SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ તપને પ્રમાણ કરતાં તેઓ કાયોત્સર્ગ કરવા માંડ્યાં. એક પગે ઊભા રહી, સૂર્યની સામે નેત્ર કરી આદરપૂર્વક પરમેષ્ઠીની સ્તુતિ તથા ધ્યાનમાં નિશ્ચળ થઈને રહેવા લાગ્યા. ટાઢ, તડકો વગેરે ક્લેશને સહન કરતા તેઓએ સમાધિપૂર્વક જિનધ્યાનમાં તત્પરપણે સાત દિવસ નિર્ગમન કર્યા. આઠમે દિવસે અકસ્માતુ પ્રચંડ વાયુ ઉત્પન્ન થયો. મહાવાયુ વા વા લાગ્યો. તેમ તેમ પાંડવોનો ધ્યાનરૂપ દીપક વધારે નિશ્ચળ થવા લાગ્યો. • દ્રૌપદી દ્વારા કૃત્યા રાક્ષસીથી પાંડવોનું રક્ષણ : તે સમયે અશ્વોના હષારવથી, સુભટોના સિંહનાદોથી, રથના ચિત્કારથી અને નિઃસ્વાન પ્રમુખ વાજિંત્રોથી પર્વતોને પણ ફાડતું મોટું સૈન્ય ત્યાં આવ્યું. તેમાંથી કોઈ એક પુરુષ તેમની નજીક આવી ધ્યાન ધરતી કુંતી અને દ્રૌપદીને ઉપાડી ઘોડાના સ્કંધ પર બેસાડી પોતાનાં સૈન્યમાં ચાલ્યો ગયો. “હે વત્સો ! હે રણમાં શૂરવીરો ! હે માતૃવત્સલો ! હે ભીમ ! હે અર્જુન ! આ લોકો અમને મારે છે. તેનાથી અમારી રક્ષા કરો.” આ પ્રમાણે દ્રૌપદી અને કુંતીએ ઊંચે સ્વરે પોતાના પુત્રોને પોકાર કરવા માંડ્યો. • કૃત્યા રાક્ષસીનું આગમન : તે સાંભળી ધ્યાનથી ચલિત થઈ પાંડવો રોષ વડે પોતપોતાનાં શસ્ત્રો લઈ સિંહનાદથી ગર્જના કરતાં ચાલ્યા. પાંચે પાંડવોના પરાક્રમથી સર્વ સૈન્ય દીનતાપૂર્વક ચારે બાજુથી અત્યંત પરાભવ પામ્યું અને સર્વ દિશાઓમાં તત્કાળ અદશ્ય થઈ ગયું. હવે તે વખતે ધર્મરાજાને અત્યંત તૃષા લાગી, બીજા સર્વે પણ તૃષાતુર થયા; એટલે તેઓ જળ શોધવા લાગ્યા. આગળ જતાં કમલથી શોભતું એક સરોવર તેમણે જોયું. તે સરોવરમાંથી સર્વેએ કંઠ સુધી જળ પીધું. જળપાન કર્યા પછી થોડીવાર થઈ ત્યાં તે જળપાનથી જ તે સર્વે અકસ્માતુ મૂચ્છિત થઈને પૃથ્વી ઉપર આળોટવા લાગ્યા. એવામાં પોતાના પતિની શોધમાં ફરતી દ્રૌપદી ત્યાં આવી. પતિઓને પૃથ્વી પર આમતેમ તરફડતા જોઇ દુઃખાર્ત થયેલી દશે દિશાઓમાં જોવા લાગી. તેટલામાં વલ્કલ વસ્ત્રને ધારણ કરતી કોઈ ભિલ્લ સ્ત્રી તેની આગળ આવી. દ્રૌપદી તે સ્ત્રીને કાંઇક કહે તેવામાં તીવ્ર લોચનવાળી, એક હાથમાં કાપાળ અને ખડ્રગને ધારણ કરનારી, તેમજ અટ્ટહાસ્ય કરતી અતિ ભયંકર કૃત્યા રાક્ષસી બીજા હાથમાં કૃત્તિ રાખીને પ્રગટ થઈ. ત્યાં પાંડવોને આમતેમ આળોટતા જોઇ, પોતાનું કાર્ય કરવામાં ઉત્સાહવાળી થઈ અને મુખમાં જીભ હલાવતી તેમની આસપાસ ફરવા લાગી. તેના દર્શનથી કંપતી દ્રૌપદીએ ભિલ્લ સ્ત્રીને પોતાની વચમાં ઊભી રાખી અને કૃત્યાને કહ્યું, “હે દેવી ! તારા આવવાના પવનથી આ ચમદહી પ્રાણીઓ ભયથી તુરત મૂચ્છ પામી ગયા છે અને તેઓ ક્ષણવારમાં પ્રાણને પણ છોડી દેશે શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૫૧
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy