________________
હતા, નર્તકીજન નાચતા હતા, બંદીજનો સ્તુતિ કરતા હતા, અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા. ભવનાટકનું ચિંતવન કરતા નેમિકુમાર પોતાના ઘેરથી રાજમાર્ગે થઇને અનુક્રમે ઉગ્રસેનના ભવન પાસે આવ્યા. • રાજીમતી અને સખીઓનો સંવાદ :
એ સમયે રાજીમતી સ્નાન કરી સર્વ આભૂષણોથી સજ્જ થઈને બેઠી. પોતાના વરના આવવાના વાજિંત્રો સાંભળી રાજીમતી અત્યંત પ્રફુલ્લિત થઈ. તેનો ભાવ જાણી સખીએ પૂછ્યું, “સખી રાજીમતી ! તે કયા તીર્થમાં જિનેશ્વરની આરાધના કરી હતી કે જેથી આવો ઉત્તમ વર પામી ? હે સુંદરી ! જેને દેવતાઓ નમસ્કાર કરે છે અને જે જગતના પ્રભુ છે. તે પ્રભુના આગમનનાં વાજિંત્રો વાગે છે. તે સાંભળ ! જો કે, તારા અંતરમાં રહેલા નેમિનાથને મેં જોયા છે. છતાં આવતા એવા તેમને તું જો. તેમજ જો તું પ્રસન્ન હો તો અમે પણ એમને માર્ગમાં આવતા જોઇએ.'
આ પ્રમાણે સાંભળી રાજીમતી સખીઓની સાથે ગોખમાં આવીને બેઠી. આંખ પહોળી કરી જોતી રાજીમતીને સખીએ કહ્યું, “હે સખી ! આ જો નેમિનાથ આવે છે. લોકોત્તર નેમિનાથને પોતાની દષ્ટિ વડે જોઈ રાજીમતી વિચારવા લાગી કે, “આ નેમિ જ મારા પતિ થાય છે તે મારું મોટું ભાગ્ય પરંતુ તે વખતે જ દક્ષિણ અંગ ફરકવાથી ભાવી અશુભને ચિંતવતી રાજીમતી બોલી, “સખી ! અત્યારે મને અપશુકન થાય છે, તેથી આ નેમિનાથ જેવા પતિ મને પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે.” સખી બોલી, “બહેન ! તારું અશુભ હણાઇ જાવ અને શાંત થાવ. જો, આ નેમિનાથ પ્રત્યક્ષ આવ્યા. હવે સંદેહ શો કરે છે ?' • પશુઓનો પોકાર - શ્રી નેમિનાથ પ્રભુએ રથને પાછો વાળ્યો -
લોકાંતિક દેવોનું આગમન :
આ પ્રમાણે રાજીમતી અને સખીઓ પરસ્પર વાત કરે છે. તેવામાં નેમિનાથ પ્રભુનો રથ ઉગ્રસેનનાં મંદિર પાસે આવ્યો. તે અવસરે નિર્વિકાર પ્રભુએ પ્રાણીઓનો કરુણ સ્વર સાંભળ્યો. વિવિધ જાતિના પશુઓ ઊંચાં મુખ કરીને પોતપોતાની ભાષામાં નેમિનાથ પ્રભુ પ્રત્યે જાણે કહેવા લાગ્યા કે, “ત્રણ જગતનું રક્ષણ કરનાર છે સ્વામી ! અમારી રક્ષા કરો, રક્ષા કરો.” પ્રભુ સર્વ જાણતા હતા. તો પણ તેમણે સારથીને પૂછ્યું કે, “આ પશુઓનો સમૂહ કેમ એકઠો કર્યો છે? અને તે શા માટે કરુણ સ્વરે રડે છે?”
સારથીએ નમન કરીને કહ્યું, “સ્વામી ! યાદવો આ પ્રાણીઓને વિવાહમાં ભોજનને માટે લાવેલા છે, તેના કહેવાથી દયાળુ પ્રભુ અંતરમાં અત્યંત દુભાણા અને ચિંતવવા લાગ્યા કે, “અહો ! આ લોકોએ આવું અકૃત્ય આરંભ્ય છે? કેવળ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૪