________________
આ રીતે શત્રુનો સત્ય નિર્ણય ન થવાથી કંસે શત્રુનો નિશ્ચય કરવા માટે વળી સત્યભામાના લગ્નના ઉત્સવનું બહાનું કાઢી મલ્લયુદ્ધ જોવાની ઇચ્છાએ સર્વ રાજાઓને બોલાવ્યા. કૌતુકી એવા કૃષ્ણ તે સાંભળી બલરામની સાથે ત્યાં જવા ચાલ્યા. માર્ગમાં આવેલી યમુના નદીના દ્રહમાં કાલી નાગનો કૃષ્ણે બળ વડે નાશ કર્યો. ત્યારબાદ કંસે માર્ગમાં છૂટા મૂકેલા બે મદોન્મત્ત હાથીમાંથી કૃષ્ણે પદ્મોતર નામના હાથીને માર્યો અને રામે ચંપક નામના હાથીને માર્યો. મથુરામાં સમુદ્રવિજય વગેરે પોતાના વડીલો આવેલા હતા. તેમની સમક્ષ રામે નામ લઇને કૃષ્ણને પોતાના બંધુ તરીકે ઓળખાવ્યો. તે પ્રસંગમાં થયેલી વાતચીતથી કંસને પોતાના છ બંધુનો હણના૨ો જાણીને હૃદયમાં કોપાગ્નિ સહિત કૃષ્ણ ત્યાં મંડપમાં બેઠા.
તે સમેય ચાણ્ર અને મુષ્ટિક નામે બે મલ્લ રંગભૂમિમાં આવ્યા. તેમને જોઇ કૃષ્ણ અને બલરામ કોપ કરી માંચા ઉપરથી ઉભા થયા. થોડા વખતમાં કૃષ્ણે ચાણ્ર અને બલભદ્રે મુષ્ટિકને મારી નાંખ્યો. તેમના વધથી કોપ પામેલો કંસ ઊંચે સ્વરે બોલ્યો; અરે યોદ્ધાઓ ! આ બે અધમ ગોપને અને તેમનો પક્ષપાત કરીને તેમનું પોષણ કરનાર નંદને પણ વગર વિલંબે મારી નાખો.
તેનાં આવાં વચન સાંભળી રોષથી રાતાં નેત્ર કરી કૃષ્ણ બોલ્યો; હે મૂઢ ! ચાણૂર જેવા મલ્લને માર્યા છતાં પણ તું તારા આત્માને મરેલો કેમ જાણતો નથી? માટે પ્રથમ તો મારાથી હણાતા એવા તારા આત્માની રક્ષા કર, પછી ક્રોધને લાયક જે લાગે તે નંદ વગેરેને બતાવી દેજે. આ પ્રમાણે કહી કૃષ્ણે છલાંગ મારી તેના મંચ ઉપર જઇ કંસને કેશ વડે પકડી પૃથ્વી ઉપર પાડી નાખ્યો. તે વખતે કંસની રક્ષા માટે કંસના સુભટો વિવિધ પ્રકારના આયુધો હાથમાં લઇને કૃષ્ણને મારવા દોડ્યા. પરંતુ માંચાનો એક સ્તંભ ઉપાડી તેઓને બળભદ્રે ભગાડી દીધા. પછી કૃષ્ણે મસ્તક ઉપર ચરણ મૂકીને કંસને મારી નાંખ્યો અને કેશથી ખેંચી સમુદ્ર જેમ લાકડાને બહાર ફેંકી દે તેમ રંગભૂમિની બહાર નાંખી દીધો. તે વખતે કંસના પક્ષના કેટલાક રાજાઓને યુદ્ધ કરવાને તૈયાર થયેલા જોઇ રાજા સમુદ્રવિજય પણ અનુજબંધુઓની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. જ્યારે સમુદ્રવિજય રાજા સામા થયા ત્યારે તેઓ સામા થવામાં ટકી શક્યા નહીં. પછી રામ અને કૃષ્ણને લઇને સમુદ્રવિજય પ્રમુખ સર્વે ઉગ્રસેન રાજાને મથુરાનું રાજ્ય આપીને શૌર્યપુર ગયા.
કંસના મરણથી વિહ્વળ થયેલી તેની પત્ની જીવયશા યાદવોનો ક્ષય કરાવવાની પ્રતિજ્ઞા લઇ રાજગૃહ નગરમાં આવી. છૂટા કેશ મૂકી શોકથી ઊંચે સ્વરે રુદન કરતી પોતાની પુત્રી જીવયશાને જોઇ જરાસંઘે રુદન કરવાનું કારણ પૂછ્યું. એટલે પ્રથમ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૦