________________
તેના પણ ઘણા પુત્રો આવ્યા. એ પ્રમાણે દશાહના પુત્રો અને રામ તથા કૃષ્ણના બીજા પુત્રો તથા તેમની ફૂઇના અને બહેનના પણ ઘણા મહાભુજ પુત્રો આવ્યા. • કૌરવ તેમજ પાંડવોનાં સૈન્યનું યુદ્ધ માટે રણમાં આગમન :
પછી ક્રોકિએ બતાવેલા શુભ દિવસે દારુક સારથીવાળા અને ગરુડના ચિહ્નવાળા રથ પર બેસી સર્વ યાદવોથી વીંટાઇ શુભ શુકનો વડે સૂચિત કૃષ્ણ પૂર્વોત્તર (ઇશાની દિશામાં પ્રયાણ કર્યું. સંગ્રામવિધિ જાણનારા કૃષ્ણ પોતાના નગરથી પીસ્તાલીશ યોજન જઇ શનિપલ્લિગ્રામે પડાવ નાંખ્યો. જરાસંઘના સૈન્યથી કૃષ્ણનું સૈન્ય ચાર યોજન દૂર રહ્યું. કૃષ્ણના લશ્કરમાં તે સમયે કેટલાક ઉત્તમ વિદ્યાધરો
ત્યાં આવ્યા. સમુદ્રવિજયને નમસ્કાર કરીને તેઓ બોલ્યા, “હે રાજા ! તમારા ભાઈ આનંકદુંદુભિ (વસુદેવ)ના ગુણોથી અમે વશીભૂત થયા છીએ. તમારા કુલમાં જગતની રક્ષા કરવામાં સમર્થ એવા અરિષ્ટનેમિ ભગવાન અને અદ્વિતીય પરાક્રમવાળા રામ અને કૃષ્ણ ઉત્પન્ન થયેલા છે. તેમજ પ્રદ્યુમ્ન અને શાંબ પ્રમુખ ક્રોડો પૌત્રો છે. તેથી તેમને બીજાઓની સહાયની જરૂર નથી તો પણ યુદ્ધનો અવસર જાણી અમે ભક્તિથી આવેલા છીએ, માટે અમને તમારા સામંતવર્ગમાં ગણીને આજ્ઞા આપો.
રાજા સમુદ્રવિજયે કહ્યું કે, “બહુ સારું.” ત્યારે તેઓ ફરીવાર બોલ્યા કે, “માત્ર એક કૃષ્ણની આગળ જરાસંઘ તૃણસમાન છે. પરંતુ વૈતાઢયગિરિ ઉપર જે ખેચરો જરાસંઘના પક્ષના છે, તેઓ જ્યાં સુધી અહીં આવ્યા નથી, ત્યાં સુધીમાં અમને ત્યાં જવાની આજ્ઞા આપો અને તમારા અનુજબંધુ વસુદેવને અમારા સેનાપતિ ઠરાવીને પ્રદ્યુમ્ન અને શાંબ સહિત અમારી સાથે મોકલો. જેથી તે સર્વને અમે ત્યાં જ જીતી લઇએ.” સમુદ્રવિજયે કૃષ્ણને પૂછીને વસુદેવ, પ્રદ્યુમ્ન અને શબને તે ખેચરોની સાથે મોકલ્યા. તે સમયે અરિષ્ટનેમિએ તેમના જન્મસ્નાત્ર વખતે દેવતાઓએ તેમના હસ્ત ઉપર બાંધેલી અસ્ત્રવારિણી ઔષધી વસુદેવને હાથે બાંધી.
અહીં દુર્યોધન જરાસંઘને યાદવ અને પાંડવો તરફ વધ કરવા માટે જતા જાણી તેની પાસે આવી નમસ્કાર કરીને બોલ્યો, “સ્વામી ! એ ગોપાળ અને પાંડવો કોણ માત્ર છે? વળી જ્યાં સુધી અમે વિદ્યમાન છીએ ત્યાં સુધી તેમની સાથે તમારે પરાક્રમ બતાવવું યુક્ત નથી. માટે હે રાજા ! અમોને આજ્ઞા આપો કે જેથી અમે યુદ્ધ કરી પૃથ્વીને યાદવ અને પાંડવ વગરની કરી દઈએ.' દુર્યોધનનો આગ્રહ જાણી જરાસંઘે પટ્ટબંધ કરી દુર્યોધનને રણભૂમિમાં પોતાના શત્રુની સામે યુદ્ધ કરવા માટે સેનાપતિ પદ ઉપર નીમ્યો. મહાઉદ્ધત યોદ્ધાઓથી પરીવરેલો દુર્યોધન અનુક્રમે કેટલુંક પ્રયાણ કરી સત્વર કુરુક્ષેત્રમાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૯