________________
આવ્યો. અગિયાર અક્ષૌહિણી સેના વડે દુર્યોધન શોભવા લાગ્યો. દુર્યોધને વી૨મણિ ભીષ્મપિતામહને નમીને હર્ષ અને આદરપૂર્વક પોતાના સેનાપતિ સ્થાપ્યા.
પાંડવો સાત અક્ષૌહિણી સેના લઇ કુરુક્ષેત્રમાં આવ્યા. પાંડવોએ સર્વાનુમતે દ્રુપદ રાજાના પુત્ર મહાપરાક્રમી ધૃષ્ટદ્યુમ્નને સેનાપતિપણાનો અભિષેક કર્યો. રણના દિવસનો નિર્ણય કરી મહાવીરોએ ક્ષત્રિયોના દૈવતરૂપ શસ્ત્રોની પૂજા કરી. મલ્લિકાનાં પુષ્પોની માળા વડે પૂજીત આયુધો અત્યંત શોભવા લાગ્યા. સૂર્યોદય થતાં બંને સૈન્યની વચ્ચે યુદ્ધનો આરંભ થયો.
અર્જુને ભીષ્મને કરાવેલું જળપાન
ભીષ્મની દીક્ષા :
આઠ દિવસપર્યંત અત્યંત ભયંકર યુદ્ધ ચાલતાં આઠમા દિવસને અંતે પાંડવો વિચાર કરવા લાગ્યા કે, ‘સર્વથા દુર્જાય એવા ભીષ્મપિતામહને કેવી રીતે મારવા ?' તે વખતે કૃષ્ણે અર્જુનને કહ્યું કે, ‘ગાંગેય સત્યપ્રતિજ્ઞાવાળા છે. તેઓ અસ્રરહિત, નપુંસક, સ્ત્રી અને પરાક્રૃખ થયેલા પુરુષની ઉપર પ્રહાર કરતા નથી. માટે દ્રુપદ રાજાનો પુત્ર શિખંડી કે જે નપુંસક છે, તેને તમારા રથમાં તમારી આગળ બેસાડી તમે ભીષ્મની સામા જાઓ. નપુંસકને જોઇને ભીષ્મ હાથમાંથી અસ્ર છોડી દેશે, પછી નિઃશંક થઇને તમે તેની ઉપર પ્રહાર કરજો.' પાંડવોએ કૃષ્ણનો આ વિચાર અંગીકાર કર્યો.
નવમે દિવસે પ્રાતઃકાળે સૈનિકોને તૈયાર કરી પાંડવો અને કૌરવો રણભૂમિમાં આવ્યા. શાંતનુના પુત્ર ભીષ્મે અગ્રેસર થઇ, બાણવૃષ્ટિ કરીને પાંડવોની સેનાને ઉપદ્રવ કરવા માંડ્યો. એટલે અર્જુન પોતાના રથ ઉપર ખંઢ એવા દ્રુપદ રાજાના પુત્ર શિખંડીને બેસાડીને તેમની સામે આવ્યો. શિખંડીને જોતાં જ અસ્ત્ર નાખવામાં મંદ થયેલા વૃદ્ધ ભીષ્મને અર્જુને ગુપ્ત રીતે તીક્ષ્ણ બાણોથી જર્જર અંગવાળા કરી નાંખ્યા. ‘ચર્મના મર્મને ભેદનારા આ બાણ અર્જુનના છે, ખંઢના નથી' એમ સારથીને કહેતાં ભીષ્મ રથમાં સૂઇ ગયા.
ભીષ્મ પડવાથી શોક વડે કૌરવો તથા પાંડવો ભીષ્મને વીંટાઇ વળ્યા. તે વખતે ભીષ્મપિતામહને તૃષાર્ત જોઇ દિવ્ય અસ્ત્રને જાણનારા અર્જુને પૃથ્વીમાંથી બાણ વડે જળ આકર્યું. ભીષ્મે તે આશ્ચર્ય દુર્યોધનને બતાવીને કહ્યું કે, ‘તારાથી અધિક પરાક્રમવાળા પાંડવોની સાથે સંધિ કર.' ભીષ્મનું વચન જાણે સાંભળ્યું ન હોય તેમ બતાવી તે વખતે ક્રૂર એવા દુર્યોધને કોપથી રાતી આંખ ભીમની ઉપર નાખી. પછી દેવની વાણીથી ભીષ્મ ચારિત્ર અંગીકાર કર્યું અને સર્વ સાવધનો ત્યાગ કરી અનશન કરીને અચ્યુત દેવલોકમાં દેવતા થયા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૭૦
-