________________
કરાવવાથી તમારું કાંઇપણ પરાક્રમ જોવામાં આવશે નહીં. માટે જો તમે પ્રસન્ન થયા હો, તો પ્રસાદ કરી મને તે પ્રતિમા આપો. જેથી હું પોતે જ તમારી કૃપાથી રણમાં શત્રુઓને જીતુ. આવા કૃષ્ણના આગ્રહથી અને ભક્તિથી પદ્માવતી તે પ્રતિમા ત્યાં લાવી અને તે કૃષ્ણને આપીને પોતે અંતર્હિત થઇ ગયા. કૃષ્ણે તે પ્રતિમાનું સ્નાત્રજળ સૈન્ય ઉ૫૨ સિંચન કર્યું એટલે ક્ષણવારમાં સૈન્ય સ્વસ્થ થયું.
પછી સમુદ્રવિજયને નમી કૃષ્ણ યુદ્ધ કરવા આવ્યા અને હર્ષથી પંચજન્ય શંખને એવો ફૂંક્યો કે જેનો શબ્દ સાંભળી શત્રુઓ બહેરા થઇ ગયા. શ્રી નેમિનાથ પ્રભુએ લાખ રાજાઓને જીતી લીધા, પરંતુ ‘પ્રતિવાસુદેવનો વધ વાસુદેવથી જ થાય છે' એ નિયમ હોવાથી માત્ર જરાસંઘને છોડી દીધો. બધું સૈન્ય જ્યારે રણ માટે સજ્જ થયું. ત્યારે નેમિનાથ પ્રભુ પોતે રણમાંથી મુક્ત થઇ માત્ર સૈન્યની રક્ષા માટે જ રહ્યા. બલભદ્રે પણ પોતાની વ્યથા દૂર થયા પછી હલ અને મુશલથી ઘણા શત્રુઓને ચૂર્ણ કરી નાખ્યા. પછી રોષથી અંધ થયેલા જરાસંઘે કૃષ્ણ તરફ પોતાનો રથ ચલાવ્યો. કૃષ્ણ પણ રથમાં બેસીને તેની સામે દોડ્યા. બંને વીરો પરસ્પર લોહાત્રે લોહાન્નનો અને દિવ્યાસ્ત્રે દિવ્યાસ્ત્રનો છેદ કરવા લાગ્યા.
જ્યારે જરાસંઘના સર્વ અસ્ત્રો ક્ષીણ થઇ ગયાં ત્યારે તેણે રોષથી ચક્રનું સ્મરણ કર્યું. તત્કાલ અગ્નિના કણોથી વ્યાપ્ત એવું તે ચક્ર તેના હાથમાં આવ્યું. એટલે જરાસંઘે કૃષ્ણને કહ્યું, ‘રે ગોવાલ ! સર્વ છોડી દે, અને હજુ પણ મારી આજ્ઞા માન. જો તું જીવતો રહીશ તો ગાયોને ચારવાનું તારું કામ તું પ્રાપ્ત કરીશ, નહીં તો આ ચક્ર તારા મસ્તકને ભેદી નાખશે.’ આ પ્રમાણે કહેતા જરાસંઘને કૃષ્ણે કહ્યું, ‘રે મૂઢ જરાસંધ, તું સત્ય કહે છે. તને મારીને ગોપાલન એટલે પૃથ્વીને પાલન કરવાનું મારું કર્મ હું કરીશ. માટે હવે ચક્ર છોડી દે, શા માટે વિલંબ કરે છે ?'
જરાસંઘે તત્કાલ રોષથી આકાશમાં ફેરવીને ભયંકર ચક્ર મૂક્યું. તે ચક્ર કૃષ્ણને પ્રદક્ષિણા કરીને કૃષ્ણના હાથમાં આવ્યું. એટલે ‘પોતે અર્ધચક્રી છે’ એવું જાણીને કૃષ્ણે તે ચક્ર શત્રુ ઉપર પાછું છોડ્યું. તે ચક્રે મગધરાજ જરાસંઘનું ગળું છેટું તેથી તે તત્કાલ પૃથ્વી ઉપર પડી ગયો. અંતે મૃત્યુ પામીને ઘણા કર્મના ભારથી ચોથી નરકમાં નારકી થયો. ‘આ કૃષ્ણ નવમા વાસુદેવ છે.' એમ બોલતા દેવોએ કૃષ્ણનાં મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
સહદેવ વગેરે જરાસંઘના પુત્રોએ આવી કૃષ્ણને પ્રણામ કર્યા. કૃષ્ણે તેમની સંભાળ લીધી અને હર્ષથી રાજગૃહીના રાજ્ય પર તેમને સ્થાપન કર્યા. પછી યાદવોએ પ્રેરેલા અને અમાપ ભક્તિવાળા કૃષ્ણે ત્યાં દેવાલય બનાવી પદ્માવતીએ આપેલી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર • ૨૭૮