________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અને તેની સામે પોતાની પ્રતિમા સ્થાપિત કરી અને તેની વ્યવસ્થા માટે તે નગર નીમ્યું. પછી માતલી સારથી શ્રી નેમિનાથ પ્રભુની આજ્ઞા મેળવી પ્રણામ કરી સ્વસ્થાને ગયો.
કૃષ્ણ હર્ષથી ઇન્દ્રપ્રસ્થ પાંડવોને, અયોધ્યા રૂદ્મનાભને, શૌર્યપુર મહાનેમિને અને બીજાઓને યથાયોગ્ય રાજયો સોંપી દીધા. પછી હર્ષ પામતા કૃષ્ણ સૈન્ય તથા બલભદ્રની સાથે ભરતાધનો વિજય કરવા માટે ચક્રની પાછળ ચાલ્યા. છ માસમાં ત્રણખંડ પૃથ્વીનો વિજય કરી. સોળ હજાર રાજાઓથી સેવાતા કૃષ્ણ એક છત્ર રાજ્ય મેળવીને પોતાની દ્વારિકાનગરીમાં આવ્યા. પોતાનો આચાર જાણીને તેમણે ભરતાઈવાસી દેવતાઓએ બતાવેલી કોટશિલાને ભૂમિથી ચાર અંગુલ ઊંચી કરી. પછી કૃષ્ણવાસુદેવ આ ભરતાર્ધ ઉપર સુખે રાજય કરવા લાગ્યા. • શ્રી નેમિનાથ ભગવાનની ક્રીડા :
શ્રી નેમિનાથ પ્રભુ પોતાની સમાન વયના થઇને આવેલા દેવોની સાથે ચારેબાજુથી પરિવરેલા માત્ર કૃષ્ણને હર્ષ આપવા માટે ક્રીડા કરતા હતા. જેવી જેવી નેમિનાથ પ્રભુની ઇચ્છા થતી તેવી રીતે દેવોનો સમૂહ ચેષ્ટા કરતો હતો અને પ્રભુ પણ દેવોની અભિલાષા પ્રમાણે વર્તતા હતા.
એક વખતે નેમિકુમાર લાખો રક્ષકોથી રક્ષિત કૃષ્ણના આયુધગૃહમાં આવી ચડ્યા. ત્યાં રહેલા અતિ ઉજજળ શંખને જોઇને કૌતુકથી શંખ લેવાની ઈચ્છા કરી. એટલે સેવકોએ ભક્તિથી તેમને રોક્યા. ત્યારે પ્રભુએ હસતા હસતા શંખ ઉપાડી લીલાથી ફૂંકવા માંડ્યો. તે શંખના નાદથી આખી નગરી, આખી પૃથ્વી અત્યંત ખળભળી ગઈ અને બલભદ્ર, કૃષ્ણ તથા દશાઈ વગેરે દુઃખથી દુભાણા હોય તેમ ક્ષોભ પામી ગયા. ક્ષણવાર અંતરમાં ચમત્કાર પામી કૃષ્ણ બલભદ્રને કહ્યું, “શું આ કોઇ નવો વાસુદેવ ઉત્પન્ન થયેલ છે ?” ત્રણ લોકમાં કોઇ બીજો તેવો પુરુષ નથી કે જે બલથી મને અને તમને (બલભદ્રને) ક્ષોભ કરી શકે. તે છતાં સર્વજનને અત્યંત ક્ષોભ કરનારો આ શંખ કોણે વગાડ્યો ? તે જુઓ.
આ પ્રમાણે કહી કૃષ્ણ તત્કાલ સિંહાસન ઉપરથી ઊભા થયા અને ચતુરંગ સેનાને તૈયાર કરીને ત્યાંથી આગળ ચાલવા જતા હતા, તેવામાં અસ્ત્રગૃહના અધિકારીએ આવી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી, “દેવ ! તમારા બંધુ અરિષ્ટનેમિને અમોએ નીતિવચનોથી વાર્યા તો પણ કૌતુકથી તમારો શંખ હાથમાં લઈ ફંક્યો છે.'
પોતાના બંધુનું પરાક્રમ સાંભળી કૃષ્ણ અંતરમાં ચમત્કાર પામ્યા. અહીં ભગવાન નેમિનાથે પણ પોતાનું કિંચિત્ વીર્ય બતાવીને શંખ છોડી દીધો એટલે જગતુ પણ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૯