________________
જગતમાં રાજા સમુદ્રવિજય ધન્ય છે, અત્યારે તે સૌભાગ્યની ભૂમિરૂપ છે. કારણ કે તેમને ઘેર શ્રી નેમિનાથ પ્રભુ પુત્રપણે અવતર્યા છે. આ શ્રી નેમિનાથ પ્રભુ બાળક છતાં તેમનામાં જે સત્ત્વ (બળ) રહેલું છે, તેવું સત્ત્વ બીજા કોઈ દેવમાં કે દાનવમાં કહી શકાય તેમ નથી. એક તરફ આ પ્રભુનું અભૂત બળ રાખીએ અને બીજી તરફ ત્રણે જગતનું બળ રાખીએ તો પણ મેરૂ અને તલની ઉપમા થાય.
આ પ્રમાણે સૌધર્મપતિના વચનો સાંભળી કેટલાક દેવતાઓ તે સહન કરી શક્યા નહીં. તેઓ બોલ્યા, “હે ઇન્દ્ર ! અમે બળથી એક રમત માત્રામાં મોટા સાગરને શોષી નાખીએ અને મોટા પર્વતોને ચૂર્ણ કરી નાખાએ, તે આવી સ્તુતિને કેમ સહન કરી શકીએ? તેથી હે સ્વામી ! તે પ્રભુનું બળ જોવા અમે ઉત્સુક થઈ ત્યાં જવા ઇચ્છીએ છીએ.” આ પ્રમાણે કહી રજા લઈને તેઓ નેમિનાથ પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં આવ્યા. • દેવો દ્વારા બાળ નેમિનાથ પ્રભુની બળ પરીક્ષા
તે ઉદ્યાનમાં લોકોથી પરસ્પર હાથોહાથ તેડીને લાલન કરાતા પ્રભુ તેમણે જોયા. છળ શોધતા દેવતાઓ ત્યાં રહ્યા. એક વખત નિર્જન સ્થળમાં પારણામાં વિશ્રાંત થયેલા પ્રભુને જોઈ તેઓ ચોરની જેમ તેમને હરી ગયા અને પ્રભુને લઇને આકાશમાં ચાલ્યા. સવા લાખ યોજના ગયા પછી પ્રભુએ અવધિજ્ઞાનથી દેવતાઓને ઉત્પન્ન થયેલો વિકાર જાણી લીધો. તત્કાળ પ્રભુએ લેશમાત્ર બળ બતાવ્યું. એટલે તે દેવતાઓ એવી રીતે નીચે પડ્યા કે, તેના આઘાતથી પૃથ્વીમાં સો યોજન ચાલ્યા ગયા. તે સ્વરૂપ જોઈ દેવોની ઉપર દયા લાવીને ઇન્દ્ર નેમિનાથ પ્રભુની પાસે આવ્યા અને બોલ્યા : “હે વિશ્વત્રાતા ! હે જગતના નાથ ! ગર્વના ભારથી ભગ્ન થયેલા આ ગરીબ દેવોને હવે હેરાન કરો નહીં. હે નાથ ! તમારા વિના આ સંસારમાં બીજો કોણ રક્ષક છે? માટે, હે કૃપાલુ ! એ દીન દેવતાઓની ઉપર અનુગ્રહ કરો. હે સ્વામી ! તમે અશરણના શરણ છો અને બાલરૂપ છતા પરાક્રમમાં અબાળ છો, આથી વિશેષ સ્તુતિ શું કરવી?” એવી રીતે સ્તુતિ કરી, દેવોને છોડાવી, પ્રભુને પારણામાં મૂકી, પ્રભુને ખમાવીને ઇન્દ્ર સ્વર્ગમાં ગયા.
શ્રી નેમિનાથ પ્રભુનું આવું અપ્રતિમ બળ જોઇ સમુદ્રવિજય વગેરે સર્વ હર્ષ પામી ઉત્સવપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. તે દેવો પણ પ્રભુના પ્રાસાદમાં મહોત્સવ કરીને હર્ષથી શ્રી નેમિનાથ પ્રભુનું સ્મરણ કરતા કરતા પોતાના સ્થાનકે ગયા. ત્યારથી માંડીને શ્રી નેમિનાથ પ્રભુ ક્રોડ દેવતાઓથી રક્ષણ કરાતા પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. • ધર્મરાજ યુધિષ્ઠિર તેમજ દુર્યોધનનો જન્મ : અહીં ધૃતરાષ્ટ્રની પટ્ટરાણી ગાંધારીને અતિ દુષ્ટ ગર્ભ ઉપજવાથી જનયુદ્ધ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૧૭