________________
(હનુમાન) પણ પોતાનું રાજય પુત્રને આપી વૈરાગ્યથી દીક્ષા લઇ લાંબો કાળ સંયમ પાળીને મોક્ષે ગયા. • રામ - લક્ષ્મણ આદિનો ભાવિ વૃત્તાંત :
એક વખત ભ્રાતૃસ્નેહની પરીક્ષા કરવા માટે બે દેવોએ લક્ષ્મણ પાસે આવી, “રામ મૃત્યુ પામ્યા છે” એમ કહ્યું. તે સાંભળી લક્ષ્મણ તત્કાળ ખરેખર મૃત્યુ પામ્યા. તે ખબર સાંભળી રામના પુત્ર લવણ અને અંકુશ દીક્ષા લઈ અનુક્રમે શિવસંપત્તિને પામ્યા. જટાયુદેવે કરેલા પ્રતિબોધથી લક્ષ્મણનાં મૃતકર્મને કરી રામે અનંગદેવને રાજય આપ્યું અને પોતે શત્રુઘ્ન, સુગ્રીવ તથા વિભીષણ વગેરે સોળ હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહ કરતાં રામમુનિ વિહાર કરતાં કરતાં કોટિશિલાએ આવ્યાં. ત્યાં કેવળજ્ઞાન પામ્યા. પછી પુંડરીકગિરિ વિગેરે તીર્થમાં વિહાર કરી, તે તીર્થોનો પ્રભાવ વિસ્તારી, પંદર હજાર વર્ષનું શેષ આયુષ્ય પૂર્ણ કરી શ્રી રામ મોક્ષે ગયા.
હવે ઇન્દ્ર શ્રી વીરપ્રભુને પ્રણામ કરીને ભક્તિપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે; “હે સ્વામી ! અમારો ઉદ્ધાર કરવા માટે શત્રુંજયગિરિના મુખ્ય શિખર સંબંધી વિસ્તારવાળી જે કથા કહી તે સાંભળી હું પવિત્ર થયો છું. તે સિવાય એ ગિરિના એકસોને આઠ શિખરો છે. તેમાં આપે એકવીશ શિખરો ઉત્તમ કહ્યાં છે. હે પ્રભુ! તે એકવીશ શિખરોમાં પણ જે શિખરનો મહિમા અધિક હોય, તે મહિમા સર્વ પ્રાણીઓને પવિત્ર કરવાને માટે હું સાંભળવા ઇચ્છું છું. હે જગતના સ્વામી ! જે. સાંભળવાથી સર્વ પાપનો ક્ષય થાય, તેવો મહિમા આપ પ્રસન્ન થઇને કહો.”
ઇન્દ્રની વિનંતી સાંભળી ત્રણ જગતના સ્વામી શ્રી મહાવીર પ્રભુએ સર્વ પ્રાણીઓની દયા માટે આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો -
| શ્રી ગિરનાર મહાતીર્થ માહાભ્ય હે ઈન્દ્ર ! સાંભળ. આ સિદ્ધગિરિનું પાંચમું શિખર રૈવતગિરિ (ગિરનાર) છે. તે પાંચમા જ્ઞાન (કેવળજ્ઞાન)ને આપવાવાળું છે. ત્યાં ભક્તિ વડે ઉચિત દાન કે અનુકંપાદાન વગેરે આપ્યા હોય તો તે આલોક અને પરલોકમાં હિતકારક એવા સર્વ સુખો આપે છે. જેઓએ વારંવાર સુકૃત કર્યા હોય તેવા કૃતાર્થ પ્રાણીઓ જ આ ગિરિરાજનું દર્શન કરી શકે છે. આ ગિરિરાજ ઉપર રહેલા મુનિઓ અને દેવતાઓ નિત્ય શ્રી નેમિનાથ પ્રભુને નમે છે; અહીં અપ્સરાઓના ગણ, ગંધર્વો, સિદ્ધપુરુષો, વિદ્યાધરો અને નાગકુમારો નિર્મલ હૃદયથી સદા શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરે છે;
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૮