SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અને વયથી જ્યેષ્ઠ હોવાથી સહન કરી, તેવી રીતે હે માનદાતા ! પશ્ચાત્તાપ કરવામાં તત્પર એવા મારા ઉપર કૃપા કરીને ઇન્દ્રપ્રસ્થ નગરનું સ્વામીપણું ગ્રહણ કરો.' એવી રીતે અંદરથી દારુણ પણબહારથી કોમળ તેવી તેની વાણી સાંભળી સરળ મનવાળા ધર્મરાજા તેનો વિશ્વાસ રાખીને વારણાવતી (ઇન્દ્રપ્રસ્થ)માં ગયા. તે સમાચાર વિદુરને મળતાં તેણે ગૂઢ લેખ લખીને ધર્મરાજાને જણાવ્યું કે, “કદી પણ શત્રુઓનો વિશ્વાસ કરશો નહીં. તેમણે તમારા નિવાસ માટે નવીન લાક્ષાગૃહ બનાવ્યું છે. જેમાં તમને રાખીને ગુપ્ત રીતે તમને તેડવા આવેલો પુરોચન બ્રાહ્મણ તમને અગ્નિથી બાળી નાંખશે. ફાલ્ગન માસની કૃષ્ણ ચતુર્દશીએ મધ્યરાત્રે દુર્યોધનની પ્રેરણાથી તે પુરોહિત તમારું અનિષ્ટ કરવાનો છે.” તે સાંભળી નિઃસીમ ઉજજવલ પરાક્રમવાળો ભીમસેન ક્રોધ કરીને યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યો, ‘તમે શત્રુઓને ક્ષમા કરો છો, તે જ કષ્ટકારી છે. જો તમે આજ્ઞા આપો તો દુયોધનને હું એકલો જ ગદાથી મારી નાંખું.' આવી રીતના ભીમના ઉગ્ર કોપરૂપી અગ્નિને ધર્મપુત્રે તે તે નીતિવાક્યરૂપ અમૃતથી સત્વર શમાવી દીધો. પછી વિદુરે ખોદવાની કલાના જાણકાર પુરુષોની પાસે એક સુરંગ કરાવી અને તે વાત કૌરવના પુરોહિતને છેતરવા માટે ધર્મપુત્રને જણાવી. પુરોચન પુરોહિત લાક્ષાગૃહમાં પાંડવોને સન્માન સાથે વસાવીને તેમની ભક્તિમાં પરાયણ થઈ રહેવા લાગ્યો. તેવામાં સંકેતને દિવસે કોઈ વૃદ્ધા સ્ત્રી પાંચ પુત્રો અને વધૂની સાથે ત્યાં આવી. તેને કુંતીએ તે નિવાસમાં રાખી. અર્ધરાત્રે શત્રુએ ગુપ્ત રીતે તેમાં અગ્નિ મૂક્યો. એટલે લાક્ષાગૃહ બળવા લાગ્યું. સર્વે સુરંગને માર્ગે ચાલ્યા ગયા. ભીમ સૌની પાછળ રહી પુરોહિતને પકડી અગ્નિમાં ફેંકી દઈ, વેગથી બંધુઓને આવી મળ્યો. પ્રાતઃકાળે તે ગૃહમાં સાત જણાને દગ્ધ થઈ ગયેલા જોઈ સર્વે લોકો અંતરમાં શોક કરવા લાગ્યા અને દુર્યોધનની ઉપર ક્રોધ કરવા લાગ્યા. શોકથી અત્યંત આકુળવ્યાકુલ થયેલા લોકોએ પિતાનું વૈર હોય તેમ પગના આઘાત વડે પુરોહિતના મસ્તકને ચૂર્ણ કરી નાખ્યું. દુર્યોધનના જાણવામાં આવ્યું કે, “પાંડવો અને પુરોહિત લાક્ષાગૃહમાં બળી ગયા છે.” તેથી બહારથી શોક રાખીને તેણે તેમને જળથી અંજલી આપી. વરીઓની શંકાથી પાંડુકુમારો માર્ગમાં શીવ્રતાથી અથડાતા અને પડતા રાત્રિ-દિવસ ચાલવા લાગ્યા. ભયને લીધે તેઓએ વૃક્ષ, ચૈત્ય, ગિરિ, નદીતટ કે સરોવર કોઇ પણ ઠેકાણે વિસામો લીધો નહીં. દર્ભના અંકુરોથી અને કાંટાઓથી ક્લેશકારી એવા ભૂમિતળ ઉપર કે સરળ ભૂમિ ઉપર ચાલતા તેઓ સુખ-દુ:ખને ગણતા નહીં. માર્ગમાં કુંતી અત્યંત થાકી ગઈ. એટલે તેણે ભીમને કહ્યું કે, “આપણે કેટલેક દૂર જવાનું છે? હવે શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૦
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy