SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં તો પુષ્પમાત્ર તે મેળવ્યાં છે, બાકી તેનાં ફળ તો દુર્ગતિમાં પડીને પ્રાપ્ત કરીશ. તેથી હજી પણ જો આ દુઃખથી ભય પામ્યો હોય તો તું જીવરક્ષામય શ્રી જિનવચનનો આશ્રય કર અને સર્વ પ્રાણીઓ પાસે પોતાના અપરાધની ક્ષમા માંગ. વળી તારા પૂર્વોક્ત પાપની શાંતિ માટે રૈવતાચલ તીર્થનું તું મનમાં સ્મરણ કર.” તે મુનિનાં વચન સાંભળી ગોમેધ બ્રાહ્મણ સમતા ભાવ પામ્યો અને પૂર્ણ સમાધિપૂર્વક મૃત્યુ પામી ક્ષણવારમાં ઉત્તમ ઋદ્ધિવડે પરિપૂર્ણ યક્ષપણે ઉત્પન્ન થયો. કહ્યું છે કે, “સાધુનું દર્શન પણ પુન્ય આપનારું છે. સાધુ તીર્થરૂપ છે. તીર્થની ભક્તિથી કાળક્રમે આત્મ કલ્યાણ થાય છે. જ્યારે સાધુનો સમાગમ તત્કાળ ફળે છે. તે મુનિના વચનથી ગૈલોક્રપતિ પ્રભુના ગુણોનું સ્તવન કરતો તે યક્ષ ધર્મથી અધિવાસિત થયો. તે ગોમેધ નામનો યક્ષ અંબિકાની જેમ ભક્તિથી ઉત્તમ પરિવારને લઇને રૈવતાચળ પર રહેલા શ્રી નેમિનાથ પ્રભુની પાસે આવ્યો અને પ્રણામ કર્યા. ત્યાં પ્રભુનાં વચન સાંભળીને તે પ્રતિબોધ પામ્યો અને ઇન્દ્રની પ્રાર્થનાથી તે શ્રી નેમિનાથ પ્રભુનાં શાસનમાં અંબિકાની જેમ લોકોને સર્વ ઇચ્છિત આપનાર અધિષ્ઠાતાની પદવીએ રહ્યો. - હવે શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરી અંજલી જોડીને ઇન્દ્ર પૂછ્યું, “હે સ્વામી! આ વરદત્ત કયા પુણ્યથી આપના ગણધર થયેલા છે?” ત્યારે કૃપાળુ પ્રભુએ ભવ્ય પ્રાણીઓને બોધ કરવા માટે તેમનો પૂર્વભવ કહ્યો. • વરદત્ત ગણધરનો પૂર્વભવ : ગઇ ઉત્સર્પિણીમાં સાગર નામે ત્રીજા તીર્થકર ભગવાન પૃથ્વી ઉપર વિચરતા હતા. એક વખત જિનેશ્વર દેવ ચંપાપુરીનાં ઉદ્યાનમાં સમવસર્યા. દેશનામાં પ્રભુએ મોક્ષસ્થાન સંબંધી પવિત્ર સ્વરૂપ જણાવ્યું કે, “પીસ્તાલીશ લાખ યોજનના વિસ્તારવાળી (લાંબી પહોળી) અને ઊંધા કરેલા છત્ર જેવી આકૃતિવાળી, ઉજવળ વર્ણની સિદ્ધશિલા છે. તેની ઉપર એક યોજનના 'ચોવીશમા ભાગમાં નિરંજન અને અનંતાનંત ચૈતન્યરૂપ સિદ્ધ ભગવંતો રહેલા છે. તેઓ અવિકૃત, અવ્યયરૂપ, અનંત, અચલ, શાંત, શિવ, અસંખ્ય, મહતું, અક્ષય, અરૂપ અને અવ્યક્ત છે. તેમનું સ્વરૂપ માત્ર જિનેશ્વર કે કેવળીભગવંત જાણે છે અથવા સર્વ કર્મનો નાશ થવાથી પોતે જ જાણી શકે તેવું અને વચન વડે અવાચ્ય એવું મુક્તિસુખ છે.' ૧. એક યોજના ૮૦૦૦ ધનુષ્ય, તેના ૨૪ ભાગ કરતાં ૩૩૩ ધનુષ્ય ને ૩૨ આંગળ થાય. એટલી સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૨
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy