SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પછી ફરીવાર દેવકી ઋતુસ્નાતા થઇ, ત્યારે રાત્રિના શેષભાગે તેણે સિંહ, સૂર્ય, અગ્નિ, હાથી, ધ્વજ, વિમાન અને પદ્મસરોવ૨ એ સાત સ્વપ્નો અવલોક્યા. તે જ રાત્રિએ તેણે ગર્ભ ધારણ કર્યો. સ્વપ્નના પ્રભાવથી શુભ દોહદવાળી દેવકીએ સમય આવતા શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ અર્ધરાત્રે કૃષ્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. તે વખતે તેની ખબર રાખવા કંસે જે રક્ષકપુરુષોને રાખ્યા હતા, તેઓને વસુદેવના ગૃહદેવતાઓએ પોતાની શક્તિથી નિદ્રાયુક્ત કરી દીધા. દેવકીના કહેવાથી વસુદેવે તે બાળકને લઇ જઇને ગોકુલમાં રહેલા નંદની સ્ત્રી યશોદાને અર્પણ કર્યો અને તેના બદલે યશોદાની તત્કાળ જન્મેલી પુત્રી લાવીને હર્ષથી દેવકીને અર્પણ કરી. પછી કંસના પુરુષો જાગૃત થતાં તે પુત્રીને લઇને કંસની પાસે આવ્યા. તે પુત્રીને જોઇને કંસને વિચાર થયો કે, ‘એ મુનિનું કહેવું મિથ્યા થયું, કેમ કે આ સાતમો ગર્ભ તો સ્ત્રી થયો, માટે બળવાન એવા મારું આનાથી મૃત્યુ થશે નહીં.' આવો વિચાર કરી તે પુત્રીની માત્ર નાસિકા છેદીને સેવકોને પાછી આપી. આ બાજુ દેવકીનો સાતમો બાળક ગોકુલમાં દેવીઓથી રક્ષાતો મોટો થયો. કૃષ્ણવર્ણી અંગ હોવાથી તેનું ‘કૃષ્ણ' એવું નામ પાડ્યું. તેણે બાલ્યવયમાં જ શનિ અને પૂતની નામની બે વિદ્યાધરીઓને મારી નાખી. એક શકટ ભેદી નાખ્યું અને યમલ તથા અર્જુન નામના બે વૃક્ષોને ભાંગી નાખ્યા. તે ખબર સાંભળી કોઇ-કોઇ પર્વની આરાધનાનું બ્હાનું કરીને દેવકી બીજી સ્ત્રીઓની સાથે હર્ષ પામતી નિરંતર ગોકુલ આવવા લાગી. કૃષ્ણની રક્ષા કરવાને માટે વસુદેવે રામ (બલભદ્ર)ને આજ્ઞા કરી. દશ ધનુષની ઊંચી કાયાવાળા બંને ભાઇ નિત્ય ગોકુલમાં સાથે ક્રીડા કરવા લાગ્યા. અહીં શૌર્યપુરમાં સમુદ્રવિજયની પત્ની શિવાદેવીએ રાત્રિના અવશેષ કાલે ચૌદ મહાસ્વપ્નોને જોયા. તે વખતે કાર્તિક માસની કૃષ્ણ દ્વાદશીએ અપરાજિત વિમાનમાંથી ચ્યવીને શંખકુમારનો જીવ શિવાદેવીની કૂક્ષીમાં ઉત્પન્ન થયો. અનુક્રમે શ્રાવણ માસની શુક્લ પંચમીએ શિવાદેવીએ શંખ લંછનવાળા કૃષ્ણવર્ણી કુમારને જન્મ આપ્યો. તે જ વખતે છપ્પન દિકુમારીઓએ ઘરમાં અને ચોસઠ ઇન્દ્રોએ મેરૂિિગર ઉપર હર્ષથી તે પુત્રનો જન્મમહોત્સવ કર્યો. રાજા સમુદ્રવિજયે પ્રાતઃકાળે મહોત્સવ સાથે અપરાધીઓને કારાગૃહમાંથી છોડવા વિગેરે સત્કર્મ કરી કુમારનું ‘અરિષ્ઠનેમિ’ એવું નામ પાડ્યું. ઇન્દ્રની આજ્ઞાથી અપ્સરાઓ પ્રભુનું લાલનપાલન કરવા લાગી અને દેવતાઓ સમાનવયના થઇને ક્રીડા કરવા આવતા. એક દિવસ સ્વજનોથી પરિવરેલા સમુદ્રવિજય રાજા ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. તે ઉદ્યાનમાં શ્રી નેમિનાથને જોઇ સૌધર્મપતિએ હર્ષથી દેવતાઓને કહ્યું, ‘આ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૧૬
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy