________________
ઇન્દ્રિયથી જીતાએલા મને ધિક્કાર છે ! કે જે મેં શિથિલપણાથી ધર્મરૂપી રત્નને મલીન કરી નાખ્યું, પ્રતિક્રમણ કરતાં એવા આ પંથકે મારી નિદ્રા તથા તંદ્રાને દૂર કરવા દ્વારા મોહાંધકાર દૂર કરાવીને મને દ્રવ્ય તથા ભાવ એમ બે પ્રકારે જાગૃત કર્યો છે.' આ રીતે આત્મ ગર્હણા કરી દોષનો પરિગ્રહ છોડીને શૈલકસૂરિજી પોતાના પરિવાર સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ઘણા લોકોનો અનુગ્રહ કરીને પ્રાંતે શૈલકસૂરિજીએ શત્રુંજયગિરિ પર જઇ અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે કેવળજ્ઞાનથી નિર્મલ થઇ પાંચસો મુનિઓની સાથે તેઓ પણ મોક્ષે ગયા.
આ પ્રમાણે થાવાપુત્ર, શુકાચાર્ય અને શૈલક વગેરે મુનિપતિઓ શત્રુંજયતીર્થ ઉપર મોક્ષ પામ્યા છે. તેથી આ તીર્થ અતિવંદનીય છે અને નામગ્રહણ માત્રથી પણ પ્રબળ કર્મનાં મર્મને ભેદનારું છે.
બારમા ઉદ્ધારક
પાંડવો
આ તરફ શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી શત્રુંજયગિરિનું માહાત્મ્ય સાંભળીને પાંડવોએ પોતાનાં જન્મને સાર્થક કરવા માટે તે તીર્થની યાત્રા કરવાનો મનોરથ કર્યો. તે વખતે તેમના પિતા પાંડુએ સ્વર્ગમાંથી આવીને પ્રીતિથી કહ્યું કે, ‘હે વત્સો ! આ તમારો મનોરથ સારા પરિણામવાળો થશે, માટે તમે શુદ્ધ હૃદયથી પુંડરીકગિરિની યાત્રા કરો, તેમાં પુણ્યવાન એવા તમને હું સહાય કરીશ.' પિતાની આવી આજ્ઞા થવાથી પાંડવોએ પ્રસન્ન થઇને યાત્રાને માટે સર્વ રાજાઓને નિયંત્રણ કર્યું. એટલે તે સર્વ રાજાઓ હર્ષ પામી ઘણી સમૃદ્ધિ અને બહુ પરિવાર સાથે લઇને હસ્તીનાપુર આવ્યા. પાંડવોએ તેમનો સારો સત્કાર કર્યો. પછી શુભદિવસે મણિમય પ્રભુના બિંબયુક્ત સોનાના દેવાલયને સંઘની આગળ રાખીને સૈન્ય અને વાહનો સહિત તેમણે હસ્તિનાપુરથી પ્રયાણ કર્યું.
માર્ગમાં સાધર્મિકવાત્સલ્ય, ગુરુ, જ્ઞાન અને દેવની પૂજા તથા જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કરતા કરતા તે પાંડવો સિદ્ધગિરિજી તરફ ચાલ્યા. સુરાષ્ટ્ર દેશના સીમાડા સુધી સામા આવીને પ્રીતિવાળા પાંડવોને યાદવો સહિત કૃષ્ણ આનંદથી મળ્યા. ત્યાંથી આગળ ચાલતાં તીર્થની સમીપે આવીને તેઓએ વિધિપૂર્વક તીર્થપૂજા અને સંઘપૂજા કરી. હર્ષથી શત્રુંજયગિરિ ઉપર ચડ્યા. મુખ્ય શિખરને અને રાજાદની વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરીને સુ૨-અસુરોએ પૂજેલી પ્રભુની પાદુકાને તેમણે પ્રણામ કર્યા. પછી કૃષ્ણે અને યુધિષ્ઠિરે વરદત્ત ગુરુની સાથે હર્ષપૂર્વક યુગાદિ પ્રભુના ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યારે પાષાણોની સંધિ શિથિલ થવાથી જેમાં તૃણાંકુર ઊગેલા છે, એવું જીર્ણ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૦૭