________________
ત્યાર પછી દુર્યોધને પોતાનાં સૈન્યમાં સેનાપતિ પદે દ્રોણાચાર્યનો અભિષેક કર્યો અને સવારે તેમને આગળ કરીને કુરુક્ષેત્રમાં તે આવ્યો. તેને જોઈ અર્જુને ધનુર્વેદના ગુરુ જાણી ગુરુદક્ષિણારુપ પ્રથમ પ્રણામ કર્યો. તે સમયે સંસપ્તકોએ અર્જુનને સૈન્યની બહાર યુદ્ધ કરવા બોલાવ્યો. તેથી અર્જુન તેમની સાથે યુદ્ધ કરવા પ્રવર્યો. યુદ્ધના બારમે દિવસે ભગદત્ત અર્જુન વિનાના પાંડવોના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યો. તેથી પોતાના સૈન્યના ક્ષોભના શબ્દો સાંભળી અર્જુન સંસપ્તકોને છોડીને શીધ્ર ભગદત્તની સામે યુદ્ધ કરવા આવ્યો. ક્રોધ પામેલા અર્જુને ચિરકાલ યુદ્ધ કરી, ગજસહિત ભગદત્તને મારી નાંખ્યો. પછી કેટલાક રાજાઓના કહેવાથી કૌરવોએ તે રાત્રિમાં બીજે દિવસે અખંડિત એવો ચક્રવ્યુહ કરવાની ગોઠવણ કરી.
અર્જુન સૈન્યની બહાર આવી સંસપ્તકોને મારવામાં રોકાયો. એટલે ભીમ વગેરેથી પરીવરેલો અભિમન્યુ ચક્રવૂહમાં પેઠો દુર્યોધન, કૃપાચાર્ય, દ્રોણ, કર્ણ અને કૃતવર્માનાં અસ્ત્રોને નહીં ગણતો અર્જુનકુમાર ચક્રવ્યુહનું મથન કરવા લાગ્યો. દુર્યોધન વગેરે વીરોએ ભીમાદિકને યુદ્ધમાં રોકી રાખ્યા, એટલે અભિમન્યુ અને જયદ્રથ બંને સુભટો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. લોહમય અને દિવ્ય એવા અત્રસમૂહથી ચિરકાલ યુદ્ધ કરીને જયદ્રથે સૂર્યાસ્ત સમયે અભિમન્યુને મારી નાંખ્યો. તે સાંભળી ક્રોધ પામેલો અર્જુન બીજા દિવસના અસ્તની અગાઉ જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરીને શત્રુઓની સેનામાં પેઠો. ક્રોધી અર્જુનને વચ્ચમાં દ્રોણાચાર્યે રૂંધ્યો, સાત્યકિ અને ભીમસેન અર્જુનની પાછળ આવ્યા. પરંતુ દુર્યોધને ભીમને રૂંધ્યો અને ભૂરિશ્રવાએ સાત્યકિને રૂંધ્યો. વ્યાધિઓથી વીંટાયેલ હોય તેમ જયદ્રથની ફરતા તેના રક્ષણ માટે અનેક રાજાઓ વીંટાઈ રહેલા હતા, તો પણ જયદ્રથને અશ્વ, રથ, સારથી અને અસ્ત્ર વગરનો કરીને અર્જુને પોતાની પ્રતિજ્ઞા સંભારી, સૂર્ય અસ્ત થતાં પહેલાં તેને મારી નાંખ્યો. આ પ્રમાણે ચૌદ દિવસના યુદ્ધમાં દુર્યોધનની સાત અક્ષૌહિણી સેનાનો વિનાશ થયો, તેથી દુર્યોધનને અત્યંત દુઃખ થયું.
ત્યાર પછી કૌરવોએ રાત્રે યુદ્ધ કરવા વડે જય મેળવવાની આશા બાંધી. તેથી જ્યારે પાંડુકુમારો સૂઈ ગયા ત્યારે ઘુવડપક્ષીની જેમ આવીને અકસ્માત તૂટી પડ્યા. તે વખતે ભીમ જેવો ભયંકર ભીમનો કુમાર ઘટોત્કચ શત્રુઓને ત્રાસ પમાડતો માયાયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યો. તેને જોઇને કર્ણ કોપ પામ્યો, પછી કણે દેવે આપેલી સ્કુરાયમાન અગ્નિના કણોથી વીંટાએલી એક શક્તિ ઘટોત્કચ ઉપર છોડી, તેથી ઘટોત્કચ મૃત્યુ પામ્યો. પ્રાત:કાળે દ્રોણાચાર્યે પાંડુ સૈન્યને ઉપદ્રવિત કર્યું, એથી વિરાટ અને દ્રુપદ રાજા તેની સામે થયા. તે બંનેને તેમણે મૃત્યુ પમાડ્યા. વિરાટ અને દ્રુપદ રાજાના મૃત્યુથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૧