________________
એક લીલામાત્રમાં જીતી લીધી, તેવા પુરુષો તો તીર્થકરથી જ જીતાશે. અસુરો કે સુરોથી પણ તે જીતાશે નહીં. આ પ્રમાણે તે કહે છે. તેવામાં ઇન્દ્રની આજ્ઞાથી એક ઉત્તમ રથ લઈને માતલિ સારથી ત્યાં આવ્યો. તેણે નેમિનાથ પ્રભુને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી, “હે સ્વામી ! આપની ઇચ્છાની સાથે જ થયેલી ઇન્દ્રની આજ્ઞાથી હું રથ લઇને આવ્યો છું. માટે તેમાં આરુઢ થઈ શત્રુઓને જીતી લ્યો.” પછી સમુદ્રવિજયના મુખ સામું જોઈ પ્રભુ રથ ઉપર બેઠા અને એક ધનુષ્ય સિવાય બીજા સર્વ શસ્ત્રો છોડી દીધાં. “સર્વની રક્ષાનો મંત્ર હું છું, તો મારી રક્ષા આનાથી શા માટે હોય.” એવું જાણે ધારતા હોય તેમ પ્રભુએ બશ્વર પણ છોડી દીધું. એ પ્રમાણે રથ ઉપર બેસીને ભગવંત ક્ષણમાં માયાનગર પાસે આવ્યા અને શંખના ધ્વનિ વડે ચારેબાજુથી શત્રુઓને બોલાવ્યા. નગરની આસપાસ વેગથી ફરતા એવા એ રથના આઘાતથી ગઢના કાંગરા પડી ગયા.
વળી રથના આઘાતથી સર્વ દેવતાઓ એકઠા થઈ ચતુરંગ સેના લઈ વિમાનોમાં બેસી વેગ વડે ત્યાં આવ્યા. તેઓ ઊંચે સ્વરે બંભા, નિશાન અને કાહલને વગાડ્યા લાગ્યા. તેના પ્રતિધ્વનિ વડે લોકો પ્રલયકાળની શંકા કરવા લાગ્યા. તે માયાવી દેવોએ મોટા મોટા પર્વતોને પણ દુઃસહ એવા મહાન વંટોળિયા વિકુવ્ય. તેથી આકાશમાં મહાનિષ્ફર નાદ થયો. પૃથ્વી અત્યંત અસ્થિર થઈ ગઈ. મેઘના કડાકા જેવી પ્રચંડ ગર્જના થવા લાગી. પૃથ્વીમાંથી નીકળતી ધૂમશિખા આકાશમાં ફેલાઈ ગઈ. સ્થાને સ્થાને મોટા હસ્તીઓ, અતિભયંકર કેશરીસિંહો અને વ્યાધ્ર પ્રમુખ પ્રાણીઓ બુબારવ કરવા લાગ્યા. વીંછીઓ અને અજગરો પ્રગટ થયા. વિકરાળ એવા ઘણા શાકિની ભૂત અને વેતાળ વૃદ્ધિ પામી ભૂમિ પર ઘણો ભય આપવા લાગ્યા.
તે દેવોનું આવું વિકરાળ સ્વરૂપ જોઇ પ્રભુએ કાંઇક હસી પોતાનું ધનુષ્ય લીલામાત્રમાં પણછ ઉપર ચડાવ્યું. નમતા ધનુષ્યના દુસહ કંકારથી સિંહાદિક પ્રાણીઓ ત્રાસ પામી ગયા. પછી પ્રભુએ ધનુષને ખેંચી ફરીવાર દઢ રીતે આસ્ફાલિત કર્યું. એટલે તેમાંથી નીકળતા અગ્નિ વડે અંધકારના સમૂહ દૂર થઈ ગયા. તે સમયે કેટલાકને આકાશમાં અને કેટલાકને ભૂમિ ઉપર પ્રગટ થયેલા જોઈ પ્રભુએ હસતાં હસતાં કહ્યું કે, “હવે બધુ સારું થશે.” એવું કહીને પ્રભુએ ધનુષ ઉપર પૃથ્વી, પર્વત અને સાગરનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવું અમોઘ વાયવ્યાસ્ત્ર સાધ્યું. કાન સુધી ખેંચી તે બાણ પ્રભુએ તત્કાળ છોડ્યું. તેમાંથી એવો પવન ઉત્પન્ન થયો કે જેથી દેવોનાં વિમાનો રૂની જેમ ઊડી ઊડીને ક્યાંનાં ક્યાં જતાં રહ્યાં. “જગત્મભુની એવી અપાર શક્તિ છે. તે વાયુથી પરસ્પર અથડાયેલા વિમાનો પ્રલયકાળના મેઘની જેમ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૨૫