________________
આવી ચડ્યા. તેમણે કુમારોને પૂછ્યું કે, ‘તમે આ ખાડાની આસપાસ એકઠા થઇને કેમ ઊભા છો ?' તેઓએ કહ્યું કે, ‘આ કૂવામાં અમારો ક્રીડાકંદુક (Ball) પડી ગયો છે.' તે સાંભળી દ્રોણે એક પછી એક બાણો પરોવીને કંદુકને ખાડામાંથી બહાર કાઢ્યો. તેમની આવી (કળા) હસ્તલાઘવતા જાણી ભીષ્મે કૃપાચાર્યની આજ્ઞાથી ધનુર્વેદ શીખવવાને માટે સર્વ રાજકુમારો દ્રોણાચાર્યને અર્પણ કર્યા. તેઓમાં કર્ણ વધારે હોશિયાર થયો અને ઇન્દ્રપુત્ર અર્જુન તેનાથી પણ વધારે પ્રવીણ થયો. તે બધા કુમારોમાં વિનયમાં, વિક્રમમાં અને શૌર્યમાં સર્વથી અધિક જોઇને દ્રોણે અર્જુનને બહુમાન આપવા માંડ્યું.
એક વખતે શિષ્યોની સાથે યમુના નદીમાં આનંદપૂર્વક ૨મતાં દ્રોણાચાર્યનો એક પગ કોઇ જલજંતુએ આકર્ષ્યા. જો કે દ્રોણાચાર્ય પગ છોડાવવા શક્તિમાન હતા. તથાપિ શિષ્યોનો વિનય જાણવાની ઇચ્છાએ તેઓએ મોટે સ્વરે પોકાર કર્યો. તે સાંભળ્યા છતાં સર્વે ઉદાસીન થઇને બેસી રહ્યા, ત્યારે ઇન્દ્રપુત્ર અર્જુન દોડીને આવ્યો. તેનું આવું સત્વ જોઇ ‘આની ઉપર બીજાઓ દ્વેષ કરો નહીં અને તેને પણ ગર્વ થાઓ નહીં' એવું ધારી દ્રોણે તેની પ્રશંસા કરી નહીં. પરંતુ એકાંતમાં દ્રોણે અર્જુન પાસે એવી પ્રતિજ્ઞા કરી કે, ‘તારા વિના બીજાને હું સંપૂર્ણ ધનુર્વિદ્યા શીખવીશ નહીં.'
ગુરુભક્ત એકલવ્ય :
એ સમયે એકલવ્ય નામે એક ભીલનો પુત્ર હતો. તેણે દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદ શીખવવાની પ્રાર્થના કરી. પણ નીચ જાતિને લીધે તે નીતિવાન છતાં દ્રોણગુરુ પાસેથી ધનુર્વેદ મેળવી શક્યો નહીં. સાક્ષાત્ ગુરુના અભાવથી તે એકલવ્યે માટીની દ્રોણગુરુની મૂર્તિ કરી એક વૃક્ષતળે તેને સ્થાપિત કરી અને તેની સાક્ષીએ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા માંડ્યો. એવી રીતે ગુરુભક્તિપૂર્વક અભ્યાસ કરતાં તે ગુરુભક્ત એકલવ્યને બાણ વડે વૃક્ષોનાં પત્રોમાં વિચિત્ર પ્રકારની આકૃતિઓ પાડી શકે તેવી હસ્તલાધવતા પ્રાપ્ત થઇ. એક વખત ફરતો ફરતો અર્જુન દ્રોણગુરુની સાથે ત્યાં આવ્યો. એકલવ્યનું તેવા પ્રકારનું પત્રછેદન જોઇ અર્જુને પોતાના ગુરુ દ્રોણાચાર્યને કહ્યું કે, ‘તમે પ્રતિજ્ઞા કરી હતી કે તારા વિના બીજા કોઇને હું ધનુર્વેદ શીખવાડીશ નહીં. તો આ ક્યાંથી ? દ્રોણે વિસ્મયથી કહ્યું, ‘હે અર્જુન ! મારું કહેલું ખોટું નથી. દેવમાં કે મનુષ્યોમાં આ કોઇ નવીન થયો છે. એમ હું ધારું છું. આવી ધનુર્કળા જાણનાર કોઇ સુર કે અસુર ગમે તે હો. તે મને પ્રત્યક્ષ થઇ પોતાનો ઉદ્યમ બતાવો.' આવા દ્રોણગુરુનાં વચન સાંભળી ધનુષ્ય અને ભાથાને ધારણ કરતો એકલવ્ય વનમાંથી ત્યાં આવ્યો અને સાક્ષાત્ આવેલા પોતાના ગુરુને પ્રણામ કરી પોતાનું નામ કહ્યું.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૮