________________
અમારા પિતાની સેવા કરવી, શ્રી જિનેશ્વરની પૂજા કરવી, નિરંતર અમને આશીષ આપવી અને પુત્રની જેમ પ્રજાને પાળવી.
આમ કહીને ધર્મપુત્રે પ્રજાજનોને કહ્યું, “હે લોકો ! અમોએ રાજ્યમાં અંધ થઇને જો કાંઇપણ અપરાધ કર્યા હોય, તો તે તમે ક્ષમા કરજો.' કારણ કે “પ્રજા સર્વ દેવમય છે.” આવી રીતે વિનયથી પિતા, માતાઓ અને લોકોને વિદાય કરી કુંતી, દ્રૌપદી, સુભદ્રા અને બંધુઓની સાથે ધર્મકુમાર આગળ ચાલ્યા. દુર્યોધનની આજ્ઞાથી ક્રૂર અને કમિર નામના બે રાક્ષસો દ્રૌપદીને બીવરાવવા આવેલા, તેને ભીમે જીતી લીધા. પછી સર્વ ઉપાયોને જાણનાર વિદુર પાંડવોની પાસે આવ્યા. તેણે વિદ્યાના અનેક ઉપાયો બતાવ્યા. પછી પાંડવોથી પૂજાયેલા તેઓ નગરમાં પાછા ગયા. દ્રૌપદીનો ભાઇ ધૃષ્ટદ્યુમ્ન પાંડવોને વનવાસે નીકળેલા જાણી પ્રીતિથી તેમની પાસે આવ્યો અને પાંચાળ દેશના આભૂષણરૂપ કાંડિલ્યનગરમાં લઈ ગયો. પછી સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ કુંતીને નમવાને માટે ઉત્સુક થઇને કોટી યાદવો સહિત ત્યાં આવ્યા. પાંડવોએ હર્ષ પામીને અર્જુનની વિદ્યાર્થી પ્રગટ કરેલા અને કૃષ્ણને પણ વિસ્મય પમાડે તેવા ભોજનોથી તેમને જમાડ્યા.
કૃષ્ણ પાંડવોને પ્રીતિ વડે કહ્યું કે, “બાલ્યવયથી ફૂડ-કપટના નિવાસરૂપ અને છલથી ઘાત કરનારા ધૃતરાષ્ટ્રના પુત્રોને હું સારી રીતે જાણું ચું. એ કપટપટુ કૌરવોએ ઘુતક્રીડાના છલથી દિવ્ય પાસા વડે રમીને તમને રાજયથી ભ્રષ્ટ કર્યા. અહા ! કેવું વિપરીત દેવ ” પણ તમે હવે પાછા તમારા સ્થાનમાં જાઓ. હું તમારા શત્રુઓને હમણાં જ હણીશ. કારણ કે દુષ્ટોને અકાળે મારવાથી પણ નિયમનો ભંગ થતો નથી.' આવી રીતે કૃષ્ણ કહ્યું છતાં પણ ધર્મકુમાર બોલ્યા, “હે હરિ ! પરાક્રમવાળા તમારાથી બધુ જ શક્ય છે. પરંતુ અમે તેર વર્ષ સુધી વનવાસમાં રહ્યા પછી તમારી સહાયથી તે શત્રુઓને મારીશું. માટે હમણાં તમે શાંત થઈને પાછા જાઓ.” એવી રીતે કહી પાંડવોએ વિષ્ણુને વિદાય કર્યો. એટલે પોતાની બહેન સુભદ્રાને પુત્ર સહિત રથમાં બેસાડી પોતાની સાથે લઇને તે પોતાની નગરીમાં આવ્યા. • પાંડવોનો લાક્ષાગૃહમાંથી બચાવ અને પુરોચનનું મૃત્યુ
ત્યાંથી પાંચ પાંડવો, માતાકુંતી અને દ્રૌપદી આ સાત જણા નગરમાં અને વનમાં ફરતા હતા. તેવામાં દુર્યોધનના પુરોહિત પુરોચને તેમની પાસે આવીને આ પ્રમાણે કહ્યું, “નમસ્કાર કરતો સુયોધન આદરથી મારા મુખે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે, હે ધર્મકુમાર ! તે વખતે મેં અજ્ઞાનને વશ થઇને તમારી જે અવજ્ઞા કરી તે તમે ગુણથી
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૩૯