________________
આ પ્રમાણે નેમિકુમા૨ના વચન સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ નેમિનાથને હાથી પર બેસાડી પ્રિયાઓ સહિત દ્વારિકામાં આવ્યા. અને નેમિનાથે પરણવાનું કબૂલ કર્યું છે એમ રાજા સમુદ્રવિજય અને શિવાદેવીને કૃષ્ણે જણાવ્યું. સત્યભામાએ લાવણ્ય સંપત્તિવાળી રાજીમતી નામે પોતાની બહેન નેમિનાથને યોગ્ય છે' એમ કહ્યું. તેથી કૃષ્ણ તત્કાળ જાતે ઉઠીને ઉગ્રસેન રાજાનાં ઘેર ગયા. કૃષ્ણને જોઇ ઉગ્રસેન રાજા ઊભા થયા અને આગમનનું કારણ પૂછ્યું.
કૃષ્ણ બોલ્યા, ‘તમારી પુત્રી રાજીમતી મારાથી અધિક ગુણવાન મારા બંધુ નેમિનાથની વધૂ થાઓ. એવી મારી પ્રાર્થના છે.’ ઉગ્રસેને આનંદ પામીને કહ્યું કે, ‘આ ગૃહ અને આ લક્ષ્મી સર્વ તમારાં જ છે. તો તેમાં પ્રાર્થના શી કરવાની છે.'
પછી ત્યાંથી ઊઠીને કૃષ્ણે સમુદ્રવિજય પાસે આવી તે વાત નિવેદન કરી અને લગ્નદિવસ નિશ્ચિત કરવા માટે ક્રોણુક નિમિત્તયાને તત્કાળ બોલાવ્યો. કૃષ્ણે નેમિનાથનો વિવાહ કરવા યોગ્ય લગ્નદિવસ પૂછ્યો એટલે ક્રોકિ બોલ્યો કે, ‘શ્રાવણ માસની શુક્લ ષષ્ઠીએ વવરની પ્રેમવૃદ્ધિ થાય તેવું લગ્ન છે.' કૃષ્ણે ક્રોટુકિનો સત્કાર કરી ભક્તિપૂર્વક વિસર્જન કર્યો અને તે સમાચાર ઉગ્રસેનને મોકલ્યા પછી બંને જણ વિવાહની તૈયારી કરવા લાગ્યા.
શ્રી નેમિનાથ પ્રભુનો રાજીમતી સાથે લગ્ન ઉત્સવ :
વિવાહનો દિવસ નજીક આવતાં કૃષ્ણે આખી દ્વારિકાનગરીમાં દુકાને દુકાને અને દ્વારે-દ્વારે તોરણ બંધાવ્યા. લોકોએ રત્નમય માંચાઓને શોભાવી, તેની વચ્ચમાં સુગંધી ધૂપની ઘટાઓ મૂકી. પછી દશે દશાર્ણો, બલરામ, કૃષ્ણ, શિવાદેવી, રોહિણી, દેવકી, રેવતી અને સત્યભામા પ્રમુખ સ્ત્રીઓ - સર્વેએ મળીને નેમિનાથ પ્રભુને પૂર્વાભિમુખ આસન પર બેસાડ્યા. કૃષ્ણ તથા રામે પ્રીતિથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા પછી નેમિનાથ પ્રભુને સિંહાસન પર બેસાડી કૃષ્ણે વિવાહ યોગ્ય વસ્ત્રાદિ તથા ધનુષ્ય ધારણ કરાવ્યા. પછી કૃષ્ણ ઉગ્રસેનના મંદિરે ગયા. ત્યાં રાજીમતી બાળાને આદરથી કસુંબી વસ્ત્રો પહેરાવ્યા.
પ્રાતઃકાળે શરીર પર ગોશીર્ષચંદન લગાવી શ્વેત ફુલમાળા, હાર અને વસ્ત્રો ધરી, ચામર તથા છત્રથી મંડિત થઇ અને આગળ ચાલતા ક્રોડો રાજકુમારો અને દેવતાઓથી પરિવરેલા શ્રી નેમનાથ પ્રભુ શ્વેત અશ્વોવાળા ઉત્તમ ૨થ ઉપર આરુઢ થયા. શ્રી નેમિનાથ પ્રભુની પડખે હાથી ઉપર બેઠેલા રાજાઓ અને પાછળ દશાર્ણો, કૃષ્ણ અને બળદેવ હતા. તેમની પાછળ આભૂષણોની કાંતિથી આકાશને પ્રકાશિત કરતી અંતઃપુરની સર્વ સ્ત્રીઓ શિબિકામાં બેસીને ચાલી. તે વખતે ધવલમંગલ ગવાતા શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૮૩
•