________________
પામીને તે અંબિકાનો સિંહરૂપે વાહન થનારો દેવ થયો. પછી અવધિજ્ઞાનથી પૂર્વભવ સંભારી તે અંબિકાદેવી તત્કાળ શ્રી રૈવતાચળ તીર્થ ઉપર આવી. • શ્રી નેમિનાથ પ્રભુનાં સમવસરણમાં અંબિકાદેવીનું આગમન :
એ સમયે શ્રી અરિષ્ટનેમિ ભગવાનને ઘાતી કર્મોના નાશથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. દેવોએ સમવસરણ રચ્યું. તેથી તે પ્રભુનાં સમવસરણમાં વેગથી જઈને અંબિકાદેવીએ ધર્મદેશના સાંભળી.
“જગતમાં ધર્મ, કારણ વગરનો બંધુ, જગદ્વત્સલ, પીડાનો નાશ કરનાર અને ક્ષેમંકર છે. તે ધર્મરૂપી વૃક્ષની મુખ્ય ચાર શાખા છે. તેમાં સત્પાત્રને દાન આપવું તે પ્રથમ શાખા છે, અખંડ શીલ પાળવું તે બીજી શાખા છે. સમસ્ત પ્રકારના વિપ્નભયને નાશ કરનાર તપ કરવો તે ત્રીજી શાખા છે અને સંસારનો નાશ કરનારી શુભ ભાવના ભાવવી તે ચોથી શાખા છે. સિદ્ધાચલ અને રૈવતાચળ વગેરે તીથની સેવા, દેવની પૂજા, સદ્ગુરુનું સેવન અને પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ એ ધર્મરૂપ વૃક્ષના પુષ્પાંકુર છે અને તેનું ફળ મુક્તિ છે. માટે શુભયોગ રૂપ શ્રેણી ઉપર ચડી ઉત્કૃષ્ટ સમતાને અંતરમાં રાખી, ઉદાર સત્વથી તે મુક્તિરૂપ ફળને ગ્રહણ કરી લેવું.'
આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુની વાણી સાંભળીને સર્વે પ્રાણીઓ પરમ તૃપ્તિ પામ્યા. તે સમયે વરદત્ત રાજાએ વૈરાગ્ય પામી બે હજાર સેવકોની સાથે વ્રત લીધું અને પરમાત્માનાં દશ ગણધરોમાં પ્રથમ ગણધર થયા. યક્ષિણી નામે રાજાની પુત્રી બીજી સ્ત્રીઓની સાથે પ્રવર્તિની થઈ. દશાહ, ભોજ, કૃષ્ણ અને બલભદ્ર પ્રમુખ શ્રાવકો થયા અને સ્ત્રીઓ શ્રાવિકા થઈ. એવી રીતે શ્રી નેમિનાથ પ્રભુનો ચતુર્વિધ સંઘ સ્થપાયો. પછી પ્રભુના મુખથી અંબિકાનું ચરિત્ર જાણી ભક્તિવાળા ઇન્દ્ર તે અંબિકાને શ્રી નેમિનાથ પ્રભુની શાસનદેવી સ્થાપી. • ગોમેધ યક્ષનું ચરિત્ર :
તે અવસરે સુગ્રામ નામે ગામમાં ગોમેધ વગેરે યજ્ઞ કરનાર ગોમેધ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. લાખો બ્રાહ્મણો તેની સેવા કરતા હતા. પાપના ઉદયથી તેની
સ્ત્રી અને પુત્રો મરણ પામી ગયાં અને કાળક્રમે તેના શરીરમાં પણ કોઢ રોગ ઉત્પન્ન થયો. જેથી તેના સર્વ અનુચર - સ્વજનોએ તેને ત્યજી દીધો. તેના શરીરમાંથી પરુ ઝરતું હતું, લાળ પડતી હતી. ધાતુઓ સૂકાઇ ગઇ હતી અને મક્ષિકાઓ આસપાસ ગણગણતી હતી. એવી સ્થિતિવાળા અને માર્ગમાં આળોટતા ગોમેધને જોઇને કોઇ શાંતમુનિ તેને કહેવા લાગ્યા, “હે ભદ્ર ! ધર્મની બુદ્ધિથી અને કુગુરુએ બતાવેલા મિથ્યા લાભથી તે યજ્ઞમાં જે ઘણા પ્રાણીઓનો ઘાત કર્યો છે તે ઉગ્ર પાપરૂપ વૃક્ષના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૧