________________
સેના અને નાના ભાઈ યવન સહિત તેને મોકલ્યો. જાણે સાક્ષાત્ કાલ આવ્યો હોય, તેમ કાલને આવેલો જોઇ રામ-કૃષ્ણના રક્ષક દેવોએ માર્ગમાં એક પર્વત વિકુવ્યો તથા રસ્તાના એક દ્વાર પાસે ઘણી ચિતાઓ અને તેની પાસે રુદન કરતી એક સ્ત્રી તથા અગ્નિથી ભસ્મીભૂત થયેલું યાદવોનું સૈન્ય વિકુવ્યું.
તે સ્ત્રીને જોઇને કાલે પૂછ્યું, હે ભદ્રે ! તું કેમ રુવે છે ?' જવાબમાં તે બોલી, જરાસંઘથી ભય પામીને બધા યાદવો નાસવા લાગ્યા. પછી તેમની પછવાડે કાલ જેવો કાલકુમાર ચાલ્યો, તે જયારે નજીક આવ્યો ત્યારે ભય પામીને તેઓ સર્વે આ અગ્નિમાં પેસી ગયા. દશાર્ણ અને રામ-કૃષ્ણ પણ ચિત્તામાં પ્રવેશ કર્યો. તે બંધુઓના વિયોગથી હું પણ હવે આ અગ્નિમાં પ્રવેશ કરું છું.'
આ પ્રમાણે કહીને તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. એટલે દેવતાથી મોહ પામેલા કાલે પોતાની પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને સંભારી સર્વની સાક્ષએ અગ્નિમાં પ્રવેશ કર્યો. પછી યવનકુમાર વગેરે સર્વે પાછા વળી ગયા અને આ સર્વ વૃત્તાંત મગધપતિને કહ્યો. એટલે તે જાણી યાદવોએ આદરથી ક્રોપુકિ નિમિતિયાની પૂજા કરી. પછી ક્રોકિના વચનથી સર્વ યાદવોએ સૌરાષ્ટ્ર દેશમાં રહેલા ગિરનાર પર્વતથી વાયવ્ય દિશામાં આવીને સૈન્યનો પડાવ નાખ્યો. સત્યભામાએ ત્યાં ભાનુ અને ભામર નામના બે કુમારોને જન્મ આપ્યો. દશાહએ શ્રી પુંડરીક ગિરિરાજ અને ગિરનારગિરિ પર જઇ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરી. • કુબેરે શ્રીકૃષ્ણને માટે રચેલી દ્વારિકા નગરી :
તે અવસરે ક્રોપુકિએ બતાવેલા શુભ દિવસે કૃષ્ણ સ્નાન કરી બલિદાન આપી સમુદ્રની પૂજા કરી અમનો તપ કર્યો. ત્રીજે દિવસે લવણસમુદ્રના અધિષ્ઠાયક દેવે ત્યાં આવી અંજલી જોડી કૃષ્ણને કહ્યું, “હે વાસુદેવ ! મને કેમ સંભાય છે? આજ્ઞા આપો. પૂર્વે પણ સગર રાજાની આજ્ઞાથી હું મુખ્ય સમુદ્રમાંથી અહીં આવેલો છું.” એમ કહી તે દેવે કૃષ્ણને પંચજન્ય શંખ અને રામને સુઘોષ શંખ તથા રત્નમાળા અને વસ્ત્રો આપ્યાં.
પછી કૃષ્ણે કહ્યું, ‘તમે તીર્થની રક્ષા કરવા માટે અહીં આવ્યા તે સારું કર્યું. અત્યારે હું તીર્થની રક્ષા કરવા માટે તમને પ્રાર્થના કરતો નથી; પણ પૂર્વના વાસુદેવની એક નગરી તમે અહીં જળની અંદર ઢાંકી દીધી છે. તે નગરી મને રહેવાને માટે પ્રગટ કરી આપો.” તે સાંભળી દેવે ત્યાંથી ઇન્દ્રની પાસે જઈને કહ્યું, એટલે ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે આવીને તે નગરી પ્રગટ કરી. લંબાઇમાં બાર યોજન, વિસ્તારમાં નવ યોજન અને સુવર્ણ રત્નના કિલ્લાવાળી તે નગરી હતી. સરોવરો, દીધિંકા, વાપિકાઓ, ચૈત્યો, ઉદ્યાનો, શેરીઓ અને બીજુ સર્વ કુબેરે એક અહોરાત્રિમાં તે
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૨૨