________________
મૂચ્છિત અવસ્થા જોઈ રામ પણ મૂચ્છ પામ્યા. પછી ચેતના આવતાં અત્યંત વિલાપ કરવા લાગ્યા. તે વખતે વિભીષણે કહ્યું કે, આ શક્તિથી જે પુરુષ હણાય છે, તે એક રાત્રિ સુધી જ જીવે છે. માટે તે દૂર કરવા કોઈ ઉદ્યમ કરો. ત્યારે સુગ્રીવ વગેરેએ વિઘાથી રામ-લક્ષ્મણની આસપાસ ચાર ધારવાળા સાત કિલ્લા કર્યા.
તે સમયે ભામંડલનો ભાનુ નામે એક મિત્ર હતો. તે રામ પાસે આવી કહેવા લાગ્યો કે, “અયોધ્યાનગરીથી બાર યોજન દૂર દ્રોણ રાજાનું કૌતુકમંગલ નામે નગર છે. તે દ્રોણ રાજા કૈકેયીના ભાઈ થાય છે. તેને વિશલ્યા નામે એક પુત્રી છે. તેના હાથના સ્પર્શથી શરીરમાં ગમે તેવું શલ્ય હોય તે નીકળી જાય છે. માટે સૂર્યોદય પહેલાં તે વિશલ્યાને જો અહીં લવાય તો આ લક્ષ્મણ સજજ થાય. તે સાંભળી રામે તરત જ અંગદ, ભામંડલ અને હનુમાનને ભરત પાસે જવાની આજ્ઞા કરી. તેઓએ વિમાનમાં બેસી ભરત પાસે જઈ સર્વ વૃત્તાંત જણાવ્યો. ભરતે તેઓની સાથે વિમાનમાં બેસી દ્રોણ રાજા પાસે આવી વિશલ્યાની માંગણી કરી. • વિશલ્યાના કરસ્પર્શથી લક્ષ્મણને ચૈતન્યપ્રાપ્તિ :
દ્રોણ રાજાએ એક હજાર કન્યાઓ સહિત વિશલ્યા આપી. પછી ભરતને અયોધ્યામાં મૂકી ભામંડલ તે કન્યાઓ લઈ રામ પાસે આવ્યો. દૂરથી આવતી વિશલ્યાની કાંતિથી સર્વેને સૂર્યના ઉદયની શંકા થઇ. પણ હનુમાને આવી શંકા દૂર કરી. વિશલ્યાએ લક્ષ્મણને કરસ્પર્શ કર્યો એટલે તે શક્તિ તેના શરીરમાંથી નીકળી આકાશમાર્ગે જવા લાગી. તેને હનુમાને પકડી લીધી. એટલે દેવીરૂપ તે શક્તિ બોલી, હું તો સેવકરૂપ છું. મારો કાંઈ દોષ નથી. મને છોડી દો. તેથી તેને હનુમાને છોડી દીધી અને તે ઉછળીને આકાશમાં જતી રહી. પછી વિશલ્યાનાં સ્નાનજળથી સિંચન થયેલા લક્ષ્મણના શરીરના સર્વ ઘા રૂઝાઈ ગયા અને તે બેઠા થયા. રામે લક્ષ્મણનું આલિંગન કરી બનેલો સર્વ વૃત્તાંત જણાવ્યો અને એક હજાર કન્યા સહિત વિશલ્યાને તેની સાથે પરણાવી. વળી તેના સ્નાનજળથી બીજા સુભટોના પણ ઘા રૂઝાઈ ગયા. પછી સર્વેએ મળી મોટો ઉત્સવ કર્યો.
લક્ષ્મણ જીવ્યાના ખબર ચરપુરુષ પાસેથી સાંભળી રાવણે બહુરૂપીવિદ્યા સાધવાનો નિશ્ચય કર્યો અને શ્રી શાંતિનાથ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો. મંદોદરીની આજ્ઞાથી આઠ દિવસ સુધી લંકાના સર્વ લોકો જૈનધર્મમાં જ તત્પર થયા. આઠમે દિવસે રાવણે વિદ્યા સિદ્ધ કરી. પ્રાતઃકાલે ફરીવાર બંને સૈન્યો વચ્ચે દારૂણ યુદ્ધ પ્રવર્તે. લક્ષ્મણ બીજા સર્વ રાક્ષસોને છોડી સતત રાવણ ઉપર બાણો ફેંકવા લાગ્યો. તેથી આકુલ થયેલા રાવણે બહુરૂપી વિદ્યાર્થી પોતાનાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૬