજી, નાણકગચ્છના શ્રી સિદ્ધસેનાચાર્ય, બૃહતગચ્છના શ્રી ધર્મઘોષસૂરિજી, નાગેન્દ્રગચ્છના શ્રી પ્રભાનંદસૂરિજી તથા શ્રી વિનયચંદ્રાચાર્ય, શ્રી હેમચંદ્રાચાર્ય પરંપરાના શ્રી વજસેનાચાર્ય. આ સિવાય ઉપાધ્યાયો-પદો મુનિવરોસાધ્વીગણ તથા શ્રાવક-શ્રાવિકાગણ તો અપરિમિત હતો.
પ્રભુના ગુણગાન ગાતો શ્રીસંઘ અનુક્રમે પાટણથી શેરીસા, અમદાવાદ, સરખેજ, ધોળકા વગેરે ભૂમિની સ્પર્શના કરતો શત્રુંજય તીર્થે પધાયો.
ગિરિરાજનાં સુભગદર્શન થતાં સંઘે સોનારૂપાના ફુલડે તેને વધાવ્યો. બધા ગિરિરાજ ઉપર આવ્યા. સમરાશાનો નૂતન પ્રતિમા અને જીર્ણોદ્ધાર જોઈ આનંદનો પાર ન રહ્યો. ગિરિરાજ પર અષ્ટાન્ડિકા મહોત્સવ કર્યો. નૂતન કપર્દીયક્ષનું, શાસન દેવી ચક્રેશ્વરી તથા અંગારશા પીરનું યથેચ્છાપૂજન કરી રેશમી વસ્ત્ર ચડાવ્યા.
સંઘ ૨૧ દિવસ રોકાયો. મંગલ મુહૂર્ત આચાર્ય ભગવંતોના હસ્તે મંત્રોચ્ચારપૂર્વક નૂતન પ્રતિમાની પ્રતિષ્ઠા વિધિ થઈ. સમરાશાએ પ્રતિષ્ઠા બાદ એક હજાર ગવૈયા-ભાટચારણો વગેરેને છૂટા હાથે દાન આપ્યું. મુનિવરોનું પણ યોગ્ય બહુમાન કર્યું. આ જીર્ણોદ્ધારમાં તે શ્રેષ્ટિએ ૨૭ લાખ - ૭૦ હજાર દ્રવ્ય વાપર્યું.
જ્યારે સંઘ પાટણ પાછો ફર્યો ત્યારે તે શ્રેષ્ટિએ સમગ્ર પાટણનું સ્વામીવાત્સલ્ય કર્યું.
ત્યાર બાદ સં. ૧૩૭૫માં પોતાના ગુરુવર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી અને સાત સંઘપતિ તથા બે હજાર યાત્રિકયુક્ત સર્વ તીર્થની યાત્રા સંઘ કાઢયો. તેમાં ૧૦ લાખ દ્રમ વાપર્યું. માર્ગમાં મોગલોએ પકડેલ દાસોને છોડાવ્યા.
ત્યાર બાદ દિલ્હીની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યો. તે સમયે સમરાશાએ દક્ષિણનાં તોફાન શમાવ્યાં. તેની કદરરૂપે ગ્યાસુદ્દીને સમરાશાને તેલંગનો સુબો બનાવ્યો. સમરાશાએ સત્તા હાથમાં આવતાં જ ૧૧ લાખ નિરપરાધી તુકને છોડી મૂક્યા. વેપારમાં વેપારીઓને લાભ થાય તેવા કાયદા કરાવ્યા. પાંડુદેશના રાજા વીરવલ્લભને મુક્ત કરાવ્યો અને પોતાના રાજ્યમાં સ્થળે સ્થળે જિનમંદિરો કરાવ્યાં. આમ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કરી સમરાશા સ્વર્ગે ગયા. “ફુલ જાય ફોરમ રહી જાય.' એ ન્યાયે એમના ધર્મકાર્યોની સૌરભ આજે પણ જૈનશાસનમાં અખંડ છે.
ધન્ય સમરાશા ! ધન્ય તારી ભાવના...
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૩૬