________________
ઘણાં રૂપો વિકુળં. તે જોઇ ગરુડ પર બેસી લક્ષ્મણ બાણધારાથી તે બહુરૂપી રાવણને મારવા લાગ્યો. બાણોથી દુઃખી થયેલા રાવણે ચક્રનું સ્મરણ કર્યું. એટલે એ ચક્ર ત્યાં હાજર થયું. તેને ભમાવીને રાવણે લક્ષ્મણ ઉપર મૂક્યું. પણ તે પ્રદક્ષિણા કરીને લક્ષ્મણના હાથમાં આવ્યું. લક્ષ્મણે તે ચક્ર રાવણના વક્ષસ્થળમાં માર્યું. ચક્રના ઘાતથી જેઠ માસની કૃષ્ણ એકાદશીએ પાછલે પહોરે મૃત્યુ પામીને રાવણ ચોથી નરકમાં ગયો. તે વખતે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી.
પછી રામે મુક્ત કરેલા કુંભકર્ણ, ઇન્દ્રજિત અને મેઘવાહન વગેરેએ જઈને રાવણનું પ્રેતકર્મ કર્યું અને તેઓએ તથા મંદોદરીએ વૈરાગ્યવાસિત બની અપ્રમેયબલ નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. આ બાજુ રામે નિષ્કલંક સીતાને લઈ વિભીષણે બતાવેલા માર્ગે ઉત્સવ સહિત લંકાનગરીમાં પ્રવેશ કર્યો. વિભીષણને લંકાનું રાજ્ય આપી છ વર્ષ સુધી રામચંદ્રજી પોતાના પરિવાર સાથે ત્યાં રહ્યા. પછી પોતાની માતાને મળવા તેઓ ઉત્કંઠિત થયા. એ અરસામાં વિંધ્યાચળની ભૂમિમાં રહેલા ઇન્દ્રજિત અને મેઘવાહન સિદ્ધિપદ પામ્યા. ત્યાં મેઘરથ નામે તીર્થ થયું. નર્મદા નદીમાં કુંભકર્ણ સિદ્ધિ પામ્યા. ત્યાં પૃથુરક્ષિત નામે તીર્થ થયું. • રામનું અયોધ્યામાં આગમન અને રાજ્યપ્રાપ્તિ ઃ
શુભ દિવસે સીતા અને લક્ષ્મણ સહિત સુગ્રીવાદિક વડે અનુસરાયેલા રામ પુષ્પક વિમાનમાં બેસી, પૃથ્વી ઉપર સ્થાને સ્થાને અનેક આશ્ચર્યો જોતાં જોતાં અયોધ્યા પાસે આવ્યા. એ ખબર સાંભળી ભરતે શત્રુનને સાથે લઈ સામા આવી રામના ચરણમાં નમસ્કાર કર્યો. રામ અને લક્ષ્મણે વિનયથી બંધુઓને આલિંગન કર્યું. પછી તેઓએ અયોધ્યામાં પ્રવેશ કર્યો. પ્રથમ બંને ભાઇઓ માતા-પિતાને પગે લાગ્યા. ભરતે થાપણની જેમ રાખેલ અયોધ્યાનું રાજય રામને અર્પણ કરી પોતે દેશભૂષણ નામના મુનિની પાસે પોતાનો પૂર્વભવ સાંભળી દીક્ષા લીધી.
એક દિવસ ગુરુના મુખથી શ્રી શત્રુંજયગિરિનો મહિમા સાંભળી એક હજાર મુનિની સાથે ભરતમુનિ તે તીર્થ ઉપર આવી શ્રી ઋષભદેવ પ્રભુને નમી તેમના ધ્યાનમાં સ્થિર થયા. પ્રાંતે સર્વ કમોં ખપાવી કેવળજ્ઞાન પામી, મોક્ષ પામ્યા. રામલક્ષ્મણે તે સ્થળે આવી યાત્રા, ઉદ્ધાર તથા ધ્વજાદિક પુણ્યકૃત્ય કરી વારંવાર તે મહાતીર્થના મહિમાને પ્રસિદ્ધ કર્યો. • સીતા - હનુમાનનો ભાવિ વૃત્તાંત ઃ
સમય જતાં પૂર્વકર્મના ઉદયે સીતાએ પોતાના ઉપર ચડેલ આળને અગ્નિ-પરીક્ષા દ્વારા દૂર કર્યું. પછી વ્રત લઈ તપસ્યા આચરીને સીતા અચ્યતેન્દ્ર થયા. શ્રીશૈલ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૭