SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ એકઠા મળેલા રાજાઓની સભામાં પરસ્પર મત્સરને લીધે અર્જુન - કર્ણનો અને કર્ણ - અર્જુનનો પરસ્પર વધ કરવાની ઇચ્છા ધરાવતા જણાયા. આ તરફ કર્ણ વગેરેએ નેત્રસંજ્ઞાએ પ્રેરેલા દુર્યોધને રણની ઇચ્છાથી પોતાના પક્ષના રાજાઓને દૂતો મોકલીને બોલાવ્યા. તેથી ભૂરિશ્રવા, ભગદત્ત, શલ્ય, શકુનિ, અંગરાજ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણગુર, સોમદત્ત, વાલ્હીક, શુક્તિ, સૌબલ, કૃતવર્મા, વૃષસેન, હલાયુધ અને ઉલૂક વગેરે રાજાઓ કૌરવના સૈન્યમાં એકઠા થયા. વિદુર વૈરાગ્યવડે દીક્ષા લઇને વનમાં ગયા. કુંતીએ પોતાના પક્ષમાં લેવા કર્ણને જણાવ્યું કે, “તું મારો પુત્ર છે. ત્યારે તેણે કહેવરાવ્યું કે, “મેં મારા પ્રાણ પ્રથમથી દુર્યોધનને અર્પણ કર્યા છે, હવે તેને છોડીને જો હું બીજાને ભજું તો હે માતા ! તમને લજ્જા લાગે. વળી મને આવી સ્થિતિમાં અત્યારે આપે ખબર જણાવ્યા તેથી હવે સર્યું. આવી કર્ણની કહેવરાવેલી વાણી સાંભળી કુંતી જાણે ભાલા વડે વિંધાણી હોય તેમ ખેદ પામી. પરંતુ તે પુત્રવત્સલ માતા, પાંડવો કરતાં પણ તેનો જય વિશેષ ઇચ્છવા લાગી. • શ્રીકૃષ્ણના વધ માટે જરાસંઘનું સૈન્ય સાથે પ્રયાણ : આ બાજુ કેટલાક વ્યાપારીઓ યવનદ્વીપથી કરિયાણા વગેરે લઇ દ્વારિકામાં આવ્યા. ત્યાં તેમણે ઘણાં કરિયાણા વેચ્યાં. પરંતુ વિશેષ લાભની આશાએ રત્નકંબળો ત્યાં ન વેચતાં તેઓ મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીમાં વેચવા આવ્યા. ત્યાં જરાસંઘ રાજાની પુત્રી જીવયશાએ તે રત્નકંબળો ઓછા મૂલ્ય માંગ્યાં. તેથી લાભને બદલે ઊલટી ખોટ જવાથી ક્રોધ પામેલા તે વ્યાપારીઓએ જીવ શાને કહ્યું કે, અમારી જ ભૂલ થઈ કે, અમે વધારે લાભની આશાએ આ રત્નકંબળો કૃષ્ણની દ્વારિકા નગરીમાં ન વેચ્યાં ને અહીં લાવ્યા. હવે અહીંયા લાભ મળવો તો દૂર રહ્યો પણ ઊલટી મૂડીમાં પણ ખોટ જાય છે.” તે સાંભળી જીવયશાએ પૂછયું કે, ‘દ્વારિકાપુરી વળી ક્યાં છે ને કેવી છે ? અને ત્યાં રાજા કોણ છે ?' વ્યાપારીઓ બોલ્યા કે, “પશ્ચિમ સમુદ્રના તીર ઉપર કુબેરે નિમૅલી ઇન્દ્રપુરી જેવી દ્વારિકા નામે નગરી છે. તેમાં યાદવવંશીઓનો નિવાસ છે. તેમજ સૂર્ય સરખા પ્રતાપી અને વસુદેવ રાજાના પુત્ર કૃષ્ણ નામે રાજા છે.” કૃષ્ણનું નામ સાંભળતાં જ જીવયશા રોતી રોતી જરાસંઘની પાસે ગઈ અને મૃત્યુની પ્રાર્થના કરવા લાગી. જરાસંઘે તેની વાત સાંભળીને કહ્યું, “પુત્રી ! રો નહીં, હું કૃષ્ણની સ્ત્રીઓને રોવરાવીશ. મારી અજાણતાથી એ કૃષ્ણ આજસુધી જીવતો રહેલો છે.” એમ કહી જરાસંઘે સત્ય પ્રતિજ્ઞાવાળા થઇ સિંહનાદપૂર્વક ભંભા વગડાવીને સર્વ રાજાઓને બોલાવ્યા. તત્કાળ ઘણા પરાક્રમવાળા સહદેવ વગેરે પુત્રો, શિશુપાલ, શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૭
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy