SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ણનાભ, રૂકિમીરાજા અને બીજા ઘણા રાજાઓ તથા હજારો સામંતો સેનાસહિત આવી આવીને જરાસંઘને મળ્યા. પછી ઘણા યોદ્ધાઓને લઇને જરાસંઘે પ્રયાણ કર્યું. મંત્રીઓએ અને અપશુકનોએ ઘણી રીતે વાર્યો પણ તે અર્ધચક્રી જરાસંઘ સૈન્યથી ભૂચક્રને કંપાવતો ચાલ્યો. કલહ કરાવવામાં કૌતુકી એવા નારદે અને ચપુરુષોએ આવીને કૃષ્ણને જરાસંઘ આવવાના ખબર આપ્યા. એટલે કૃષ્ણે પણ યુદ્ધ પ્રયાણ માટે ભંભા વગડાવી. જેથી અનેક રાજાઓ એકઠા થયા. તેઓમાં સમુદ્રવિજય રાજા તૈયાર થઇને આવ્યા. તેમની સાથે તેમના પુત્ર મહાનેમિ, સત્યનેમિ, દૃઢનેમિ, સુનેમિ, ભગવાન અરિષ્ટનેમિ, જયસેન, મહીજય, તેજસેન, જય, મેઘ, ચિત્રક, ગૌતમ, થલ્ક, શિવનંદ, વિકસેન અને મહારથ પણ આવ્યા. અક્ષોભ્ય નામે સમુદ્રવિજયનો અનુજબંધુ, ઉદ્ધવ, ધવ, ક્ષુભિત, મહોદધિ, અંભોનિધિ, જલનિધિ, વામદેવ અને દેઢવ્રત નામે તેના આઠ પુત્રો સહિત આવ્યો. સ્તિમિત અને તેના સુર્મિમાન્, વસુમાન્, વીર, પાતાલ અને સ્થિર નામે પાંચ ઉત્તમ પુત્રો આવ્યા. સાગર અને તેના નિઃકંપ, કંપન, લક્ષ્મીવાન્, કેસરી, શ્રીમાન્ અને યુગાંત નામે છ પુત્રો આવ્યા. હિમવાન અને તેના વિદ્યુત્પ્રભ, ગંધમાદન અને માલ્યવાન્ નામે ત્રણ પુત્રો આવ્યા. અચલ અને તેના મહેન્દ્ર, મલય, સહ્ય, ગિરિ, શૈલ, નગ અને બલ નામે સાત મહાપરાક્રમી પુત્રો આવ્યા. ધરણ અને તેના કર્કોટક, ધનંજ્ય, વિશ્વરૂપ, શ્વેતમુખ અને વાસુકી નામે પાંચ કુમાર આવ્યા. પૂરણ અને તેના દુઃપૂર, દુર્મુખ, દર્દુર અને દુર્ધર નામે ચાર પુત્રો આવ્યા. અભિચંદ્ર અને તેના ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સોમ અને અમૃતપ્રભ નામે છ પુત્રો આવ્યા. સૌથી નાના પણ ઇન્દ્ર જેવા મહાપરાક્રમી વસુદેવ તેના ઘણા પરાક્રમી પુત્રો સાથે આવ્યા. તેમના પુત્રોના નામ આ પ્રમાણે અક્રૂર, ક્રૂર, જ્વલનપ્રભ, વાયુવેગ, અશનિવેગ, મહેન્દ્રગતિ, સિદ્ધાર્થ, અમિતગતિ, સુદારુ, દારુક, અનાદૃષ્ટિ, દૃઢમુષ્ટિ, હેમમુષ્ટિ, શિલાયુદ્ધ, જરાકુમાર, વાલ્હીક, ગંધાર, પિંગલ, રોહિણીના પુત્ર રામ, સારણ અને વિદૂરાગ એ સર્વે આવ્યા. તથા ઉત્સૂક, નિષધ, સારુદત્ત, ધ્રુવ, શક્રદમન અને પીઠ નામે રામના પુત્રો આવ્યા. ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનુ, બૃહદ્ભૂજ, અગ્નિશિખ, વૃ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ગૌતમ, સુધર્મા, ઉદધિ, સૂર્ય, ચંદ્ર, ધર્મ, પ્રસેનજિત, ચારૂકૃષ્ણ, ભરત, સુચારુ, દેવદત્ત વગેરે તથા પ્રદ્યુન, શાંબ પ્રમુખ બીજા મહાપરાક્રમી કૃષ્ણના પુત્રો યુદ્ધ કરવાની ઇચ્છાએ તૈયાર થઇને આવ્યા. ઉગ્રસેન અને શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૨૬૮
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy