________________
આપાત માત્ર સુખને માટે આવું કાર્ય કોણ કરે? ક્ષણવાર પ્રકાશ મેળવવાને માટે અગ્નિથી પોતાનું ઘર કોણ બાળી નાંખે? માટે પાપકારી અને મુક્તિગૃહમાં જતાં ભૂંગળરૂપ આ બંધુવર્ગના સ્નેહનું અને ઇન્દ્રિયોના વિષયનું મારે કાંઇપણ પ્રયોજન નથી.' આવું ચિંતવી પ્રભુએ સારથીને કહ્યું, “રથને પાછો વાળ, હું માનવી સ્ત્રીને છોડી, અત્યંત સુખ આપનારી મુક્તિ સ્ત્રીને જ પરણીશ.'
રથને પાછો વાળતા નેમિનાથ પ્રભુને જોઇ સમુદ્રવિજયે મનમાં ઉદ્વેગ લાવીને પોતાનો હાથી વચમાં નાખ્યો અને કહ્યું, “હે વત્સ ! આવા ઉત્સવમય સમયમાં બંધુવર્ગને મહાદુઃખદાયી એવું તેં આ શું આરંભ્ય ?' બીજી તરફથી શિવાદેવી પણ આંખમાં આંસુ સહિત બોલ્યા. “હે વત્સ ! મારા મનોરથને તું ન ભાંગ.” સમુદ્રવિજય અને શિવાદેવી નેમિનાથ પ્રભુના રથની આડા ફર્યા. બીજા સર્વ ભાઈઓ અને માતાઓ પણ પ્રભુના રથને વીંટાઈ વળ્યા. તેઓથી વીંટાએલા પ્રભુ પોતાના આત્માને મુક્તિમાર્ગમાં એક અંતરાય ઉત્પન્ન થયેલો માનવા લાગ્યા.
તે અવસરે શિવાદેવી અને સમુદ્રવિજયે કહ્યું, “હે વત્સ ! તમે આ શું કરવા માંડ્યું? પોતે અંગીકાર કરેલા કાર્યને છોડી દેવાથી અમને કલંક બેસે છે. હે પ્રભુ ! તમે બાલ્યવયથી અમારા સર્વ મનોરથો પૂર્યા છે, તો હવે પરણવાથી તે મનોરથની શિખાને તમે પૂર્ણ કરો.
પ્રભુનો ભાવ નહીં જાણતાં કૃષ્ણ બોલ્યા, “હે બંધુ ! આવા પવિત્ર ઉત્સવમાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છે ? વાત્સલ્યવાળા તમારા માતા-પિતા અને અમે તમારું કલ્યાણ કરવામાં પ્રવીણ છીએ. વળી રાજીમતી પણ તમારા ઉપર અત્યંત રાગિણી છે, તે છતાં તમને આવો ખેદ કેમ થાય છે ?
પ્રભુ બોલ્યા, “ક્યારે પણ મને માતા-પિતા કે બંધુઓ પ્રત્યે અરતિ નથી, પરંતુ આ સંસારરૂપ અરણ્યમાં રહેલા વિષયોરૂપ શત્રુઓથી હું ભય પામું છું. એ વિષયો અનાદિકાળથી આ સંસારમાં ભોગવ્યા છતાં વારંવાર નવા નવા લાગે છે અને તેમાં અતૃપ્ત રહેનારા મૂઢમતિ પ્રાણી વારંવાર ભવમાં ભમ્યા કરે છે. જો તમે મારા પર વાત્સલ્ય ધારણ કરીને ખરેખરું મારું હિત ઇચ્છતા હો તો સંસારથી કાયર એવા મને દીક્ષા લેવાની સંમતિ આપો.”
પ્રભુની આવી સહેતુક વાણી સાંભળી તેઓ કાંઇપણ બોલી શક્યા નહીં. નીચી ગ્રીવા કરીને ઊભા રહ્યા. તે સમયે સારસ્વત વગેરે નવ લોકાંતિક દેવો આવી પ્રભુને નમીને કહેવા લાગ્યા કે, “હે દયાળુ સ્વામી ! હે ભગવન્! તીર્થ પ્રવર્તાવો.' તેથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૫