________________
કરવાનો દોહદ થયો. ગર્ભના પ્રભાવથી હાથી ઉપર બેસી મહાયુદ્ધ કરીને શત્રુઓને મારી નાખું અથવા બધા લોકોને કારાગૃહમાં પુરી દઉં' એવી ઇચ્છા થવા માંડી. અહંકારની વૃદ્ધિ થવાથી વડીલવર્ગને નહી નમતી, ગર્વથી અંગને મરડતી તે બધાની સાથે ક્લેશ કરવા લાગી.
આ બાજુ પાંડુ રાજાની પત્ની કુંતીએ રાત્રે સ્વપ્નમાં સુરગિરિ, ક્ષીરસાગર, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મીને જોયા. તેના પ્રભાવથી રત્નગર્ભાની જેમ શુભ્ર ગર્ભને ધારણ કરતી કુંતીને દિવસે - દિવસે ધર્મના મનોરથ થવા લાગ્યા. અનુક્રમે શુભદિવસે સુલગ્નમાં પાંચ ગ્રહો ઉચ્ચ થતા કુંતીએ એક પુત્રને જન્મ આપ્યો. તે વખતે તેના ઘર ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને નિર્મળ એવા દયાદાન પ્રમુખ ગુણ વડે યુક્ત એવો આ કુમાર ધર્મપુત્ર છે.” એમ બોલતા દેવો તેના ઘેર આવ્યા. શુભ દિવસે દેવોની વાણીથી મોટા ઉત્સવ સાથે સર્વને પ્રિય અને સજજનોના અપ્રિયને હરનાર તેનું યુધિષ્ઠિર' એવું નામ પાડ્યું.
બીજી વાર કુંતીએ રાત્રે સ્વપ્નમાં પવને પોતાના આંગણામાં રોપેલું અને ક્ષણમાત્રમાં ફળેલું એક કલ્પવૃક્ષ જોયું. તે સ્વપ્નના પ્રભાવથી કુંતીએ પુનઃ ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. તેથી પાંડુ રાજા અત્યંત હર્ષપામ્યા. કૂડકપટમાં ચતુર એવી ગાંધારી ગર્ભની અત્યંત વૃદ્ધિથી ઘણું દુ:ખ પામતી નિરંતર મોટા ઔષધોથી ગર્ભપાત કરવાને ઇચ્છવા લાગી. જ્યારે કુંતી બીજીવારના પ્રસવને સન્મુખ થઈ ત્યારે તે જોઈને અતિપીડિત થયેલી ગાંધારીએ પેટ કૂટીને પોતાનો અપકવ ગર્ભ પાડી નાખ્યો. તેથી ત્રીશ માસે તેણે એક વજ જેવા દઢ પુત્રને જન્મ આપ્યો. પછી છ માસ સુધી તેને પેટીમાં રાખીને પૂર્ણ દેહવાળો થયે સૌને બતાવ્યો. જ્યારે તે ગર્ભમાં હતો, ત્યારે તેની માતા ગાંધારી દુર્યુદ્ધ કરવામાં આદરવાળી થઇ હતી. તેથી તેનું દુર્યોધન' એવું નામ પાડ્યું.
જે દિવસે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યો તે દિવસે ત્રણ પહોર પછી કુંતીએ પણ એક પુત્રને જન્મ આપ્યો. તે વખતે આકાશમાં વાણી થઈ કે, “આ કુમાર વાયુનો પુત્ર ભીમસેન છે. તે વજ જેવી કાયાવાળો, ધર્મબુદ્ધિવાળો, વડીલજનનો ભક્ત અને ગુણ વડે જયેષ્ઠ થશે.'
એક વખત પાંડુ રાજા કોઇ ગિરિ ઉપર ક્રીડા કરવા ગયા હતા. તેવામાં કુંતીના હાથમાંથી વજકાય ભીમકુમાર પૃથ્વી ઉપર પડી ગયો. ભીમના પડવાથી ઘંટી વડે ચોખાની જેમ બધી શિલાઓ ચૂર્ણ થઇ ગઇ. પણ કુમાર અક્ષત શરીરી રહ્યો. તે જોઇ કુમારને લઇ, “આ વજકાય છે” એમ બોલતા દેવોએ હર્ષના સ્થાનરૂપ એ કુમાર કુંતીને આપ્યો. ત્યાર પછી કુંતીએ પુણ્યયોગે ત્રીજો ગર્ભ ધારણ કર્યો. તે સમયે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૧૮