________________
રોક્યો. અર્જુને સત્વર દિવ્યશક્તિથી ભોજન લાવી તેને જમાડ્યો. ત્યાં જયદ્રથે દ્રૌપદીને જોઇ. એટલે તેનામાં આસક્ત થયેલો કાંઇક છળ કરી, પાંડવોને છેતરીને જયદ્રથ દ્રૌપદીને રથમાં બેસાડીને ચાલ્યો. તે ખબર પડતાં જ ક્રોધથી તેની પાછળ દોડતા ભીમ અને અર્જુનને કુંતીએ કહ્યું કે, ‘તે અપરાધી છતાં આપણો જમાઇ છે. માટે તેને મારશો નહીં.’ અર્જુને તત્કાળ પાછળ જઇ ધનુષ્યના ટંકારથી અને અત્યંત ભયંકર બાણધારાની વૃષ્ટિથી રાજા જયદ્રથની સેનાને ભય ઉપજાવીને ઉન્માર્ગગામિની કરી દીધી. ગદાના ઘા વડે ભીમસેને તેના હાથીઓને લોહી વમતા કર્યા. પછી અર્જુને અર્હચંદ્ર બાણોથી જયદ્રથની ધ્વજા અને દાઢી મૂછના કેશ છેદી નાખ્યા. પરંતુ માતાના વચનથી તેને જીવથી હણ્યો નહીં અને એ જ હાલતમાં જીવતો છોડી દીધો તથા દ્રૌપદીને રથમાં બેસાડી પાછી લઇ આવ્યા અને માતાના ચરણમાં વંદના કરી. માતાએ પણ સ્નેહપૂર્વક બંને પુત્રોને બે હાથે સ્પર્શ કર્યો.
પાંડવોને હણવા માટે દુર્યોધને કરાવેલ ઉદ્ઘોષણા :
આ પ્રમાણે સર્વે આનંદિત થઇને બેઠા હતા, તેવામાં નારદમુનિ આકાશમાંથી ઉતરી તેઓથી પૂજાએલા તેમની મધ્યમાં બેઠા. પછી એકાંતે લઇ જઇને નારદે તેમને કહ્યું, ‘હે પૃથાકુમારો ! દુર્યોધનનો જે વિચાર છે તે સાંભળો. તમારી પાસેથી છૂટીને અધમ દુર્યોધન પોતાની નગરીમાં આવ્યો ત્યારથી તે પાપી તમને મારવાના ઉપાયો ચિંતવ્યા કરે છે. પરંતુ કપટથી પણ તમને મારવા પોતે અશક્ત થયો તેથી તેણે રાત્રે નગરમાં આ પ્રમાણે ઘોષણા કરાવી છે કે, ‘જે કોઇ ઉત્તમ પુરુષ કપટથી કે બાહુબળથી પાંડવોને હણશે, તેને હું અવશ્ય અર્ધું રાજ્ય આપીશ.'
આવી ઘોષણા સાંભળી પુરોચન પુરોહિતના પુત્રે પોતાના પિતાના વૈરથી દુર્યોધનને જણાવ્યું કે, ‘પ્રભુ ! આ કાર્ય માટે તમે નિશ્ચિત બનો. મારી પાસે મને વરદાન આપનારી અને સર્વ કાર્ય કરનારી કૃત્યા નામે વિદ્યા છે. તેના પ્રભાવથી હું ત્રણે લોકને ક્ષોભ ઉપજાવી શકું છું.' તે સાંભળી પાપી દુર્યોધન ખુશ થયો અને એ પુરોહિતકુમારને વસ્ત્રાલંકાર તથા માળાથી પૂજીને તેની પ્રશંસા કરી. તે પાપી હાલ વિદ્યા સાધે છે. સાધીને તે અહીં આવવાનો છે. તે અમોઘ વિદ્યા વિશ્વનો નાશ કરવા પણ સમર્થ છે. તેથી હે પાંડવો ! સ્નેહ અને સાધર્મીપણાને લીધે મેં અહી આવીને તમને જણાવ્યું છે, માટે તેના નિવારણનો કોઇ ઉપાય વિચારો.'
તે સાંભળીને ધર્મસુનુ યુધિષ્ઠિરે જણાવ્યું કે, ‘તમે જાણીને અમને કહ્યું તે બહુ સારું કર્યું. પણ તે પોતાના કાર્યમાં સમર્થ થશે નહીં.' એમ કહી બહુમાનથી નારદને તેમણે વિદાય કર્યા. પછી પાંડવો, કુંતી અને દ્રૌપદીની સાથે તે વિઘ્ન કાર્યને ટાળવામાં શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૫૦