________________
નવા નવા અવાજો કરી અરણ્યના જીવોને ક્ષોભ કરવા લાગ્યા. કોઇ ધસતા, કોઇ દોડતા અને કોઈ તર્જના કરતા શિકારીઓ હાકોટાના શબ્દોથી જ પ્રાણીઓને સત્ત્વરહિત કરવા લાગ્યા. આ રીતે સમગ્ર શિકારી લોકો શિકારના રસમાં આસક્ત થયા. તેવામાં એક મૃગની પાછળ પડેલો અને અર્થે આકર્ષેલો શાંતનુ રાજા દૂર ચાલ્યો ગયો. જેમ જેમ મૃગ દોડે છે તેમ તેમ જાણે આકર્ષાતો હોય તેમ રાજા ધનુષ્ય ખેંચીને તેની પાછળ ચાલ્યો. વેગવાળા અશ્વ વડે વનમાં ભમતો રાજા અનુક્રમે ગંગા નદીના કાંઠે આવ્યો. ત્યાં તેણે રત્નોથી રચેલું એક મોટું ચૈત્ય જોયું. શાંતનુને વિચાર થયો કે, “ઉજજવલ એવો આ પ્રાસાદ ઘણો સુંદર છે.'
આ પ્રમાણે વિચારીને કૌતુકી રાજાએ તે ચૈત્યની અંદર પ્રવેશ કર્યો. ત્યાં શ્રી આદિનાથ પ્રભુની સુંદર પ્રતિમા તેણે જોઈ. પછી પ્રભુને નમસ્કાર કરીને તે મત્તવારણ (દેરાસરનો આગળના ભાગનો ઝુલતો ગોખ) ઉપર બેઠો. ત્યાં અપ્સરા જેવી એક કન્યા તેના જોવામાં આવી. રાજાએ તે બાળાને સ્નેહ વડે પવિત્ર વાણીથી આદરપૂર્વક પૂછ્યું, “હે કન્યા ! તું કોની પુત્રી છે?” રાજા આ પ્રમાણે પૂછે છે, તેટલામાં કોઇ પુરુષ આગળ આવીને બોલ્યો, “રાજેન્દ્ર ! આ બાળાનું શુભ ચરિત્ર સાંભળો.” • ગંગાકુમારીનું વૃત્તાંત :
વિદ્યાધરોના પતિ જનુની આ પુત્રી છે. કલાગુરુ પાસેથી તે સર્વ શાસ્ત્રાર્થ ભણી છે. આનું નામ ગંગા છે. તે અનુક્રમે યૌવન પામી. એક વખત પ્રાતઃકાળે આ બાળા હર્ષથી પિતાના ઉલ્લંગમાં બેઠી હતી. તેવામાં ત્યાં કોઈ જ્ઞાની ચારણમુનિ આવ્યા. જહુનુ રાજાએ તેમને નમી, ઉત્તમ આસન ઉપર બેસાડી, પોતાની પુત્રીના વરને માટે પૂછયું. મુનિ બોલ્યા, “ગંગા નદીના કાંઠે મૃગયાથી ખેંચાઇને શાંતનુ રાજા આવશે. તે આનો પતિ થશે.” આ પ્રમાણે કહીને ચારણમુનિ પાછા આકાશમાં ચાલ્યા ગયા. પછી જહુનુ રાજાએ ગંગાના તીરે મણિરત્નમય જિનપ્રાસાદ બનાવ્યો અને પિતાની આજ્ઞાથી આ બાળા અહીં રહીને નિત્ય શ્રી આદિનાથ પ્રભુનું આરાધન કરે છે. હે રાજન્ ! તેના ભાગ્યસમૂહથી આકર્ષાયેલા તમે અહીં આવી ચડ્યા છો. માટે હવે આદિનાથ પ્રભુની સન્મુખ આ બાળાનું તમે પાણિગ્રહણ કરો.”
આ પ્રમાણે સાંભળી તે કન્યા બોલી, “જે રાજા મારું વચન ઉલ્લંઘે નહીં તે મારો પતિ થાય અને જો મારું કહેવું ન કરે તો હું મારા પિતાને ઘેર પાછી ચાલી જાઉં.' આવી મેં પ્રતિજ્ઞા કરેલી છે. તે કન્યાની તેવી પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી, કામવશ હૃદયવાળા રાજાએ પ્રભુની સાક્ષીએ ગંગાકુમારીનું પાણિગ્રહણ કર્યું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૦૫