SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિત સરોવરના નીર ઉપર પડાવ નંખાવ્યો. તે વખતે અનુચરોએ અને ચિત્રાંગદ વિદ્યાધરે તેને અટકાવ્યો. તો પણ તે સરોવરમાં પ્રવેશ્યો. તેથી ક્રોધ પામેલા વિદ્યાધરે આયુધ અને પરિવાર વગરનાં દુર્યોધનનું અનુજબંધુઓ સહિત હરણ કર્યું. ત્યારે તત્કાળ પોકાર કરતી તેના અંતઃપુરની સ્ત્રીઓ વિનયપૂર્વક યુધિષ્ઠિરની પાસે આવીને પતિભિક્ષા યાચવા લાગી; “હે જયેષ્ઠ ! જો કે ધૃતરાષ્ટ્રના પુત્રોએ તમારો અપરાધ ર્યો છે, તો પણ તમે ધર્મપુત્ર છો. માટે અનુજબંધુઓની ઉપર કૃપા કરો.” આવી રીતે ભય પામેલી તે સ્ત્રીઓએ યુધિષ્ઠિરને કહ્યું ત્યારે ધર્મરાજાએ તત્કાળ તે કાર્ય કરવા માટે રણકર્મમાં સમર્થ એવા અર્જુનને આજ્ઞા કરી. અર્જુને જઇને તે વિદ્યાધરને યુદ્ધ માટે બોલાવ્યો એટલે વિદ્યાધર તરત પાછો વળ્યો. અર્જુનના પરાક્રમથી શત્રુ વિદ્યાધર મિત્રપણાને અંગીકાર કરી તત્કાળ અર્જુન પાસે આવીને નમ્યો અને દુર્યોધન આદિને છોડી દીધા. તે અવસરે અર્જુને ચિત્રાંગદ વિદ્યાધરને કહ્યું, “હે સખા ! હું અર્જુન છું અને મોટાભાઇની આજ્ઞાથી મેં આ પ્રમાણે કર્યું છે. માટે દુર્યોધનને સાથે લઈ તમે મારા વડીલબંધુ પાસે આવી તેમને નમી “હું નિરપરાધી છું' એમ જણાવી મને સત્ય પ્રતિજ્ઞાવાળો કરો.” અર્જુનના આવા વચન સાંભળી ચિત્રાંગદ વિદ્યાધર ખુશ થયો. પછી તે વિદ્યાધર વિમાનમાં બેસીને અર્જુનને અગ્રેસર કરીને ધર્મપુત્રની પાસે આવ્યો. યુધિષ્ઠિરને જોતાં જ મસ્તકમાં પીડા થતી હોય તેમ અતિ કોપ કરતો દુર્યોધન તેમને નમ્યો નહીં અને અક્કડ થઈને રહ્યો ત્યારે ચિત્રાંગદે, “હે મૂઢ ! જે તારા વડીલ, તારા અન્યાયને સહન કરનાર અને તને જીવાડનાર છે. તેને પણ તું નમતો નથી ?' એમ કહીને બળાત્કારે દુર્યોધનને નમાડ્યો. દુર્યોધનને આલિંગન કરીને વાત્સલ્યધારી ધર્મપુત્ર પ્રીતિથી કુશળ પૂછ્યું. એટલે દુર્યોધને પોતાના ચિત્ત પ્રમાણે કહ્યું કે, “રાજયથી ભ્રષ્ટ થવું અને શત્રુઓથી પીડા પામવી, તે એટલી લજ્જા કરનાર નથી પણ આ તમને જે પ્રણામ કરવો પડ્યો તે મને અત્યંત પીડા કરે છે.' આવા તેના વચન સાંભળીને પણ કોપ નહીં કરતા યુધિષ્ઠિરે તેને આશ્વાસન આપીને તેના નગરમાં મોકલ્યો. તેનો સર્વ વૃત્તાંત જાણી ગાંગેય અને વિદુર પ્રમુખ સર્વે દુર્યોધનને સમજાવવા લાગ્યા કે, તે અર્જુનનું બળ જોયું, માટે હવે તેમની સાથે સંધિ કર.' પણ દુર્યોધને તેમના હિતવચન ગણકાર્યા નહીં. • જયદ્રથ દ્વારા દ્રોપદી હરણ : એક વખત જ્યાં પાંડવો હતા તે માર્ગે થઇને ધૃતરાષ્ટ્રની પુત્રી દુઃશલ્યાનો પતિ જયદ્રથ રાજા જતો હતો. તેને કુંતીએ પોતાનો જમાઈ જાણી નિયંત્રણ કરીને શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૪૯
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy