________________
શુભ મુહૂર્ત નજીક આવ્યું. સૂરિજી અઠ્ઠમ કરીને ધ્યાનસ્થ બન્યા. વીતરાગપ્રાયઃ અવસ્થામાં સ્થિર થતાંની સાથે તેમણે બિંબને અંજન કરીને તેમાં પ્રાણાર્પણ કર્યું. એ જ સેકંડે દેવો તે પરમાત્માના અધિષ્ઠાતા બન્યા. તે વખતે હજારો પુણ્યાત્માઓની ઉપસ્થિતિમાં સાત વખત જિનબિંબે (પરમાત્માએ) શ્વાસોચ્છવાસ લીધા. આ દશ્ય જોઇને આખો ય સંઘ હર્ષની ચિચીયારીથી ઓળઘોળ થઇ ગયો. સહુ ત્યાં નાચવા લાગ્યા.
પ્રતિષ્ઠા મહોત્સવ વિધિવત્ સંપન્ન થયો. હાલમાં આ જિનબિંબની પૂજા જૈનસંઘ કરે છે.
(ઇતિ સોલસમો ઉદ્ધાર:)
| અંતિમ કથન આ પ્રમાણે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિના મહિમાનું કીર્તન કરવાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી મિથ્યાત્વને નાશ કરનાર એવું નિર્મલ સમ્યક્ત્વ પ્રાપ્ત થાઓ. આ ગ્રંથમાં અજ્ઞાનતા અને પ્રમાદથી જે કાંઈ ન્યુનાધિક મારાથી કહેવાયું હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. સિદ્ધાચલ પર શોભાયમાન શ્રી આદીશ્વર પ્રભુ પ્રતિદિન સર્વનું રક્ષણ કરો. શ્રી ચંદ્રગચ્છમાં ચંદ્રસમાન અને પ્રભાવશાળી ગુણોને ધારણ કરનાર શ્રી ધનેશ્વરસૂરિએ તીર્થનો ઉદ્ધાર કરનાર, આહંદુ ધર્મનાં આરાધક શ્રી શિલાદિત્યરાજાના અતિ આગ્રહથી શ્રી શત્રુંજયગિરિરાજનું માહાભ્ય કહેલું છે. જયાં સુધી જનસમુહને સુખ આપનાર શ્રી જૈનધર્મ ત્રણ જગતમાં જાગૃત રહે અને જ્યાં સુધી અંધકારનો અંત કરનાર, ચંદ્ર-સૂર્ય આકાશમાં ઉદય પામે ત્યાં સુધી તે તે પુરુષરત્નોના ચારિત્રથી અલંકારરૂપ અને વિવિધ રસનો સાગર એવો આ ગ્રંથ પૂર્ણ ઉદયથી વૃદ્ધિને પામો.
માંડવગઢના પેથડશા માંડવગઢના રાણા જયસિંહના મંત્રી પેથડશા હતા. તેમણે પૂ. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૨૦માં શત્રુંજયનો સંઘ કાઢ્યો અને ગિરિરાજ પર “સિદ્ધકોટાકોટી' નામે મંદિર બંધાવેલ તથા માંડવગઢમાં ૧૮ લાખના ખર્ચે “શત્રુંજ્યાવતાર' નામે મંદિર બંધાવેલ.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૩૮