________________
અંગારાની વૃષ્ટિ કરવા લાગ્યા. પછી ભગવાને મોહનાસ્ત્ર નામે એક બીજું બાણ છોડ્યું. તેથી સર્વ દેવો ચેતન રહિત થઇને પૃથ્વી પર આળોટવા લાગ્યા. તે બાણજનિત તંદ્રાથી તેને જોનારા પક્ષીઓ, માનવો, દેવતાઓ પણ સર્વે સ્થિર થઇ ગયા. પ્રભુના આવા પરાક્રમની હકીકત જાણી ઇન્દ્ર સૌધર્મ દેવલોકમાંથી નીચે આવી નમીને પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
‘હે સ્વામી ! વિશ્વમાં સારરૂપ, જગતનો ઉદ્ધાર કરવામાં સમર્થ, અનંતવીર્યવાળા અને દુર્સ્ટ ભુજાના બળવાળા હે ભગવંત ! આપ જય પામો. હે નાથ ! આપ લોકને અલોકમાં નાંખવાને, મેરુગિરિને અંગૂઠાથી ઉપાડવાને અને આખા વિશ્વનો વિપર્યય કરવાને સમર્થ છો. હે જગતના સ્વામી ! સુર, અસુર, મનુષ્ય અને નાગકુમારોથી તેમજ અમારા જેવાથી પણ આપનું બળ સહન થઇ શકે તેમ નથી. હે સ્વામી ! આપની પ્રવૃત્તિ સર્વ જગતની રક્ષાને માટે જ છે. તે છતાં હમણાં આવો સમારંભ કેમ આદર્યો છે ? આ બિચારા અજ્ઞાની દેવતાઓ આપના ક્રોધને સહન કરી શકે તેમ નથી. માટે હે નાથ ! હવે વેગથી અસ્ત્રોને સંહરી લ્યો. આપ જ વિશ્વના બ્રહ્મા છો અને આપ જ જગતના હર્ષને માટે છો.
આવી ઇન્દ્રની સ્તુતિ સાંભળી પ્રભુએ સત્વર બંને અસ્ત્રો સંહરી લીધાં. તેથી તત્કાળ સચેત થયેલા તે દેવો પ્રભુને અને ઇન્દ્રને જોઇને લજ્જા પામી ગયા. નીચું મુખ કરીને રહેલા તે દેવોને ઇન્દ્રે ઉપહાસ્યથી કહ્યું, ‘અહા ! તમે તમારું ચેષ્ટિત જોઇ લીધું ? અરે, દુરાગ્રહી દેવતાઓ ! આ સ્વામી જગતને પૂજનીય અને જગતના આધાર છે, માટે નમીને તમે ક્ષમાની પ્રાર્થના કરો. એ સ્વામી સ્વભાવથી જ જગતના રક્ષણમાં સદા તત્પર છે. તેથી તમારું પણ રક્ષણ કરશે. તમે અપરાધ કરનારા છતાં પણ તમોને અભય કરનારા થશે.
ઇન્દ્રનાં આવાં વચન સાંભળી લજ્જા અને વિનયથી નમ્ર એવા તે દેવો કાયાથી આળોટતા પ્રભુને નમી, નમ્રવાણી વડે આ પ્રમાણે કહેવા લાગ્યા; હે સ્વામી ! અમે પાપીઓએ આપનું સત્વ જોવા માટે આ આરંભ કર્યો હતો. અમને ધિક્કાર છે !' આ પ્રમાણે કહી ભગવંતના ચરણને મસ્તક પર લગાડી દેવતાઓ તેમને જ શરણે ગયા. પ્રભુએ તેમને સાંત્વન આપ્યું. કેમ કે પ્રભુ વિશ્વની સ્થિતિ કરનાર અને વિશ્વ સ્થિતિને પાળનાર છે.’
પછી શ્રી નેમિનાથ પ્રભુ દેવોએ કરેલા તે માયાનગરમાં આવી પોતાના બંધુ રામ, કૃષ્ણ તથા અનાધૃષ્ટિને સ્નેહથી આલિંગન કરી પરમ હર્ષ પામ્યા. પછી ઇન્દ્રે કહ્યું, ‘હે સ્વામી ! અમારા ઉપર અનુગ્રહ કરી શત્રુંજ્યાદિ તીર્થોની યાત્રા કરાવો અને અમને શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૬