________________
અતિમુક્તક મુનિએ કહેલા કંસના વધથી માંડીને સર્વ હકીકત તેણે ત્યાં કરી. તે સાંભળી જરાસંઘે કહ્યું, “વત્સ તારા શત્રુઓને હું રોવરાવીશ.” તેને એવી રીતે સમજાવીને જરાસંઘે સોમક નામના રાજાને બધી હકીકત સમજાવીને સમુદ્રવિજયની પાસે મોકલ્યો. સમુદ્રવિજયે તેનો સત્કાર કર્યો. પછી તેણે જરાસંઘનો સંદેશો આ પ્રમાણે કહ્યો કે, “હે રાજન્ ! કુલાંગર જેવા રામ અને કૃષ્ણ અને અર્પણ કરો. કંસને હણનારા એ બંને રામ અને કૃષ્ણ કારણ વગરના તમારા વૈરી છે. તેથી તેમનો ત્યાગ કરીને પૂર્વની જેમ મારા શાસનથી રાજય ચલાવો.'
તે સાંભળી પ્રથમ દશાર્ણ સમુદ્રવિજયે અંતરમાં દુભાઈને સોમક રાજાને કહ્યું કે, “જરાસંઘ રામ-કૃષ્ણ ઉપરના મારા સ્નેહના કારણને જાણતા નથી, પણ તે સોમક રાજા ! તે રામ-કૃષ્ણની માંગણી કરતાં તમે કેમ લાજતા નથી ? કેમ કે એ બંને ભાઈ તો દેહમાં નેત્રની જેમ અમારા હરિવંશના મંડન છે. કદી અમારા જીવિતનું દાન થાય તો ભલે પણ એ બંને વત્સ (રામ-કૃષ્ણ)નું દાન થવાનું નથી. માટે જાઓ અને આ વાત એ પોતાના જામાતા કંસના માર્ગને અનુસરનારા જરાસંઘને કહો.” રામ-કૃષ્ણ કોપના સંભ્રમથી જોયેલા સોમલ રાજાએ તત્કાલ ત્યાંથી ઊઠી, વેગથી જરાસંઘ પાસે જઈ તે વૃત્તાંત જણાવ્યો.
ઉગ્રસેન રાજાએ પ્રીતિ વધારવા માટે પૂર્વથી અનુરાગ ધરતી પોતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને આપી. બીજે દિવસે સમુદ્રવિજય રાજાએ પોતાના બંધુઓને એકઠા કરી ક્રોકિ નામના એક ઉત્તમ અને હિતકારી નિમિત્તઓને બોલાવીને પૂછ્યું કે, ‘ત્રિખંડ ભારતના અધિરાજ જરાસંઘની સાથે લડાઈ કરવામાં જે ભાવી બનવાનું હોય, તે કહી આપો.'
નિમિત્તઓએ કહ્યું, “મહાપરાક્રમી રામ-કૃષ્ણ ચિરકાલે જરાસંઘને મારી ત્રિખંડ ભરતના અધિપતિ થશે. હમણાં અહીંથી પશ્ચિમ દિશાના સમુદ્રતટને ઉદેશીને જાઓ. ત્યાં જતાં તમારા શત્રુના ક્ષયનો આરંભ થશે. માર્ગે જતાં જે ઠેકાણે સત્યભામા બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે નગરી વસાવીને તમારે નિઃશંક થઈને રહેવું.” તે સાંભળી અઢાર કુલકોટી યાદવોના નાયક સમુદ્રવિજય રાજા પરિવાર સહિત વિંધ્યાચળની મધ્યમાં થઇને ચાલ્યા.
અહીં જરાસંઘ સોમક રાજાનું કહેવું સાંભળી ક્રોધથી પ્રજવલિત થયો. તે જાણીને કાલ નામના તેના પુત્રે કહ્યું કે, “હે સ્વામી ! એ યાદવો કોણ માત્ર છે. તેમનો વધ કરવાની મને આજ્ઞા આપો. એટલે પછી અગ્નિ, આકાશ કે જલમાંથી પણ ખેંચી લાવીને તેમને હું મારી નાંખીશ.” ત્રિખંડપતિ જરાસંઘે પાંચસો રાજાઓ, ઘણી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૨૧