________________
તારો.” આ પ્રમાણે કહી પ્રભુની અનુમતિ થવાથી તત્કાળ બનાવેલાં વિમાનો વડે સર્વ દેવતાઓની સાથે પ્રભુને લઇને ઇન્દ્ર શત્રુંજયગિરિએ આવ્યા. ત્યાં આવીને સ્વામીના આદેશથી મનને પૂર્ણ ભાવિત કરતા ઈન્દ્ર પૂર્વની જેમ પોતાનું સર્વ કર્તવ્ય કર્યું અને સ્થાવર અને જંગમ એવા પ્રભુની પૂજા કરી. પછી પ્રભુને બંધુવર્ગસહિત દ્વારિકામાં મૂકી, તેમના પિતાને સર્વ વૃત્તાંત જણાવી હર્ષ પામતા ઇન્દ્ર સ્વર્ગમાં ગયા. વિશ્વને આનંદ આપતા પ્રભુ સુર, અસુર તથા રામ-કૃષ્ણથી સેવાતા સુખે રહેવા લાગ્યા.
એક વખત નારદે બતાવેલી રૂકિમ રાજાની બહેન રૂક્મિણીને કૃષ્ણ પોતાના ભજવીર્યથી હરી લીધી. જાંબવાન નામના ખેચરની જાંબવતી નામની પુત્રી ગંગામાં હાતી હતી. તેને તેના પિતાને જીતીને હરી લીધી અને તે બંનેને તેઓ પરણ્યા. તે સિવાય લક્ષ્મણા, સુસીમા, ગોરી, પદ્માવતી અને ગંધારી એ પાંચ મુખ્ય સ્ત્રીઓને પરણ્યા. આથી પ્રથમની સત્યભામા સહિત સર્વ મળીને કૃષ્ણને આ આઠ મુખ્ય પટ્ટરાણી થઈ. • દ્રોણાચાર્યનો મેળાપ :
ધૃતરાષ્ટ્રના સો પુત્રો, પાંચ પાંડવો અને સારથીપુત્ર કર્ણ એ સર્વે એકઠા થઈ હંમેશાં ખેલતા હતા. છલ કરવામાં ચતુર એવો દુર્યોધન ખેલવામાં સરળ હૃદયવાળા પાંડુપુત્રોને હંમેશા ઠગતો હતો. સ્વભાવથી બળવાન એવો ભીમ કૌરવોની પ્રત્યક્ષ માયા જોઇ તેઓને કૂટતો અને પોતાના બળ વડે તેઓને ત્રાસ પમાડતો હતો. તેઓ છળ કરી ભીમ ઊંઘી જતો ત્યારે તેને બાંધીને જળમાં નાખી દેતા, પણ જયારે ભીમ જાગતો ત્યારે અતિદુર્મદ થઈ બંધનના દોરડાઓને તોડી નાખતો. દુર્યોધન ક્રોધથી હંમેશાં ભીમનો તિરસ્કાર કરતો અને ભીમ પણ સદા ભુજા દબાવીને તેનો પરાભવ કરતો હતો. દુષ્ટબુદ્ધિવાળો દુર્યોધન ભીમને ભોજનમાં વિષ આપતો, પણ તેના પુણ્યયોગે તે અમૃત થઇ જતું હતું. દુર્યોધન ભીમને માટે જે જે ઉપદ્રવ કરતો તે તે કુપાત્રમાં આપેલા દાનની જેમ વ્યર્થ થઈ જતા હતા. આ સો કૌરવ, પાંચ પાંડવો અને સૂતપુત્ર કર્ણ એ સર્વેએ પિતાની આજ્ઞાથી કૃપાચાર્ય નામના ગુરુ પાસેથી સર્વ વિદ્યા સંપાદન કરી. તેઓમાં પ્રજ્ઞાગુણથી કર્ણ અને અર્જુન વિશેષ શીખ્યા. તેથી કૂટશ એવો દુર્યોધન તેમની ઉપર નિઃશંકપણે દ્વેષ કરવા લાગ્યો.
એક વખતે તેઓ અનધ્યાયના દિવસે ક્રીડા કરતા હતા. તે સમયે તેમનો કંદુક (દડો) એક મોટા ખાડામાં પડી ગયો. તેને બહાર કાઢવામાં સર્વે નિરુપાય થયા. તેવામાં અશ્વત્થામા નામના પુત્ર સહિત ધનુર્વેતાઓમાં અગ્રેસર એવા દ્રોણાચાર્ય ત્યાં ૧. સ્થાવર પ્રભુ તે પૂર્વે સ્થાપેલી શ્રી નેમિનાથજીની પ્રતિમા અને જંગમ પ્રભુ તે ગૃહસ્થાવાસમાં વર્તતા પ્રભુ પોતે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૨૭