SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર શિષ્યોથી પરિવરેલો શુકપરિવ્રાજક સુદર્શનની સાથે નીલ અશોકવનમાં ગયો. ત્યાં રહેલા થાવચ્ચાપુત્ર આચાર્ય મહારાજને જોઇ શુકપરિવ્રાજકે પોતાના ધર્મના સ્થાપનપૂર્વક શુકપરિવ્રાજકને તેના પ્રશ્નોનો ક્રમપૂર્વક જવાબ આપીને નિરુત્તર કરી દીધો. જેથી તત્કાળ શુક તાપસે પોતાના સર્વ શિષ્યોની સાથે સુંદર ચરિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે તેઓ સૂરિપદ પામ્યા. ભવભીરુ થાવચ્ચાપુત્ર આચાર્ય મહારાજ પોતાનો અંતસમય નજીક જાણી શ્રમરહિતપણે સિદ્ધિગિરિ તીર્થ પર આવ્યા અને અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે તીર્થનાં માહાત્મ્યથી જિનધ્યાનમાં પરાયણ એવા તેઓ સર્વ પરિવાર સાથે મોક્ષપદ પામ્યા. શુકાચાર્ય વિહાર કરતાં શૈલક નગરે પધાર્યા અને ત્યાંના રાજા શૈલકને પાંચસો મંત્રીઓ સહિત પ્રતિબોધ કરી દીક્ષા આપી. મહાતપશ્ચર્યા કરનાર શૈલકમુનિ દ્વાદશાંગી ભણીને અનુક્રમે સૂરિપદ પામ્યા અને પોતાના ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરવા લાગ્યા. શુક આચાર્ય પણ ચિરકાલ પૃથ્વી પર વિહાર કરી શત્રુંજય તીર્થ ઉપર આવી અનશન લઇ કેવળજ્ઞાન પામ્યા અને એક માસને અંતે જ્યેષ્ઠમાસની પૂર્ણિમાએ એક હજાર મુનિઓ સહિત અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને નિર્વાણ પામ્યા. શૈલકાચાર્યને સંયમીપણામાં અકાળે ભોજન કરવાથી શરીરમાં રોગો ઉત્પન્ન થયા. તેઓ ફરતા ફરતા શૈલકનગરે આવ્યા. તેઓનો સંસારીપુત્ર મદુક રાજા પોતાના પિતા મુનીશ્વરને આવેલા જાણીને પરિવાર સાથે સામો ગયો. ભક્તિથી તેમને વંદના કરી અને તેમની વાણી સાંભળીને શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. પછી ગ્લાન થયેલા પિતામુનિને નમસ્કાર કરીને તે રાજા બોલ્યો, ‘હે ગુરુદેવ ! જો આપની આજ્ઞા હોય તો હું વૈદ્યો પાસે આપની નિર્દોષ ચિકિત્સા કરાવું ?' આ પ્રમાણે કહી તેમની આજ્ઞા મેળવીને મદુકે વૈદ્યોને બોલાવી તેમનો ઉપચાર કરાવ્યો. ત્યાં બહુ દિવસ રહેવાથી આચાર્ય રસમાં લોલુપ થયા. તેથી એક પંથક નામના શિષ્યને ત્યાં મૂકી બાકીના સર્વ મુનિપરિવારે અન્યત્ર વિહાર કર્યો. એક વખતે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે તે પંથકમુનિને પ્રતિક્રમણ કરતાં સવારથી સૂઇ ગયેલા ગુરુને ખામણા ખામતાં પોતાના મસ્તકનો તેમનાં ચરણ સાથે સ્પર્શ થયો. ‘મને કોણ જગાડે છે ?' એમ બોલતા ગુરુ ઊઠ્યા. એટલે પંથકમુનિએ વિનયથી કહ્યું, ‘હે પૂજ્ય ગુરુદેવ ! આજે ચાતુર્માસ પૂર્ણ થયેલ હોવાથી તમને ખામણા કરવાના કારણે મેં સ્પર્શ કર્યો છે, તેથી મને ધિક્કાર છે. હે ક્ષમાવાન્ ગુરુ ! તે મારા અપરાધને આપ ક્ષમા કરો.' આવો તેનો વિનય જોઇ ગુરુ મનમાં લજ્જા પામ્યાં અને ચારિત્રને દૂષણ લગાડનારા પોતાના આત્માને અત્યંત નીંદવા લાગ્યા, ‘રસના શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૦૬
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy