________________
રણનો સમારંભ ન કરવો જોઇએ અને પરસ્પર દ્રોહ પણ ન થવો જોઇએ. ઇન્દ્રપ્રસ્થ, તિલપ્રસ્થ, વારણાવ્રત, કાશી અને હસ્તીનાપુર એ પાંચ ગામ તેમને આપો.'
આવા દૂતનાં વચન સાંભળી ક્રોધથી હોઠને ડસતો, મૂંછને મરડતો અને પોતાના ખભા ઉ૫૨ નેત્રને ફેરવતો દુર્યોધન બોલ્યો, ‘રે દૂત ! એ જુગારીઆ પાંડવોને હારી ગયેલું રાજ્ય હવે પાછુ કેમ મળે ? વળી તે ભીમ વગે૨ે તો પ્રથમથી જ મારા શત્રુઓ છે, બંધુઓ નથી. મેં રક્ષણ કરેલી ભૂમિમાં તેઓ સર્વ તરફ ફરે છે, તે જ તેમનો ભૂમિભાગ છે. બીજું કાંઇપણ હું તેમને આપવાનો નથી. પાંડવો મારી સાથે મૈત્રી રાખે કે દ્વેષ કરે પણ મેં ઘુતમાં જીતીને જે મેળવ્યું છે, તેમાંથી ભૂમિનો એક ટુકડો પણ હું તેમને આપવાનો નથી.’
તે સાંભળી વિજયદ્ભૂત નીતિભરેલું વચન ફરીથી બોલ્યો, ‘હે રાજા ! મારું વચન માનો, ગોત્રની કદર્થના કરો નહીં. હિડંબ, કીચક, બક, ક્રૂર અને કમ્મર પ્રમુખ દાનવોને જેણે ક્ષણવારમાં મારી નાંખ્યા, તેવા પવનપુત્ર ભીમસેનની આગળ હે સુયોધન ! તારી નિશ્ચે હાર થશે. વળી હે રાજા ! જુવો, પૂર્વે અર્જુને તમે અપકારમાં તત્પર હતા છતાં પ્રયત્ન વડે તમારી રક્ષા કરી હતી. તેથી પણ તેઓ સદા તમારે પૂજ્ય છે. ધર્મને જ એક સારભૂત માનનાર ધર્મકુમાર તો તમારી ઉપર વાત્સલ્ય રાખે છે, તેઓ પોતાના અનુજબંધુઓને સદા શાંત રાખે છે. વળી તેઓએ હમણાં કૃષ્ણનો આશ્રય કરેલો છે. તેઓ સત્વર તમને હણી નાંખશે. દૂતનાં વચન સાંભળીને ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણ, પાંડુ અને વિદુર પ્રમુખ રાજાઓએ પણ તેવાં જ વચનો દુર્યોધનને શિખામણ રૂપે કહ્યા. પરંતુ તેઓના વાક્યથી ઊલટો દુર્યોધનના હૃદયમાં ક્રોધાગ્નિ અધિક પ્રજ્વલિત થયો.
પછી તેના વડે તિરસ્કાર પામેલો કૃષ્ણનો દૂત ક્રોધપૂર્વક, ‘હવે ધૃતરાષ્ટ્રના પુત્ર જરૂર નાશ પામ્યા' એમ બોલતો બોલતો ત્યાંથી નીકળ્યો. દૂતે શીવ્રપણે દ્વારિકામાં આવી તે વૃત્તાંત કૃષ્ણને કહ્યો. તે સાંભળીને ઇષ્ટપ્રાપ્તિથી હર્ષ પામેલા ભીમસેન પ્રમુખ અત્યંત નાચવા લાગ્યા. પછી સમુદ્રવિજય રાજાની આજ્ઞાથી રણરંગના આંગણાંમાં પાંડવોએ સૈન્યનો સમૂહ એકઠો કરવા માંડ્યો. યાદવો, મત્સ્યદેશનો રાજા વિરાટ, ધૃષ્ટદ્યુમ્ન, સાત્યકિ, દ્રૌપદ અને સૌભદ્રેય વગેરે રાજાઓ પાંડવોના સૈન્યમાં આવ્યા. અર્જુનનો પુત્ર અભિમન્યુ, ભીમનો પુત્ર ઘટોત્કચ અને ક્ષાત્રવટથી ઉજ્જવળ એવા અનેક ક્ષત્રિયપુત્રો પણ આવી મળ્યા. ઇન્દ્રચૂડ, ચંદ્રચૂડ, મણિચૂડ, ચંદ્રાપીડ, વિયદ્ગતિ અને ચિત્રાંગદ વગેરે ખેચર રાજાઓ અર્જુનના સ્નેહથી સૈન્યમાં આવ્યા. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૨૬૬