________________
આગળ જતાં વનમાં સોમદેવે બે હાથમાં પુત્રોને ઉપાડીને ફરતી અભૂત પ્રભાવવાળી અંબિકાને જોઇ. એટલે તેને અછૂટ વણે કહ્યું, “બાલે ! એક ક્ષણવાર મારી રાહ જો, હું આવું છું.' તે સાંભળીને આગળ ચાલતી અંબિકાએ મુખકમલ પાછું વાળીને જોયું, ત્યાં તો તેણે સોમદેવભટ્ટને પોતાની પાછળ આવતો જોયો. એટલે તે વિચારવા લાગી કે, “અરે ! મારા કોઇ અકારણ વૈરીએ પ્રેરેલા તેઓ ક્રોધ કરીને મારી પાછળ આવે છે. હવે આ વનમાં હું કોનું શરણ લઇશ ? એ નિર્દય પુરુષ હમણાં જ મને બળાત્કારે પકડીને મારથી હેરાન કરશે. અહીં કોઇપણ મારો ત્રાતા નથી, અથવા અહીંથી જઇને ગૃહસ્થનાસમાં દાસવૃત્તિએ રહી મારે જીવવાની ઇચ્છા શા માટે રાખવી ? મેં મુનિદાન વડે જે પુણ્ય-દ્રવ્ય ઉપાર્જન કરેલ હોય, તે જ મારે પરલોકના પ્રમાણમાં ઉપયોગી થાઓ. આ ક્રૂર પુરુષ કદર્થના કરીને મને મારશે, તો તે પહેલાં જ હું મારા પ્રાણને સ્વેચ્છાથી છોડી દઉં.' એવો વિચાર કરી પડીને મરવાની ઇચ્છાએ તે કોઇ મોટા કૂવાના કાંઠા ઉપર આવીને ઊભી રહી. • અંબિકાની પ્રાર્થના :
પછી, “મુનિદાનના પ્રભાવથી શ્રી જિનેશ્વરના ચરણો, સિદ્ધ ભગવંતો, તે બે મુનિ અને દયાના ઉદયવાળો ધર્મ - તેનું મારે શરણ થાઓ. આ દાનના પ્રભાવથી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ રત્નોને જાણનારા, દેવને પૂજનારા, દાતાર, કુલમાં તથા સૌરાષ્ટ્ર દેશમાં મારો જન્મ થજો. તેમજ મને પ્રાણી પર અનુકંપા, દુઃખીજનની રક્ષા અને યોગ્યનો આશ્રય મળજો.”
આવી રીતે સત્વનો આશ્રય કરી, શ્રી જિનેશ્વરના ચરણકમલમાં પોતાનું ચિત્ત જોડી, અંબિકાએ બંને પુત્રોની સાથે સહસા તે કૂવામાં ઝંપાપાત કર્યો. તત્કાલ બીજા વેષમાં આવેલી હોય તેમ તે અંબિકા મનુષ્યદેહ છોડી દઇ, દેહની કાંતિથી કિરણોને વિસ્તારતી અને બંને પુત્ર સાથે આનંદી મુખકમલ ધરતી વ્યંતરદેવોને સેવવા યોગ્ય દેવી થઇ.
તેને કૂવામાં પડતી જોઈને નહિ નહિ' એમ પોકાર કરતો સોમદેવ જેવો કૂવા પાસે આવી પહોંચ્યો, તેવામાં તો પુત્ર સહિત વિશીર્ણ થઈ ગયેલી અંબિકાને તેણે કૂવામાં પડેલી જોઇ, તેથી તે ઘણો ખેદ પામ્યો. પછી કહેવા લાગ્યો કે, “અહા ! કોપને વશ થઈને આ તેં અકાળે શું કર્યું? કદી જડ જેવો હું આ કામ કરું, પણ તે વિદુષી થઇને આ શું કર્યું ? હે માનીનિ ! તારા વિના નિપ્પલ એવું આ કલંકી જીવિત હવે શા કામનું છે ? હું નિર્માગી અને હતાશ ઘેર જઇને સ્વજનોને મુખ શી રીતે બતાવું ?
સ્ત્રી અને પુત્રના મૃત્યુથી દુઃખી થયેલા મને હવે મૃત્યુ જ સુખકારી છે. દુઃખથી આકુલ થયેલા તેણે આ પ્રમાણે વિચારીને તે જ કૂવામાં ઝંપાપાત કર્યો. જેથી તત્કાળ મૃત્યુ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૦